ગિરીશભાઈ પંડ્યા
મૉન્ટે બેલો ટાપુઓ
મૉન્ટે બેલો ટાપુઓ : હિન્દી મહાસાગરમાં ઑસ્ટ્રેલિયા નજીક આવેલા પરવાળાંના નાના નાના ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 20° 25´ દ. અ. અને 115° 32´ પૂ. રે.ની આજુબાજુ, ઑસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારાથી દૂર ડૅમ્પિયર દ્વીપસમૂહની પશ્ચિમે 100 કિમી. તથા પ્રેસ્ટનની ભૂશિરથી 80 કિમી.ને અંતરે તે આવેલા છે. અહીંના બધા જ ટાપુઓ વસ્તીવિહીન છે;…
વધુ વાંચો >મૉન્ટેરી (Monterrey)
મૉન્ટેરી (Monterrey) : મેક્સિકોના ઈશાન ભાગમાં આવેલું ન્યુવો લ્યોન રાજ્યનું પાટનગર, મોટું શહેર અને ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 25° 40´ ઉ. અ. અને 100° 79´ પ. રે.. મેક્સિકોમાં વસ્તીની ર્દષ્ટિએ મોટાં ગણાતાં મેક્સિકો, નેટઝાહુલકોયોટલ અને ગ્વાદલજારા પછીના ચોથા ક્રમે આવતું શહેર. તેની વસ્તી 11,35,512 (2010) જેટલી છે. તે સમુદ્રસપાટીથી…
વધુ વાંચો >મૉન્ટેવિડિયો
મૉન્ટેવિડિયો : દક્ષિણ અમેરિકાના ઉરુગ્વે દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 34° 53´ દ. અ. અને 56° 11´ પ. રે. પર આવેલું તે દેશનું સૌથી મોટું શહેર તથા મુખ્ય બંદર છે. તે ઉરુગ્વેના દક્ષિણ કાંઠે જ્યાં રિયો દ પ્લાટા આટલાંટિક મહાસાગરને મળે છે ત્યાં વસેલું છે. આ શહેરની વસ્તી 2011 મુજબ…
વધુ વાંચો >મૉન્ટ્રિયલ (Montreal)
મૉન્ટ્રિયલ (Montreal) : કૅનેડાના ક્વિબેક પ્રાંતમાં આવેલું ટોરૉંટોને સમકક્ષ મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 45° 31´ ઉ. અ. અને 73° 34´ પ. રે.. તે દુનિયાભરમાં મોટામાં મોટાં નદીબંદરો પૈકીનું એક ગણાય છે. કૅનેડા માટે તે વાહનવ્યવહારનું મુખ્ય કેન્દ્ર છે. વળી તે કૅનેડાનાં વેપાર-ધંધા, ઉદ્યોગ, સંસ્કૃતિ અને શિક્ષણનું પણ મુખ્ય મથક…
વધુ વાંચો >મૉમ્બાસા
મૉમ્બાસા : કેન્યા(પૂર્વ-આફ્રિકા)નું મુખ્ય બંદર અને શહેર. ભૌગોલિક સ્થાન : 4° 03´ દ. અ. અને 39° 40´ પૂ. રે.. હિન્દી મહાસાગરને કિનારે તે પ્રવાળ ટાપુ પર વસેલું છે. આ શહેર દારેસલામથી ઈશાનમાં 327 કિમી.ને અંતરે તથા નાઇરોબીથી અગ્નિકોણમાં 530 કિમી.ને અંતરે આવેલું છે. વસ્તીની ર્દષ્ટિએ કેન્યામાં તે નાઇરોબીથી બીજા ક્રમે…
વધુ વાંચો >મોરકામ્બેનો ઉપસાગર
મોરકામ્બેનો ઉપસાગર : ઉત્તર ઇંગ્લૅન્ડના પશ્ચિમ કિનારે આવેલો આયરિશ સમુદ્રનો એક ભાગ. ભૌગોલિક સ્થાન : ઉત્તર તરફ તે ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા (કુંબરલૅન્ડ) પરગણાથી તથા દક્ષિણ તરફ લૅંકેશાયરથી ઘેરાયેલો છે. તેની ઉત્તર અને દક્ષિણ તરફના પ્રદેશોના કિનારા પર બૅરો-ઇન-ફર્નેસ, મોરકામ્બે અને હેયશામ નગરો આવેલાં છે. લેક ડિસ્ટ્રિક્ટનાં શિખરજૂથોમાંથી નીકળીને વહેતી નદીઓ આ…
વધુ વાંચો >મૉરટન ઉપસાગર
મૉરટન ઉપસાગર : ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડ રાજ્યના અગ્નિભાગમાં કિનારા નજીક બ્રિસ્બેનથી આશરે 29 કિમી.ના અંતરે આવેલો પૅસિફિક મહાસાગરનો એક ભાગ. બ્રિસ્બેન નદીમુખ પરનું બ્રિસ્બેન બંદર તેને માટેનું પ્રવેશદ્વાર ગણાય છે. પૂર્વ તરફ મૉરટન, ઉત્તર તરફ બ્રાઇબી અને દક્ષિણ તરફ સ્ટ્રેડબ્રોક જેવા ટાપુઓથી તે અંશત: ઘેરાયેલો છે. આ ટાપુઓ પ્રવાસીઓ માટેનાં આકર્ષણનાં…
વધુ વાંચો >મોરાદાબાદ
મોરાદાબાદ : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 19´થી 29° 16´ ઉ. અ. અને 78° 03´થી 78° 59´ પૂ. રે. વચ્ચેનો 3,718 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો મોટો ભાગ રામગંગા નદીના જમણા કાંઠા તરફ વિસ્તરેલો છે. ઉત્તરપ્રદેશના…
વધુ વાંચો >મૉરિટાનિયા (Mauritania)
મૉરિટાનિયા (Mauritania) : પશ્ચિમ આફ્રિકાના પશ્ચિમ ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 20° 00´ ઉ. અ. અને 12° 00´ પ. રે. ની આજુબાજુનો આશરે 10,30,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમે આટલાંટિક કિનારાથી પૂર્વમાં સહરાના રણ તરફ વિસ્તરેલો છે. તેની પશ્ચિમ તરફ આટલાંટિક મહાસાગર, વાયવ્યમાં પશ્ચિમી સહરા,…
વધુ વાંચો >મૉરિશિયસ
મૉરિશિયસ : હિન્દી મહાસાગરમાં આવેલો ટાપુ-દેશ. ભૌગોલિક સ્થાન : 20° 17´ દ. અ. અને 57° 33´ પૂ. રે.. અહીંના સૌથી મોટા ટાપુનું નામ પણ મૉરિશિયસ છે. તે માડાગાસ્કરથી પૂર્વમાં આશરે 800 કિમી.ને અંતરે તથા ભારતની મુખ્ય ભૂમિથી નૈર્ઋત્યમાં આશરે 4,000 કિમી.ને અંતરે આવેલો છે. અન્ય ટાપુઓમાં રૉડ્રિગ્ઝ (મુખ્ય ટાપુથી આશરે…
વધુ વાંચો >