ગણિત
ગાણિતિક તર્ક
ગાણિતિક તર્ક : ગણિતમાં પૂર્વધારણાઓથી શરૂ કરી તર્કને આધારે ગાણિતિક પરિણામો મેળવવાની પદ્ધતિ. ઉપલબ્ધ માહિતી પરથી વિચારપૂર્વકના વિશ્લેષણ બાદ નિષ્કર્ષ પર આવવું તે તર્ક છે. વિચારોની પ્રક્રિયા અને દલીલોને નિયમબદ્ધ કરી નિષ્કર્ષ પર પહોંચવા માટેનું ચોક્કસ સ્વરૂપ ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલે આપ્યું. જ્ઞાનની આ શાખા તર્કશાસ્ત્ર તરીકે જાણીતી છે. ગાણિતિક પૂર્વધારણાઓથી…
વધુ વાંચો >ગાલ્વા, એવારીસ્ત
ગાલ્વા, એવારીસ્ત (જ. 25 ઑક્ટોબર 1811, બૂર-લા-રેન, પૅરિસ : અ. 31 મે, 1832, પૅરિસ) : વિખ્યાત ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી. તેમના પિતા નિકોલા ગ્રાબીએલ ગાલ્વા મેધાવી અને સ્વતંત્રતાના ચાહક હતા. અગિયાર વર્ષ સુધી તેમની માતાએ તેમના માટે ઘરઆંગણે સુંદર શિક્ષણ મળે તેવો પ્રબંધ કર્યો હતો. ગણિતમાં સારું શિક્ષણ મેળવવા માટે તે વખતે…
વધુ વાંચો >ગુજરાત ગણિત મંડળ
ગુજરાત ગણિત મંડળ : ગુજરાતમાંના ગણિતના અભ્યાસીઓ તથા ગણિતચાહકોનું મંડળ. આ મંડળની સ્થાપના 1963માં ડૉ. પ્ર. ચુ. વૈદ્યે કરી હતી. મંડળનું ધ્યેય ગુજરાતમાં ગણિતને અભ્યાસના તેમજ શોખના વિષય તરીકે પ્રોત્સાહન મળે તેવી પ્રવૃત્તિ કરવા, ગણિતક્ષેત્રની સિદ્ધિઓ અને સમાચારોથી સૌને માહિતગાર રાખવા, ગુજરાતની ગાણિતિક પ્રતિભાઓ શોધીને તેમનું સંવર્ધન કરવા અને સામાન્ય…
વધુ વાંચો >ગોડેલ, કુર્ત (Godel, Kurt)
ગોડેલ, કુર્ત (Godel, Kurt) (જ. 28 એપ્રિલ 1906, બર્નો, ચેકોસ્લોવાકિયા; અ. 14 જાન્યુઆરી 1978, પ્રિન્સટન, યુ.એસ.) : વીસમી સદીના મહાન ગાણિતિક તર્કશાસ્ત્રી. ગણિતના પાયાના સિદ્ધાંતોમાં તેમનું કેટલુંક પ્રદાન ક્રાન્તિકારી નીવડ્યું છે. નાનપણથી જ ગણિતમાં રસ લેનાર ગોડેલ યુવાન હતા ત્યારે રસેલ અને વ્હાઇટહેડે બતાવેલી ગણિતના પાયામાં રહેલી વિસંગતતાઓની સમસ્યામાં તેમને…
વધુ વાંચો >ગોલક (sphere)
ગોલક (sphere) : એક સ્થિર બિંદુથી સમાન અંતરે રહેલાં અવકાશનાં તમામ બિંદુઓનો ગણ. સ્થિર બિંદુને ગોલકનું કેન્દ્ર (centre) અને અચલ અંતરને ગોલકની ત્રિજ્યા (radius) કહે છે. કેન્દ્રથી ગોલકના પૃષ્ઠ સુધી દોરેલા કોઈ પણ રેખાખંડને પણ ગોલકની ત્રિજ્યા કહે છે. કેન્દ્ર c અને r ત્રિજ્યાવાળા ગોલકને (c, r) વડે દર્શાવાય છે.…
વધુ વાંચો >ગ્રહલાઘવ
ગ્રહલાઘવ : ઈ. સ 1863માં ગણેશ દૈવજ્ઞરચિત કરણ ગ્રંથ. ખગોળ ગણિતના લેખનમાં ‘સિદ્ધાંત’ ‘તંત્ર’ અને ‘કરણ’ એવાં વિશેષણો સાથેના ગણિતગ્રંથો હોય છે. એક અર્થમાં તો સિદ્ધાંત ‘તંત્ર’ બધા શબ્દો સમાનાર્થી છે; પરંતુ અમુક વર્ષ(સંવત કે શક)થી તે વખતના ઇષ્ટ સમયના મધ્યમ ગ્રહો નક્કી કરી તેમને ધ્રુવાંક માની તે પછીના સમયના…
વધુ વાંચો >ઘનાકારો (solid shapes)
ઘનાકારો (solid shapes) : પ્રિઝમ, બહુફલક (polyhedron), પિરામિડ, શંકુ (cone), નળાકાર અને ગોલક (sphere) વગેરે નિયમિત (regular) અને અનિયમિત ઘન પદાર્થો. પ્રિઝમ : બે સમાંતર સમતલોમાં આવેલા અને સમસ્થિતિમાં હોય (similarly situated) તેવા એકરૂપ બહુકોણનાં અનુરૂપ શિરોબિંદુઓ(vertices)ને જોડવાથી બનતી ઘનાકૃતિ પ્રિઝમ છે. તેનાં અનુરૂપ શિરોબિંદુઓને જોડવાથી બનતી રેખાઓ સમાંતર હોય…
વધુ વાંચો >ચતુર્થાંશ
ચતુર્થાંશ : જુઓ ક્ષેત્રકલન.
વધુ વાંચો >ચતુષ્કોણ (quadrilateral)
ચતુષ્કોણ (quadrilateral) : યુક્લિડની ભૂમિતિ અનુસાર સમતલમાં દોરેલી ચાર બાજુથી બંધાયેલી આકૃતિ. વ્યાખ્યા : A, B, C અને D ચાર ભિન્ન બિંદુઓ છે. તે પૈકી કોઈ પણ ત્રણ એક જ રેખામાં નથી. વળી AB, BC, CD અને DA રેખાખંડો માત્ર તેમનાં અન્ત્ય બિંદુએ છેદે છે. રેખાખંડોના આવા યોગને ચતુષ્કોણ ABCD…
વધુ વાંચો >ચલ (variable)
ચલ (variable) : ચલ એ નિર્દિષ્ટ ગણની કોઈ સંખ્યાઓ કે બીજી રાશિને વ્યક્ત કરતો સંકેત છે. ચલને દર્શાવવા x,y, z, t, u, v, w, …. જેવા મૂળાક્ષરો વાપરવામાં આવે છે. ગણનો ઘટક ચલનું મૂલ્ય કે ચલની કિંમત દર્શાવે છે. પૂરો ગણ એ ગણનો વિસ્તાર (range) છે. ગણને એક જ ઘટક…
વધુ વાંચો >