ગણિત
બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત
બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત : ભારતીય જ્યોતિષ અને ગણિતશાસ્ત્ર વિશે બ્રહ્મગુપ્તે રચેલો ગ્રંથ. તેના 24 અધ્યાયો મળે છે, પરંતુ ‘ધ્યાનગ્રહ’ નામનો 72 આર્યાઓનો બનેલો 25મો અંતિમ અધ્યાય, જેને સિદ્ધાન્તને બદલે ફળાદેશ કહે છે તે, મળતો નથી. લેખકે તેને વિશ્વાસુ અને લાયક શિષ્યોને જ શીખવવાલાયક, અત્યંત ગુપ્ત અને મહત્વનો અધ્યાય ગણ્યો છે. ‘બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત’ના પહેલા…
વધુ વાંચો >બ્રાવર લુઇટ્ઝેન એગ્બરટ્સ યાન
બ્રાવર લુઇટ્ઝેન એગ્બરટ્સ યાન (જ. 27 ફેબ્રુઆરી 1881, ઓવરશી, નેધરલૅન્ડ; અ. 2 ડિસેમ્બર 1966, બ્લેરિકમ) : ડચ ગણિતશાસ્ત્રી. તેમણે ગાણિતિક અંત:સ્ફુરણા(intuitionism)નો સિદ્ધાંત રજૂ કર્યો. 1909થી 1951ના સમયગાળામાં બ્રાવરે એમ્સ્ટર્ડામ યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય કર્યું. 1909થી 1913ના ગાળામાં તેમણે ટૉપૉલૉજીમાં મહત્વનું સંશોધનકાર્ય કર્યું. 1907માં ડેવિડ હિલ્બર્ટના કાર્યના અભ્યાસ દરમિયાન કાર્તિઝિય સમતલ પરના સંસ્થિતિકીય…
વધુ વાંચો >બ્રૂનો, ગિયોદાર્નો
બ્રૂનો, ગિયોદાર્નો (જ. 1548, નોલા નેપલ્સ; અ. 17 ફેબ્રુઆરી 1600 રોમ) : જાણીતા ઇટાલિયન તત્વચિંતક, ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને ગૂઢવાદી ચિંતક. સાચું નામ ફિલિપ્પો બ્રૂનો, ઉપનામ ‘ઈલ નોલાનો’. તેમના સિદ્ધાંતોએ આધુનિક વિજ્ઞાનનો પાયો નાખ્યો. તેઓ માનવીય મૂલ્યોની સરાહના કરનાર અને એ માટે જીવનું જોખમ ઉઠાવનાર ચિંતક હતા. તેમણે 1562માં નેપલ્સ ખાતે…
વધુ વાંચો >બ્રોનૉવ્સ્કી જૅકોબ
બ્રોનૉવ્સ્કી જૅકોબ (જ. 18 જાન્યુઆરી 1908, પોલૅન્ડ; અ. 22 ઑગસ્ટ 1974, ઈસ્ટ હૅમ્પટન, એન.વાય., યુ.એસ.) : જન્મે પોલૅન્ડના છતાં બ્રિટિશ ગણિતશાસ્ત્રી. તેમણે વિજ્ઞાનના માનવતાવાદી પાસાંઓની વિશ્વમાં તેમની વિશિષ્ટ વાક્પટુતા દ્વારા રજૂઆત કરી હતી. શિશુ-અવસ્થામાં જ તેમના કુટુંબે જર્મની અને ત્યારબાદ ઇંગ્લૅન્ડમાં સ્થળાંતર કર્યું. તેમણે કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરી વિશેષ…
વધુ વાંચો >ભાસ્કરાચાર્ય (2)
ભાસ્કરાચાર્ય (2) (ઈ. સ. 1144–1223) : ભારતીય જ્યોતિષશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. વેદ, કર્મકાંડ અને સાહિત્યના જ્ઞાતા. પિતાનું નામ મહેશ્વર ભટ્ટ. ગોત્ર શાંડિલ્ય, વંશ ત્રિવિક્રમ. જન્મનું સ્થળ : ભાસ્કરાચાર્યે કરેલા ઉલ્લેખ મુજબ – યાદવોની રાજધાની દેવગિરિ (દોલતાબાદ) પાસે સહ્યાદ્રિ ચાંદવડના પર્વતની પાસે વિજ્જલવિડ. ઉજ્જૈનની વેધશાળાના અધ્યક્ષ હતા અને ત્યાં જ મૃત્યુ પામ્યા.…
વધુ વાંચો >ભૂ-ગણિત
ભૂ-ગણિત (geodesy) : પૃથ્વીની સપાટીનું સર્વેક્ષણ અને નકશા તૈયાર કરવા અંગેનું વિજ્ઞાન. ભૂ-ગણિત દ્વારા સ્થાન, અંતર, દિશાઓ, ઊંચાઈ વગેરે બાબતો મળી રહે છે; જે સિવિલ ઇજનેરી નૌકાવ્યવહાર (navigation), જમીનોની હદ નક્કી કરતી સંસ્થાઓ વગેરે માટે ઉપયોગી બની રહે છે. ભૂ-ગણિતમાં પૃથ્વીનાં આકાર અને કદ, બાહ્ય ગુરુત્વાકર્ષણ-ક્ષેત્ર, ક્ષૈતિજ અને લંબક-દિશામાં નિયંત્રણો…
વધુ વાંચો >ભૂમિતિ (Geometry)
ભૂમિતિ (Geometry) ગણિતની એક શાખા, જેમાં ભૌમિતિક આકૃતિઓનાં આકાર, કદ અને સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. વળી આકાર, ખૂણા અને અંતર એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલાં છે તેનો અભ્યાસ પણ કરવામાં આવે છે. geo એટલે ભૂ–પૃથ્વી અને metron એટલે માપન. આ બે શબ્દો પરથી આ શબ્દ બન્યો છે. geometryનો અર્થ…
વધુ વાંચો >ભૌમિતિક રચનાઓ
ભૌમિતિક રચનાઓ અમુક નિશ્ચિત સાધનોના ઉપયોગ વડે ચોક્કસપણે ભૂમિતિની આકૃતિ દોરવાની વિધિ. નગરરચના, નહેરોનું બાંધકામ, ખેતીલાયક જમીનના જુદા જુદા આકારના ટુકડાઓનું માપન, શિલ્પકળા તથા ચિત્રકળા જેવાં માનવજીવન સાથે ગાઢ રીતે સંકળાયેલ કાર્યોમાં મુખ્યત્વે ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવે છે. આમ માનવ સંસ્કૃતિના વિકાસ સાથે ભૂમિતિનો વિકાસ થયો છે. ગ્રીક સંસ્કૃતિના ઉદય…
વધુ વાંચો >મહત્તમ અને લઘુતમ મૂલ્યો
મહત્તમ અને લઘુતમ મૂલ્યો (maximum–minimum values) : અપેક્ષિત બિંદુથી તદ્દન નજીકના બિંદુ પરનાં મૂલ્યો કરતાં વધારે કે ઓછાં સ્થાનિક મૂલ્યો. વિધેયનું y મૂલ્ય, અપેક્ષિત બિંદુથી તદ્દન નજીકના (આગળના કે પાછળના) બિંદુ પરનાં મૂલ્યો કરતાં વધારે હોય તો તે મૂલ્ય વિધેયનું સ્થાનિક મહત્તમ (local maximum) મૂલ્ય છે અને વિધેય દર્શાવતા વક્ર…
વધુ વાંચો >મહમ્મદ-ઇબ્ન-મૂસા-અલ-ખ્વારિઝ્મી
મહમ્મદ-ઇબ્ન-મૂસા-અલ-ખ્વારિઝ્મી (જ. 780, ઇરાક; અ. 850, બગદાદ) : અરબી ગણિતશાસ્ત્રી. તે અલ-મામુ અને અલ-મુઆઝીમ ખલીફના શાસનકાળ એટલે કે ઇસ્લામિક વિજ્ઞાનના સુવર્ણયુગ દરમિયાન થઈ ગયો. અલ-ખ્વારિઝ્મીએ હિંદુ અંકોનો અરબસ્તાન મારફતે યુરોપના દેશોને પરિચય કરાવ્યો. વળી શૂન્ય તેમજ સંખ્યા દર્શાવવા માટેની હિંદુ અરબ દશાંકપદ્ધતિનો પણ પરિચય કરાવ્યો. કિતાબ-અલજબ્ર-વા-અલમુકાબલા (The book on Integration…
વધુ વાંચો >