ગણિત

ઢબુ

ઢબુ : ઢબુ કે ઢબુ પૈસો નામે ઓળખાતો તાંબાનો સિક્કો. વસ્તુત: ઢબુ બે પૈસા કે છ પાઈની કિંમત બરાબર હતો. તેનું વજન પણ પૈસા કરતાં બમણું હતું. સ્થાનિક લોકો તેને ‘બેવડિયું કાવડિયું’ કે ‘બેવડિયો પૈસો’ પણ કહેતા. વડોદરા રાજ્યે ‘દોન પૈસે’ના નામે આ સિક્કો ચલાવેલો. બ્રિટિશ કંપની સરકાર તેમજ પાછળથી…

વધુ વાંચો >

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફંડામેન્ટલ રિસર્ચ

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR), મુંબઈ : ગણિતશાસ્ત્ર, સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાન, ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાન અને અંતરિક્ષ-કિરણોના ક્ષેત્રે મૌલિક સંશોધન માટે 1945માં મુંબઈ ખાતે સ્થાપવામાં આવેલું રાષ્ટ્રીય સંશોધનકેન્દ્ર. ભૌતિકવિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અદ્યતન સંશોધનની સુવિધાઓ સુલભ થાય તથા રાષ્ટ્રના યુવાન અને પ્રખર બૌદ્ધિકોને સંશોધનની તકો પૂરી પાડી શકાય એ હેતુથી આ સંસ્થા…

વધુ વાંચો >

તારાવિશ્વ-નિર્દેશાંકો

તારાવિશ્વ-નિર્દેશાંકો (galactic coordinators) : તારાવિશ્વનું સ્થાન દર્શાવતા યામો. તારાવિશ્વનાં સ્થાન વિષુવાંશ (right ascension–RA) અને વિષુવલંબ (declination-D)માં દર્શાવવામાં આવે છે, જેને તારાવિશ્વના નિર્દેશાંકો કહે છે; દા. ત., તારાવિશ્વના ઉત્તરધ્રુવના નિર્દેશાંક RA 12 કલાક 49 મિનિટ અને D. + 27° 24´ છે. તારાવિશ્વના શૂન્યતા-નિર્દેશાંકો, જે તારાવિશ્વની નાભિની દિશા દર્શાવે છે, તેના RA…

વધુ વાંચો >

તારીખ, તિથિ, દિનાંક

તારીખ, તિથિ, દિનાંક (calendar-day) : પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્ર પૂરું કરતાં લાગતો સમય. પૃથ્વી સૂર્ય આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 વર્ષ કહેવાય. ચંદ્ર પૃથ્વી આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 માસ કહેવાય. પૃથ્વી પોતાની ધરી આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1…

વધુ વાંચો >

ત્રિકોણ

ત્રિકોણ (triangle) : ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થતી અને પરસ્પર છેદતી રેખાઓનાં છેદનબિંદુઓથી મળતા રેખાખંડોથી બનતી આકૃતિ. છેદબિંદુઓને ત્રિકોણનાં શિરોબિંદુ (vertex) કહે છે. સમતલ પર આવેલા ત્રિકોણને સમતલ ત્રિકોણ અને ગોલક પર આવેલા ત્રિકોણને  ગોલીય (spherical) ત્રિકોણ કહે છે. સમતલ ત્રિકોણો : સમતલ પરના ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ A,B…

વધુ વાંચો >

ત્રિકોણમિતિ

ત્રિકોણમિતિ (trigonometry) : ત્રિકોણમિતીય વિધેયની મદદથી ત્રિકોણના સંઘટકો (બાજુઓ અને ખૂણાઓ) શોધવા માટે વપરાતી ગણિતની શાખા. ઇજનેરી, મોજણી, સ્થાપત્ય, વહાણવટું અને ખગોળશાસ્ત્ર જેવાં ક્ષેત્રમાં તે ભારે ઉપયોગી છે. ખગોળમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારાઓની ગતિનો અભ્યાસ કરવા અને અન્ય ગણતરીઓ કરવા અત્યંત પ્રાચીન કાળમાં તે શાખાનો ઉદભવ થયો. ગ્રીક ખગોળશાસ્ત્રીઓ…

વધુ વાંચો >

દ´કાર્ત, રેને

દ´કાર્ત, રેને (જ. 31 માર્ચ 1596, લા-હાયે, જિલ્લો તુરીન, ફ્રાન્સ; અ. 1 ફેબ્રુઆરી 1650, સ્ટૉકહોમ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, વૈજ્ઞાનિક અને ફિલસૂફ. બાળપણથી જ અસાધારણ બુદ્ધિશાળી દ´કાર્તને લા-ફ્લોચેમાં નવી શરૂ થયેલી રૉયલ કૉલેજમાં મૂકવામાં આવ્યા. દશ વર્ષ સુધી ત્યાં તેમણે શિક્ષણ મેળવ્યું. ગણિતશાસ્ત્ર તરફ તેમને ખાસ અભિરુચિ હતી. 1616માં તેમણે પ્વૅટિયે…

વધુ વાંચો >

દશાંશપદ્ધતિ

દશાંશપદ્ધતિ : સંખ્યા 10ના આધાર પર બધી સંખ્યાઓને વ્યક્ત કરતી પદ્ધતિ. સામાન્ય રીતે બધી સંખ્યાઓને આ જ પદ્ધતિમાં લખાય છે; દા. ત. 89573 એ રીતે વ્યક્ત કરાતી સંખ્યા 80000 + 9000 + 500 + 70 + 3 છે. આમ 89573માં 8 તે ખરેખર 80000 છે, 9 તે 9000 છે, 5…

વધુ વાંચો >

દ્વિત્વ

દ્વિત્વ (duality) : ગણિતમાં કેટલીક વાર એવું બને છે કે અમુક તર્કસિદ્ધ વિધાન કે પ્રમેયમાં અમુક બે પદોની તથા અમુક બે પ્રક્રિયાઓની એકસામટી અદલાબદલી કરવામાં આવે તો જે નવું વિધાન મળે તે પણ તર્કસિદ્ધ એટલે કે સાચું જ હોય. આને દ્વિત્વનો સિદ્ધાંત કહે છે; દા. ત., ગણસિદ્ધાંતમાં નીચેનું વિધાન લઈએ…

વધુ વાંચો >

દ્વિપદી પ્રમેય

દ્વિપદી પ્રમેય (binomial theorem) : આઇઝેક ન્યૂટને ઈ. સ. 1665માં રજૂ કરેલો બે પદના વિસ્તરણનો સિદ્ધાંત. n ∈ N માટે(a + b)nનું વિસ્તરણ સૂત્ર (a + b)n = nC0an + nC1 an–1b + nC2an–2b2 + ………. + nCran–rbr + …… + nCn bn …………………….(i) છે. આ સૂત્રમાં a અને b એમ…

વધુ વાંચો >