ખગોળ

સૌર તિથિપત્ર (solar calendar)

સૌર તિથિપત્ર (solar calendar) : સૌર વર્ષને આધારે રચાયેલ તિથિપત્ર. આકાશી ગોલક પર તારામંડળોના સંદર્ભમાં સૂર્યના સ્થાનના ક્રમિક પુનરાગમન વચ્ચેનો ગાળો એ સૌર વર્ષ ગણાય. માનવસંસ્કૃતિના ઉદય સમયે તો આશરે 30 દિવસના ગાળે સર્જાતું ચંદ્રનું કળાચક્ર અને લગભગ 360 દિવસનાં આવાં 12 કળાચક્રો સાથે ઋતુચક્ર તેમજ સૌર વર્ષના, ઉપરછલ્લી નજરે…

વધુ વાંચો >

સૌર નિહારિકા (solar nebula)

સૌર નિહારિકા (solar nebula) : એક વાયુમય નિહારિકાના સંઘનન (condensation) દ્વારા સૂર્ય અને ગ્રહો ઉત્પન્ન થયા હશે એ પ્રકારની પરિકલ્પના. તે ‘નિહારિકા સિદ્ધાંત’ (nebular hypothesis) તરીકે પણ ઓળખાય છે. 1755માં જર્મન ફિલસૂફ ઇમેન્યુએલ કૅન્ટે (Immanuel Kant) એવું સૂચન કર્યું હતું કે ધીમી ગતિથી ચાક લેતી એક નિહારિકા તેના પોતાના ગુરુત્વાકર્ષણ…

વધુ વાંચો >

સૌર ન્યૂટ્રિનો

સૌર ન્યૂટ્રિનો : સૂર્યની અંદર પ્રવર્તતી ન્યૂક્લિયર (ખાસ સંલયન) પ્રક્રિયા દરમિયાન પેદા થતા વિદ્યુતભારવિહીન, શૂન્યવત્ દળ અને પ્રચક્રણ ધરાવતા મૂળભૂત કણો. ન્યૂટ્રિનો નહિવત્ (શૂન્યવત્) દળ ધરાવતો હોય. જ્યારે માધ્યમમાં થઈને પસાર થાય છે ત્યારે તે ભાગ્યે જ તેના કણો સાથે આંતરક્રિયા કરે છે. આપણા શરીરમાં થઈને પળે પળે કેટલાય ન્યૂટ્રિનો…

વધુ વાંચો >

સૌર પવન (solar wind)

સૌર પવન (solar wind) : સૂર્ય દ્વારા સતત ઉત્સર્જિત આંતરગ્રહીય અવકાશમાં પ્રસરતો વીજાણુ સ્વરૂપનો વાયુપ્રવાહ. 1896માં બર્કલૅન્ડ (Birkland) નામના ભૂભૌતિક વિજ્ઞાની(Geophysicits)એ કેટલાંક અવલોકનો પરથી તારવણી કરી કે સૂર્યના કેટલાક વિસ્તારો પરથી અવારનવાર વિસ્ફોટક રીતે વીજભાર ધરાવતા કણોનું ઉત્સર્જન થતું હોવું જોઈએ અને આ કણોના પ્રવાહના માર્ગમાં પૃથ્વી આવે ત્યારે પૃથ્વી…

વધુ વાંચો >

સૌર વલય-ગુહા (Heliosphere)

સૌર વલય-ગુહા (Heliosphere) : સૌર પવનો (solar wind) તરીકે ઓળખાતા સૂર્ય દ્વારા ઉત્સર્જિત વીજાણુ પ્રવાહને કારણે સૂર્ય ફરતો સર્જાતો એક વિશાળ વિસ્તાર. આ વિસ્તારને ચોક્કસ સીમા નથી, પરંતુ વિસ્તાર પ્લૂટોની કક્ષા(એટલે કે સૂર્ય-પૃથ્વીના અંતરથી પચાસ ગણા અંતર)ની બહાર આવેલો છે. આ વિસ્તારનું સર્જન સૌર પવનોના વીજાણુઓ સાથે જકડાયેલ ચુંબકીય ક્ષેત્રે…

વધુ વાંચો >

સ્ટ્રૉમગ્રેન ગોલક

સ્ટ્રૉમગ્રેન ગોલક  : નવસર્જિત દળદાર તારાઓને ફરતો, તેમના દ્વારા ઉત્સર્જિત X અને અલ્ટ્રાવાયોલેટ વિકિરણોના પ્રભાવ નીચે સર્જાતો સંપૂર્ણપણે વીજાણુ અવસ્થામાં પરિવર્તિત થયેલ હાઇડ્રોજન વાયુનો વિસ્તાર. [વધુ દળદાર તારાઓ ફરતો આ પ્રકારનો તારાની વધુ નજીક હિલિયમ વાયુનો વિસ્તાર પણ સર્જાય છે.] સૂર્ય કરતાં ચારથી પાંચગણા દળદાર તારાઓ સૂર્ય કરતાં આશરે સોગણી…

વધુ વાંચો >

સ્પુટનિક ઉપગ્રહ-શ્રેણી

સ્પુટનિક ઉપગ્રહ-શ્રેણી : સોવિયેત સંઘ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવેલા ઉપગ્રહોની શ્રેણી. સ્પુટનિક–1 : 4 ઑક્ટોબર 1957ના રોજ દુનિયાનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક પ્રક્ષેપિત કરવામાં આવેલો. તેનો અર્થ રશિયન ભાષામાં ‘સહયાત્રી’ – Fellow Traveller થાય છે. સ્પુટનિક–1 ઉપગ્રહની ભ્રમણકક્ષા લંબ-વર્તુળાકાર હતી. તેમાં પૃથ્વીથી તેનું ન્યૂનતમ અંતર 229 કિમી. અને અધિકતમ અંતર…

વધુ વાંચો >

સ્પેક્ટ્રમ સ્પેક્ટ્રોસ્કોપ અને સ્પેક્ટ્રમશાસ્ત્ર (Spectrum Spectroscope & Spectroscopy)

સ્પેક્ટ્રમ, સ્પેક્ટ્રોસ્કોપ અને સ્પેક્ટ્રમશાસ્ત્ર (Spectrum, Spectroscope, Spectroscopy) વર્ણપટ, તેના અભ્યાસ માટેનું ઉપકરણ અને વિજ્ઞાન. ભૂમિકા : સફેદ રંગના પ્રકાશ રૂપે અનુભવાતું પ્રકાશનું કિરણ વાસ્તવમાં તો જુદા જુદા સાત રંગોની અનુભૂતિ કરાવતા ઘટકોનું મિશ્રણ છે; એ હકીકત તો સૂર્યના કિરણને પ્રિઝમ(prism)માંથી પસાર કરતાં તે તેના ઘટકોમાં વિભાજિત થાય છે, એ પ્રયોગ…

વધુ વાંચો >

સ્વરૂપ ગોવિંદ

સ્વરૂપ, ગોવિંદ : જુઓ ગોવિંદ સ્વરૂપ

વધુ વાંચો >

સ્વસ્તિક તારામંડળ (Crux)

સ્વસ્તિક તારામંડળ (Crux) : ચાર તારાઓનું બનેલું નાનું પણ ઉઠાવદાર મંડળ. આકાશનું તે સહુથી નાનું તારામંડળ છે. સ્વસ્તિકનો આકાર ‘ક્રૉસ’ એટલે કે ખ્રિસ્તી ધર્મના એક ચિહન યા ઈસુના વધસ્તંભ (ક્રૂસ) જેવો છે. એટલે તેનું પાશ્ચાત્ય નામ ‘ક્રક્સ’ (Crux) છે. તેને ‘સધર્ન ક્રૉસ’ (The Southern Cross / દક્ષિણી ક્રૉસ) અથવા ‘ક્રક્સ…

વધુ વાંચો >