ખગોળ
બોડેનો નિયમ
બોડેનો નિયમ : જુદા જુદા ગ્રહોનાં સૂર્યથી અંતર દર્શાવવા માટેની યોજના. યુરેનસ, નેપ્ચ્યૂન અને પ્લૂટો જેવા ગ્રહોની શોધ થઈ તે પહેલાં, આ યોજનાનો ખ્યાલ સૌપ્રથમ વાર જર્મન ગણિતશાસ્ત્રી જોહાન ડી. ટિટિયસે 1766માં આપ્યો હતો. જર્મન ખગોળવિદ જોહાન ઇ. બોડેએ 1772માં આ નિયમ પ્રસિદ્ધ કર્યો. ત્યારથી આ નિયમ બોડેના નિયમ તરીકે…
વધુ વાંચો >બ્રહ્મમંડળ
બ્રહ્મમંડળ (Auriga) : તે નામે ઓળખાતું તારામંડળ (constellation). તેને કેટલીક વખત સારથિ પણ કહે છે. આકાશગંગા(milky way)ના માર્ગ ઉપર શર્મિષ્ઠા (cassiopeia) અને મિથુન (gemini) વચ્ચે યયાતિ (perseus) અને બ્રહ્મમંડળ આવેલ છે. બ્રહ્મમંડળ યયાતિ અને મિથુન વચ્ચે છે. આ તારામંડળની અંદર મહત્વનો એક તારો બ્રહ્મહૃદય (capella) છે. તે મહત્તમ તેજસ્વિતા ધરાવતો…
વધુ વાંચો >બ્રહ્માંડવિદ્યા
બ્રહ્માંડવિદ્યા (cosmology) : વિશ્વની ઉત્પત્તિ, તેની બૃહત્-માન (large-scale) સંરચના, ઉત્ક્રાંતિ, તેમાં રાસાયણિક તત્વોના ઉદભવ, ગતિકી (dynamics) અને તેના સમગ્ર વિકાસનો અભ્યાસ. વિશ્વનું કેવી રીતે નિર્માણ થયું, ભૂતકાળમાં તેની અંદર શું શું બની ગયું અને ભવિષ્યમાં સંભવત: શું શું બનશે વગેરે બાબતોની તે સમજૂતી આપે છે. ખગોળવિદોએ વિશ્વની બાબતે ખાસ ત્રણ…
વધુ વાંચો >બ્રાહે, ટાયકો
બ્રાહે, ટાયકો (જ. 14 ડિસેમ્બર 1546, નુડસ્ટ્રુપ, દક્ષિણ સ્વીડન; અ. 24 ઑક્ટોબર 1601, પ્રાગ) : ડેન્માર્કનો ખગોળશાસ્ત્રી. મહત્વનાં તારાપત્રકો બનાવનાર; દૂરબીન શોધાયા પહેલાંનો મહાન આકાશ-નિરીક્ષક. અત્યંત ચોકસાઈથી તારાઓનાં સ્થાન નિર્ધારિત કરનાર અને ગ્રહોની ગતિ માપનાર એક અસાધારણ વેધકાર. ટાયકો ડેન્માર્કના ઉમરાવ કુટુંબનું સંતાન હતો. તેના પિતાનું નામ ઑટો બ્રાહે (Otto…
વધુ વાંચો >બ્રૂનો, ગિયોદાર્નો
બ્રૂનો, ગિયોદાર્નો (જ. 1548, નોલા નેપલ્સ; અ. 17 ફેબ્રુઆરી 1600 રોમ) : જાણીતા ઇટાલિયન તત્વચિંતક, ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને ગૂઢવાદી ચિંતક. સાચું નામ ફિલિપ્પો બ્રૂનો, ઉપનામ ‘ઈલ નોલાનો’. તેમના સિદ્ધાંતોએ આધુનિક વિજ્ઞાનનો પાયો નાખ્યો. તેઓ માનવીય મૂલ્યોની સરાહના કરનાર અને એ માટે જીવનું જોખમ ઉઠાવનાર ચિંતક હતા. તેમણે 1562માં નેપલ્સ ખાતે…
વધુ વાંચો >બ્રૅડલી, જેમ્સ
બ્રૅડલી, જેમ્સ (જ. માર્ચ 1693, શેરબોર્ન, ગ્લૉસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ; અ. 13 જુલાઈ 1762, ચૅલ્ફર્ડ, ગ્લૉસ્ટરશાયર) : તારાના પ્રકાશની પથભ્રષ્ટતા (aberration of starlight) અને પૃથ્વીની ધરીના ડોલન અથવા ધૂનન(nutation)ની શોધ કરનાર, અને એના દ્વારા ખગોલમિતિ(Positional astronomy)ના વિકાસમાં મહત્વનું પ્રદાન કરનાર અંગ્રેજ ખગોળશાસ્ત્રી. પ્રકાશનો વેગ એના જેટલી સૂક્ષ્મતાથી અગાઉ કોઈએ માપ્યો ન હતો.…
વધુ વાંચો >બ્લૅક હોલ
બ્લૅક હોલ : પ્રચંડ ગુરુત્વાકર્ષણબળ ધરાવતો નાનો, અતિશય ભારે અને અદૃશ્ય ખગોલીય પિંડ. તે એટલું બધું પ્રચંડ ગુરુત્વાકર્ષીય ક્ષેત્ર ધરાવે છે કે તેની આસપાસનો અવકાશ સાપેક્ષવાદ(relativity)ના સિદ્ધાંત મુજબ વક્ર બને છે અને ગુરુત્વાકર્ષીય સ્વબંધ(self closure) રચે છે. એટલે કે એવો વિસ્તાર રચાય છે જેમાંથી કોઈ પણ કણ અથવા ફોટૉન (પ્રકાશ)…
વધુ વાંચો >ભટ્ટ, હરિહર પ્રાણશંકર
ભટ્ટ, હરિહર પ્રાણશંકર (જ. 1 મે 1895, વેકરિયા, સૌરાષ્ટ્ર; અ. 10 માર્ચ 1978, અમદાવાદ) : ખગોળવિદ, સત્યાગ્રહી અને ગુજરાતી કવિ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં અને ઉચ્ચ શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં. બી.એ. થયા પછી અકોલા(મહારાષ્ટ્ર)ની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક. 1919–30 દરમિયાન સાબરમતી આશ્રમમાં સેવાકાર્ય કર્યું. વિરમગામ ટુકડી સાથે ધરાસણા મીઠા સત્યાગ્રહમાં જોડાયા. પોલીસે…
વધુ વાંચો >ભાસ્કરાચાર્ય (1)
ભાસ્કરાચાર્ય (1) (ઈ. સ. 600) : આર્યભટ્ટના શિષ્ય. લઘુભાસ્કરીય અને મહાભાસ્કરીય ગ્રંથોના રચયિતા. તેમણે આર્યભટ્ટના ખગોળશાસ્ત્રના સિદ્ધાંતો વિકસાવ્યા અને તેના પર ભાષ્ય રચ્યું. પહેલા પરિમાણના અનિશ્ચિત સમીકરણના ક્ષેત્રમાં તેમનો મોટો ફાળો છે. તેના ખગોળશાસ્ત્રમાં થતા ઉપયોગ અંગેનાં ઉદાહરણ પણ તેમણે આપેલાં છે. તેમના જીવન વિશે વધુ માહિતી મળતી નથી. શિવપ્રસાદ…
વધુ વાંચો >ભૂ-કિરીટ
ભૂ-કિરીટ (Geo-corona) : પૃથ્વીના વાયુમંડળનો સહુથી બહારનો ભાગ કે ઘટક. આ ભાગ મુખ્યત્વે હાઇડ્રોજન અને જૂજ માત્રામાં હિલિયમ વાયુ-વાદળના પ્રભામંડળ (halo) વડે બનેલો માનવામાં આવે છે. તેનો વિસ્તાર 50,000 કિમી.થી પણ વધુ અંદાજવામાં આવ્યો છે. આ ભૂ-કિરીટ, સૂર્યના લાઇમૅન-આલ્ફા વિકિરણ(Lyman-alpha radiation)નું પ્રકીર્ણન કરે છે, જેને કારણે દીપ્તિ ઉદભવે છે. આ…
વધુ વાંચો >