ખગોળ
પ્રેસિડંસી કૉલેજ ઑબ્ઝર્વેટરી
પ્રેસિડંસી કૉલેજ ઑબ્ઝર્વેટરી, કલકત્તા : અઢારમી અને ઓગણીસમી સદીમાં કૉલકાતામાં ખગોલીય નિરીક્ષણો માટે આધુનિક જે ત્રણેક વેધશાળાઓ સ્થાપવામાં આવી તેમાંની એક. અન્ય બે તે ‘કલકત્તા ઑબ્ઝર્વેટરી’ અને ‘સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઑબ્ઝર્વેટરી’ છે. આ પૈકી કલકત્તા ઑબ્ઝર્વેટરી સૌ પહેલાં 1825માં સ્થાપવામાં આવી. એ પછી 1875માં ‘સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઑબ્ઝર્વેટરી’ની સ્થાપના થઈ…
વધુ વાંચો >પ્લૂટો
પ્લૂટો : દૂરબીન વડે પણ ન જોઈ શકાય તેવો સૂર્યમંડળનો દૂર છેવાડે આવેલો ગ્રહ. ખૂબીની વાત તો એ છે કે ગણિતીય તારણોને આધારે નેપ્ચૂન અને પ્લૂટોની શોધ થયેલી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતર કરતાં સૂર્ય અને પ્લૂટો વચ્ચેનું અંતર 39ગણું વધારે છે. સૂર્યથી પ્લૂટોનું અંતર 5,90,01,00,000 કિમી. છે. તેની…
વધુ વાંચો >પ્લૅનેટેરિયમ
પ્લૅનેટેરિયમ : આકાશનું યથાર્થ વર્ણન કરતા ઘુમ્મટની છત ઉપર તારા અને ગ્રહોની ગતિના પ્રકાશીય પ્રક્ષેપણ માટેની પ્રયુક્તિ. પ્લૅનેટેરિયમને આકાશદર્શન માટેની બારી ગણી શકાય. અર્ધગોળાકાર ઘુમ્મટની છત ઉપર તારા, સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને આકાશીય પદાર્થોનું પ્રક્ષેપણની રીતે દર્શન કરી શકાય છે. તેના દ્વારા પૃથ્વી ઉપરથી તેમની ગતિનો ખ્યાલ મેળવી શકાય છે.…
વધુ વાંચો >ફાઉલર, વિલિયમ આલ્ફ્રેડ
ફાઉલર, વિલિયમ આલ્ફ્રેડ (જ. 9 ઑગસ્ટ 1911, પિટ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 1995, પેન્સિલવેનિયા, યુ.એસ.) : અમેરિકન ન્યૂક્લિયર ખગોળભૌતિકવિજ્ઞાની. વિશ્વમાં રાસાયણિક તત્વોના નિર્માણમાં અતિ મહત્વનું સ્થાન ધરાવતી ન્યૂક્લિયર પ્રક્રિયાઓ(nuclear reactions)ના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અભ્યાસ બદલ ફાઉલરને, જન્મે ભારતીય પણ યુ.એસ. નાગરિક એવા સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર સાથે સંયુક્તપણે 1983નો ભૌતિકવિજ્ઞાન માટેનો નોબેલ પુરસ્કાર…
વધુ વાંચો >ફ્રેકોસ્ટોરો ગિરોલામો
ફ્રેકોસ્ટોરો ગિરોલામો (જ. 1478, વેરોના, ઇટાલી; અ. 8 ઑગસ્ટ, 1553) : ‘હિરોનિમસ ફ્રેકેસ્ટોરિયસ’ તરીકે ઓળખાતા એક રોગચિકિત્સક, સાહિત્યકાર અને ખગોળશાસ્ત્રી. તેમની પ્રતિભા વિવિધમુખી હતી. યુરોપમાં 1300થી 1600નો સમયગાળો રેનેસાંસ તરીકે ઓળખાય છે. તે સમયમાં યુરોપમાં સાહિત્ય, કલા, ખગોળ અને તબીબી ક્ષેત્રે ખૂબ પ્રગતિ સાધેલી જણાય છે. પેડુઆ યુનિવર્સિટીમાં ફ્રેકોસ્ટોરો જાણીતા…
વધુ વાંચો >ફ્લેમસ્ટીડ, જૉન
ફ્લેમસ્ટીડ, જૉન (જ. 1646; અ. 1719) : સત્તરમી સદીના અંગ્રેજ ખગોળશાસ્ત્રી. તેમણે 1676માં લંડનના પરા ગ્રિનિચ ખાતે રાજવી વેધશાળા(Royal Observatory)ની સ્થાપના કરી. આ વેધશાળા ખાતે તેમણે ચંદ્ર, ગ્રહો અને તારાઓનાં સ્થાનોને લગતાં પદ્ધતિસરનાં અવલોકનો અને અધ્યયનો કર્યાં. તેમનાં આ તમામ અવલોકનો 1725માં Historia Coelestis Britanicaમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં. ફ્લેમસ્ટીડ, ઇંગ્લૅન્ડની…
વધુ વાંચો >ફ્લૅશ સ્પેક્ટ્રમ
ફ્લૅશ સ્પેક્ટ્રમ : ખગ્રાસ સૂર્યગ્રહણ વખતે, જ્યારે ચંદ્રના બિંબ વડે સૂર્ય સંપૂર્ણ ઢંકાઈ જવાની છેલ્લી ક્ષણોમાં હોય ત્યારે સૂર્યના અતિ તેજસ્વી ફોટોસ્ફિયરના આવરણની ઉપર આવેલું ક્રોમોસ્ફિયરનું આવરણ થોડીક ક્ષણ માટે તામ્રરંગી પ્રકાશથી ઝળહળી ઊઠવાની ઘટના. આ ઘટના ‘ફ્લૅશ’ તરીકે ઓળખાય છે. આમ તો સામાન્યત: ફોટોસ્ફિયરના તેજને કારણે ક્રોમોસ્ફિયર જોઈ શકાતું…
વધુ વાંચો >બર્નાર્ડ, એડવર્ડ
બર્નાર્ડ, એડવર્ડ (જ. 1857, નૅશવિલે, ટેનેસી; અ. 1923) : ખ્યાતનામ ખગોળશાસ્ત્રી. તેમણે એક અત્યંત મહત્વની કામગીરીરૂપે સમગ્ર આકાશની પદ્ધતિસર મોજણી (survey) કરી; જે વિસ્તારોમાં તારાનું અસ્તિત્વ ન જણાયું તે વિસ્તારોને તેમણે ‘શ્યામ નિહારિકા’ (Black Nebula) તરીકે ઓળખાવ્યા. તે માટે તેમણે એવું ચોક્કસ તારણ કાઢ્યું કે એ વિસ્તારો ખરેખર તો કોઈ…
વધુ વાંચો >બર્નાર્ડનો તારો
બર્નાર્ડનો તારો : સર્પધર (Ophiucus) નામે ઓળખાતા તારકમંડળમાં આવેલો નવમી શ્રેણીનો એક ઝાંખો તારો. તેની શોધ બર્નાર્ડ નામના ખગોળવેત્તાએ 1916માં કરી હતી. ‘આલ્ફા સેન્ટોરી’ નામે ઓળખાતું 3 તારાનું જોડકું આપણાથી 4.3 પ્રકાશવર્ષ દૂર આવેલું છે જે પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. ત્યારબાદ બર્નાર્ડનો તારો 6 પ્રકાશવર્ષ દૂર આવેલો અને પૃથ્વીની…
વધુ વાંચો >બાહ્ય ગ્રહો
બાહ્ય ગ્રહો : સૌરમંડળની બહારના ગ્રહો. રાત્રિના આકાશમાં જે તારાઓ ટમટમતા દેખાય છે તે બધા મહદંશે તો આપણા સૂર્યના પ્રકારના જ વિરાટ વાયુપિંડો છે અને તેમના વિરાટ દળ(સૂર્યનું દળ = 2 × 1030 કિગ્રા.)ને કારણે તેમના કેન્દ્રમાં ઉદભવતા પ્રચંડ દબાણ અને કરોડ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચા તાપમાનને કારણે તેમના કેન્દ્રભાગમાં…
વધુ વાંચો >