ખગોળ
ધનુ–અ
ધનુ–અ (Sagittarius–A) : રેડિયો-તરંગો છોડતો અસામાન્ય સ્રોત. ધનુ તારકમંડળમાં આ વિસ્તારના ર્દષ્ટિ-નિરીક્ષણ(optical observation)માં અવરોધ કરતાં વાયુ અને ધૂળનાં સઘન વાદળ પાછળ 10,000 પારસેક એટલે કે 30,000 પ્રકાશવર્ષ(light-year)ના અંતરે એ રેડિયો-તરંગો છોડતો અસામાન્ય સ્રોત આવેલો છે. રેડિયો-તરંગો વડે એ વિસ્તારના લેવાયેલા નકશા મૂંઝવણભર્યું ચિત્ર રજૂ કરે છે. ત્યાં 1.6 પારસેકના કદનું…
વધુ વાંચો >ધૂમકેતુ
ધૂમકેતુ : સામાન્ય પરિભાષામાં ‘પૂંછડિયા તારા’ તરીકે ઓળખાતો ખગોલીય પદાર્થ. આ પદાર્થના મસ્તકના ભાગે તારા જેવું ચમકતું બિંદુ અને તેમાંથી પૂંછડી અથવા તો સાવરણી આકારે આછું પ્રકાશિત વાદળ ઉદભવતું હોય તેવું ર્દશ્ય રચાતું હોવાથી તેને ‘પૂંછડિયો તારો’ કહે છે. આ પ્રકારના પદાર્થો સૂર્યમાળાના જ સદસ્યો છે અને તે બરફીલા ખડકોના…
વધુ વાંચો >ધ્રુવનો તારો
ધ્રુવનો તારો (North Star) : ઉત્તર ધ્રુવ ઉપર બરાબર મથાળે આવેલો સ્થિર અને ર્દશ્ય તારો. તેને ધ્રુવતારો (Polaris) પણ કહે છે. ધ્રુવતારાની પાસે આવેલ આ ધ્રુવબિંદુ આકાશના બધા જ્યોતિઓનું ચકરાવા-કેન્દ્ર (center of rotation) છે. ધ્રુવ મત્સ્ય તારકમંડળ(ursa minor constellation)નો સૌથી વધારે તેજસ્વી તારો છે. ધ્રુવતારો ભૌગોલિક ધ્રુવ છે જ્યાં બધાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નભોમંડળનો નકશો
નભોમંડળનો નકશો : જુઓ, ખગોળશાસ્ત્ર.
વધુ વાંચો >નરાશ્વ – અ (Centaurus – A)
નરાશ્વ – અ (Centaurus – A) : નરાશ્વ તારકમંડળમાં આવેલી આકાશગંગા. તેના જય-વિજય તારાની નજીકથી, જેમ આપણી આકાશગંગા, મંદાકિની (milky way) પસાર થાય છે, તેમ NGC 5128 (New Generation Catalogue) એટલે કે નરાશ્વ અ (Centaurus – A) નામની એક આકાશગંગા, એ તારકમંડળમાં જ આવેલી છે. 170 લાખ પ્રકાશવર્ષ દૂર આવેલી…
વધુ વાંચો >નરાશ્વ તારકમંડળ (Centaurus)
નરાશ્વ તારકમંડળ (Centaurus) : રાત્રિ આકાશમાં નર અને અશ્વના સંયોજનરૂપ દેખાતી તારાકૃતિ. આ તારકમંડળનું અનોખું મહત્ત્વ છે. કેમ કે સૂર્યને બાદ કરતાં પૃથ્વીથી સૌથી નજીકનો તારો તેમાં આવેલો છે. આ તારકમંડળમાં પહેલા વર્ગના બે, બીજા વર્ગના બે અને ત્રીજા-ચોથા વર્ગના અનેક તારાઓ છે. ભારતીય પુરાણકથા મુજબ ઋષિઓને પણ રજા વિના…
વધુ વાંચો >નાક્ષત્રિક કાલ (sidereal time)
નાક્ષત્રિક કાલ (sidereal time) : ખગોલીય ઉપયોગ માટે, તારાઓના સ્થાન ઉપર આધારિત સમયગણતરી. વ્યવહારમાં સમયની ગણતરી સૂર્યના સ્થાનને આધારે લેવામાં આવે છે. આ સામાન્ય ઉપયોગમાં આવતો સમય મુલકી (civil) સમય તરીકે ઓળખાય છે. પૃથ્વીના સૂર્યની આસપાસના ભ્રમણને કારણે તારાઓના સંદર્ભમાં સૂર્યનું સ્થાન દરરોજ 1 અંશ પૂર્વ તરફ ખસતું રહે છે.…
વધુ વાંચો >નાન્સી રેડિયો
નાન્સી રેડિયો : જુઓ, પૅરિસ વેધશાળા, ફ્રાન્સ
વધુ વાંચો >નાયગામવાળા કાવસજી દાદાભાઈ
નાયગામવાળા, કાવસજી દાદાભાઈ : જુઓ, મહારાજા તખ્તસિંહજી વેધશાળા, પુણે.
વધુ વાંચો >