ખગોળ
ખગોલીય નકશા
ખગોલીય નકશા : ખગોલીય પદાર્થો અંગેની માહિતી રેખાંકન કે ફોટા રૂપે દર્શાવતા નકશા. ખગોલીય નકશા બે પ્રકારના હોય છે. પહેલા પ્રકારમાં વિવરણ, સારણી અને આલેખ આપવામાં આવે છે જ્યારે બીજા પ્રકારમાં ફોટોગ્રાફિક સર્વેક્ષણનાં પરિણામ રજૂ કરવામાં આવે છે. આર્થર પી. નૉર્ટનનો ‘નૉર્ટન્સ સ્ટાર ઍટલસ ઍન્ડ રેફરન્સ હૅન્ડબુક’ (1973) અને એલન…
વધુ વાંચો >ખગોલીય નિર્દેશાંક
ખગોલીય નિર્દેશાંક (astronomical constants) : સૂક્ષ્મતાપૂર્વક માપવામાં આવેલા કે નિર્ધારિત કરવામાં આવેલા અને ખગોળશાસ્ત્રમાં મૂળભૂત મહત્વ ધરાવતા નિર્દેશાંક. સમય, દ્રવ્યમાન અને લંબાઈના ખગોલીય એકમોની વ્યાખ્યા નીચે મુજબ છે : સમયનો ખગોલીય એકમ = એક અહોરાત્ર (D) (= 86,400 સેકન્ડ)નો સમયગાળો સમયનો ખગોલીય મોટો એકમ 1 જુલિયન સદી =…
વધુ વાંચો >ખગોલીય યુગગણના
ખગોલીય યુગગણના : ખગોલીય પદાર્થોનું વયનિર્ધારણ. પૃથ્વી, ઉલ્કા (meteorite) અને ચંદ્રખડકોના નમૂનાનું પ્રયોગશાળામાં રેડિયો-ઍક્ટિવિટીના અવલોકન ઉપરથી વય નક્કી કરવામાં આવે છે. યુરેનિયમ (અર્ધ-આયુ 5 x 109વર્ષ) પદ્ધતિમાં ખડકના નમૂનામાં રહેલા યુરેનિયમ, હિલિયમ અને સીસાનું પ્રમાણ નક્કી કરીને વયનિર્ધારણ થાય છે. રૂબિડિયમનું સ્ટ્રૉન્શિયમના સમક્રમાંકમાં રૂપાન્તર (અર્ધ-આયુકાળ 61 x 109વર્ષ) થવાનું પ્રમાણ…
વધુ વાંચો >ખગોલીય વેધશાળા
ખગોલીય વેધશાળા ખગોલીય વેધ લેવા માટેનું સ્થળ. સંસ્કૃત શબ્દ ‘વેધ’ विध् ધાતુ ઉપરથી બનેલો છે. विध् એટલે વીંધવું. અહીં ર્દષ્ટિ વડે ખગોલીય જ્યોતિને વીંધવામાં, અર્થાત્, તેનું અવલોકન લેવામાં આવે છે. ગ્રહો, તારા, સૂર્ય-ચંદ્ર વગેરે આકાશીય પિંડોની ગતિ, સમય વગેરેને લગતા નિરીક્ષણ જેવું કામ. જ્યાં આ પ્રકારનું કામ થતું હોય અને…
વધુ વાંચો >ખગોલીય સારણીઓ
ખગોલીય સારણીઓ : ખગોલીય પદાર્થ અંગે જરૂરી માહિતીને સારણી રૂપે રજૂ કરતો માહિતીસંગ્રહ. આ સારણી અને નકશાઓ ખગોળશાસ્ત્રીઓના રોજબરોજના કાર્ય માટે તથા ઐતિહાસિક દસ્તાવેજ તરીકે પણ બહુ ઉપયોગી બને છે. સારણી મુખ્યત્વે ત્રણ કક્ષાની હોય છે : શોધયાદી (finding list), સ્થાન-સૂચક સારણી અને વિશિષ્ટ સારણી. શોધયાદીમાં, તારક-અભ્યાસીઓને સામાન્ય રીતે જરૂર…
વધુ વાંચો >ખગોળના કૂટ પ્રશ્નો
ખગોળના કૂટ પ્રશ્નો : ખગોળશાસ્ત્ર અને બ્રહ્માંડવિજ્ઞાન- (cosmology)ના એવા પ્રશ્નો જેમની ચર્ચા દ્વારા, વૈજ્ઞાનિકો અગત્યના મુદ્દાઓનો તાગ મેળવવા પ્રવૃત્ત હોય છે. તાજેતરમાં ખગોળશાસ્ત્ર અને બ્રહ્માંડવિજ્ઞાને ઘણીબધી પ્રગતિ સાધી હોવા છતાં એવા કેટલાયે વણઊકલ્યા પ્રશ્નો છે જેમનો ઉકેલ મેળવવા ખગોળશાસ્ત્રીઓ ખૂબ ઉત્સુક છે. તેવા કેટલાક પ્રશ્નોનું ટૂંકું વિવરણ અહીંયાં કર્યું છે.…
વધુ વાંચો >ખગોળના સીમાડા
ખગોળના સીમાડા : છેલ્લાં ત્રીસેક વર્ષોમાં ખગોળશાસ્ત્રની લગભગ બધી જ પ્રશાખાઓમાં થયેલી પ્રગતિ. કેટલાંક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ તો થઈ જ છે, પરંતુ સંશોધનના ફળસ્વરૂપે મળેલી જાણકારી નવીન પ્રશ્નો તરફ પણ દોરી ગઈ છે. 1932 પછીના ચાર દાયકા દરમિયાન તારક-સંરચના(stellar-structure)ના ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરવામાં આવી છે. કારણ કે તારક-સંરચના વિશેના સિદ્ધાંતો…
વધુ વાંચો >ખગોળશાસ્ત્ર
ખગોળશાસ્ત્ર પ્રાસ્તાવિક; ખગોળશાસ્ત્રનો ઉદભવ; ખગોલીય ઉપકરણો; ખગોળશાસ્ત્રની આધુનિક શાખાઓ; ખગોળસૃષ્ટિપરિચય; ખગોળશાસ્ત્ર : શોખ તરીકે; વ્યવહારોપયોગી ખગોળશાસ્ત્ર; ખગોળશિક્ષણ અને સંશોધન માટેની ભારતીય સંસ્થાઓ. પ્રાસ્તાવિક સૂર્ય, ચંદ્ર, તારકો, ગ્રહો અને બીજા ખગોલીય પિંડોની ગતિ અને પ્રકૃતિના અભ્યાસ વિશેનું શાસ્ત્ર. વિશ્વમાં આવિર્ભાવ પામતાં દ્રવ્ય અને ઊર્જાનું વિજ્ઞાન, તે ખગોળશાસ્ત્ર. ખગોલીય પિંડરૂપી જ્યોતિઓનું વિજ્ઞાન…
વધુ વાંચો >ગિન્ઝબર્ગ, વિટાલી લઝારેવિચ
ગિન્ઝબર્ગ, વિટાલી લઝારેવિચ (Ginzburg, Vitaly Lagarevich) (જ. 4 ઑક્ટોબર 1916, મૉસ્કો, યુ.એસ.એસ.આર.; અ. 8 નવેમ્બર 2009, મૉસ્કો, રશિયા) : રશિયન સૈદ્ધાંતિક ભૌતિક અને ખગોળભૌતિકવિજ્ઞાની અને એન્થની જેમ્સ લૅગ્ગેટ તથા ઍબ્રિકોસોબની ભાગીદારીમાં વર્ષ 2003ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કાર-વિજેતા. તે મૉસ્કોના યહૂદી પરિવારના સભ્ય છે. 1938માં તે મૉસ્કો સ્ટેટની ફિઝિક્સ ફૅકલ્ટીમાંથી સ્નાતક થયા.…
વધુ વાંચો >