કૃષ્ણવદન જેટલી
આનૂઈ, ઝાં
આનૂઈ, ઝાં (Anouilh, Jean) (જ. 23 જૂન 1910, બૉર્દો; અ. 3 ઑક્ટોબર 1987 સ્વીત્ઝર્લૅન્ડ) : અગ્રણી ફ્રેંચ નાટકકાર. તેમણે ત્રીસેક નાટકો રચ્યાં હતાં, જે પૈકી કેટલાંક ઉચ્ચ કોટિનાં છે. તેમનું સ્થાન સાર્ત્ર, કામુ, બૅકેટ, ઇયોનેસ્કો જેવા મહાન નાટકકારોમાં છે. તેમણે પૅરિસમાં આવી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ જાહેરાતની પેઢીમાં કામ કર્યું…
વધુ વાંચો >આમિયેલ, હેન્રી ફ્રેડરિક
આમિયેલ, હેન્રી ફ્રેડરિક (જ. 22 સપ્ટેમ્બર 1821 જિનીવા, અ. 11 મે 1881 જિનીવા ) : ફ્રેન્ચભાષી તત્ત્વચિંતક અને ડાયરીલેખક. તેમના મૃત્યુ બાદ જિનીવામાં 1883માં ઈ. શેરેરની પ્રસ્તાવના સાથે તેમની ડાયરી ‘જર્નલ ઇન ટાઇમ’ બે ગ્રંથમાં પ્રગટ થતાં તેમને ખ્યાતિ મળી. એ ડાયરીની આઠમી આવૃત્તિ 1901માં પ્રગટ થઈ હતી. સંવેદનશીલ આત્માની…
વધુ વાંચો >આમેલિયનબર્ગ પેવિલિયન
આમેલિયનબર્ગ પેવિલિયન (1734-40) : જર્મન શહેર મ્યૂનિકના સીમાડે બેવેરિયન રાજાઓએ ગ્રીષ્મવિહાર માટે બંધાવેલ નિમ્ફેન્બર્ગ મહેલના ઉપવનમાં આવેલાં ત્રણ આનંદભવનોમાંનું સૌથી પ્રખ્યાત આનંદભવન (pavilion). આ ભવન 1734 થી 1740 દરમિયાન રોકોકો શૈલીના મહાન સ્થપતિ ફ્રાંસ્વા કુ વિલ્લીસે (1695-1768) બેવેરિયાના ઇલેક્ટર ચાર્લ્સ આલ્બર્ટનાં પત્ની રાજકુમારી આમેલી માટે બાંધેલું હતું. સફેદ આરસની એક…
વધુ વાંચો >આરા, કૃષ્ણ હવલાજી
આરા, કૃષ્ણ હવલાજી (જ. 16 એપ્રિલ 1914, બોલારુમ, સિકંદરાબાદ; અ. 30 જૂન 1985, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. જન્મ આંધ્ર રાજ્યના હૈદરાબાદ પાસે આવેલા બોલારમમાં. પિતા મોટર-ડ્રાઇવર હતા અને કૃષ્ણની દસ વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. માતા તો કૃષ્ણની ત્રણ વર્ષની ઉંમરે મૃત્યુ પામી હતી. સહાનુભૂતિ ધરાવતા એક શિક્ષકે કૃષ્ણ…
વધુ વાંચો >આર્કેડિયા, ધી
આર્કેડિયા, ધી (1590) : અંગ્રેજી અદભુતરસિક પ્રણયકથા. લેખક સર ફિલિપ સિડની. દક્ષિણ ગ્રીસના ડુંગરાળ પ્રદેશના સંપન્ન ભરવાડોની આ કથા બહુધા ગદ્યમાં અને પ્રસંગોચિત વિવિધ પદ્યરચનાઓ અને ગોપકાવ્યોથી અલંકૃત છે. ‘ધી ઓલ્ડ આર્કેડિયા’ અને ‘ધ ન્યૂ આર્કેડિયા’ એમ બે નામે તે પ્રસિદ્ધ છે. ‘ધી ઓલ્ડ આર્કેડિયા’ 1912માં સિડનીના સમગ્ર સાહિત્યના ગ્રંથોમાં…
વધુ વાંચો >આર્પ, ઝાં હાન્સ
આર્પ, ઝાં હાન્સ (જ. 16 સપ્ટેમ્બર 1886 સ્ટ્રાસબર્ગ, જર્મની; અ. 7 જૂન 1966, બેઝલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : ફ્રેન્ચ શિલ્પી, ચિત્રકાર અને કવિ. હાન્સ આર્પ યુરોપના કલાક્ષેત્રે વીસમી સદીના પૂર્વાર્ધમાં ‘આવાં ગાર્દ’ યાને નવોદિત યુવા કલાકારોના નેતા હતા. તેમણે વતન સ્ટ્રાસબૉર્ગમાં કલાની તાલીમ મેળવી હતી. પછી જર્મનીના વૈમરમાં અભ્યાસ કર્યો અને પૅરિસમાં…
વધુ વાંચો >આર્મસ્ટ્રૉંગ, નીલ ઍલ્ડન
આર્મસ્ટ્રૉંગ, નીલ ઍલ્ડન : (જ. 5 ઑગસ્ટ 1930, વાપાકોનેટા ઓહાયો, યુ. એસ.; અ. 25 ઑગસ્ટ 2012, સિનસિનાટી, ઓહાયો, યુ.એસ.) : ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવ. 16 વર્ષની ઉંમરે પાઇલટનું લાઇસન્સ મેળવીને 1947માં તેઓ નૌ-વાયુ (naval-air) કૅડેટ થયા. તેમનો પર્ડુ યુનિવર્સિટીનો વૈમાનિક ઇજનેરીનો અભ્યાસક્રમ કોરિયા યુદ્ધને કારણે 1950માં અટક્યો. આ…
વધુ વાંચો >આલમેલકર, અબ્દુર્રહીમ આપાભાઈ
આલમેલકર, અબ્દુર્રહીમ આપાભાઈ (જ. 1920, અમદાવાદ; અ. 11 ડિસેમ્બર 1982 પૂણે) : જાણીતા ચિત્રકાર. પિતા અમદાવાદની એક મિલમાં મૅનેજર. બાળપણથી જ અબ્દુર્રહીમને ચિત્રોનો શોખ. પાંચમી અંગ્રેજીનું શિક્ષણ લીધા બાદ કલાગુરુ કે. ના. કેળકર પાસે ચિત્રશિક્ષણ શરૂ કર્યું. 1935માં મુંબઈ ગયા અને 1940માં મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ડિપ્લોમા મેળવ્યો.…
વધુ વાંચો >આ લા રેશર્શે દુ તાં પેર્દુ
આ લા રેશર્શે દુ તાં પેર્દુ (A la recherche du temps perdu) (1913-1927) : ફ્રેન્ચ નવલકથા. માર્સેલ પ્રુસ્ત (1871-1922)ની આ શ્રેષ્ઠ કૃતિનું અંગ્રેજીમાં ‘રિમેબ્રન્સ ઑવ્ થિંગ્ઝ પાસ્ટ’ નામે ભાષાંતર (1922-1931) સી. કે. સ્કૉટ મોનક્રીફે કરેલું છે. આ મહાનવલ સાત ખંડોમાં પ્રગટ થઈ હતી. તેનું પૂર્ણ સુધારેલું ભાષાંતર 1981માં પ્રગટ થયેલું.…
વધુ વાંચો >