કીટકશાસ્ત્ર

પાન વાળનારી ઇયળો

પાન વાળનારી ઇયળો : પાન વાળીને પાકને નુકસાન કરે એવા રોમપક્ષ (lepidoptera) શ્રેણીનાં કેટલાંક ફૂદાં અને પતંગિયાં. ડાંગરનાં પાન વાળનારી ઇયળ : ડાંગરના પાકમાં પાન વાળીને નુકસાન કરતી આ જીવાતનું વૈજ્ઞાનિક નામ નેફેલોક્રોસિસ મેડિનાલીસ છે. તે એક ફૂદું છે અને તેનો સમાવેશ પાયરેલિડે કુળમાં કરવામાં આવેલો છે. તે પીળાશ પડતું…

વધુ વાંચો >

પીળિયો

પીળિયો : વિષાણુથી વનસ્પતિમાં થતો પાનનો રોગ. વિષાણુઓનું પાન પર આક્રમણ થતાં પાનનો કુદરતી લીલો રંગ ઓછો થાય છે અને પાનમાં પીળાશ વધતી જાય છે. મુખ્યત્વે પાનમાં નીલકણોનું પ્રમાણ ઘટવાથી વનસ્પતિને પીળિયો થાય છે. પાન પીળાં થતાં આખો  છોડ પણ પીળો દેખાય છે. આ વિષાણુનો ફેલાવો જીવાત મારફત તેમજ અન્ય…

વધુ વાંચો >

પીળી નસનો રોગ

પીળી નસનો રોગ : ભીંડાના પાનમાં ખૂબ જ સ્પષ્ટ પીળી નસનાં લક્ષણો પેદા કરતો વિષાણુજન્ય રોગ. આ વિષાણુઓ જ છોડની બીજ-પર્ણ અવસ્થાથી તે છોડની પરિપક્વ-અવસ્થા સુધીની કોઈ પણ અવસ્થામાં પાન પર આક્રમણ કરે છે. ભીંડાના પાકમાં ભારતનાં બધાં રાજ્યોમાં સૌથી વિશેષ નુકસાન કરતો આ રોગ છે. પાન પર વિષાણુનું આક્રમણ…

વધુ વાંચો >

પીંછિયું ફૂદું

પીંછિયું ફૂદું : તુવેર અને વાલના પાકમાં નુકસાન કરતી, ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં જોવા મળતી એક જીવાત. Marasmarcha trophanes Meyrના વૈજ્ઞાનિક નામથી ઓળખાતાં આ ફૂદાંનો સમાવેશ રોમપક્ષ શ્રેણીના પ્ટેરોફોરિડી કુળમાં થયેલો છે. નર ફૂદું નાજુક 15થી 23 મિમી. પહોળું અને 3થી 6 મિમી. લાંબું હોય છે. માદા ફૂદું 19થી…

વધુ વાંચો >

પ્લાક

પ્લાક : યજમાન (host) બૅક્ટેરિયા ઉપર જીવાણુનાશકો(bacterio-phage)નો ફેલાવો કરવાથી, યજમાનનો નાશ થતાં દેખાતો ચોખ્ખો વિસ્તાર. યજમાન કોષમાં થતી બૅક્ટેરિયોફેજ વિષાણુઓની વૃદ્ધિની પ્રક્રિયા સમજવા અને કેટલી સંખ્યામાં નવા વિષાણુ પેદા થયા તે જાણવા પ્રયોગશાળામાં પ્રયોગો કરવામાં આવે છે. તે માટે સૌપ્રથમ પેટ્રી ડિશમાં ઘન માધ્યમ ઉપર જીવાણુનો ઉછેર કરવામાં આવે છે…

વધુ વાંચો >

ફળ ચૂસનાર ફૂદું

ફળ ચૂસનાર ફૂદું : મોસંબી, ચકોતરુ અને લીંબુની જુદી જુદી જાતનાં ફળને નુકસાન કરતું ફૂદું. તે જામફળ, કેરી, ટામેટા વગેરેમાં પણ નુકસાન કરતું જણાયું છે. ભારતનાં લીંબુ/મોસંબી વર્ગની વાડીઓ ધરાવતા લગભગ બધા જ વિસ્તારોમાં તેનો ફેલાવો થયેલો છે. ઑફિડેરિસ ફુલોનિકાના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ જીવાતનો રોમપક્ષ શ્રેણીના નૉક્ટ્યૂઇડી કુળમાં સમાવેશ…

વધુ વાંચો >

ફળમાખી (fruit fly)

ફળમાખી (fruit fly) : ભારત અને બીજા દેશોમાં થતાં વેલાવાળાં શાકભાજી અને ફળોને ખૂબ જ નુકસાન કરતાં બહુભોજી નાનાં કીટકો. સફરજન અને તેને મળતાં આવતાં ફળોને લાગુ પડતી ફળમાખીઓને ડ્રોસોફિલીડી કુળમાં મૂકવામાં આવે છે. તે કોહવાટ પામતાં ફળો પર થતી ફૂગ(યીસ્ટ)માંથી પોષણ મેળવે છે. બાકીની ફળમાખીઓનો સમાવેશ ટેફ્રિટીડી કુળમાં કરવામાં…

વધુ વાંચો >

ફૂગ

ફૂગ ક્લૉરોફિલરહિત, સુકોષકેન્દ્રી (cukaryotic), એકકોષી અથવા બહુકોષી, ઘણુંખરું તંતુમય સુકાય (thallus) ધરાવતા, મૃતોપજીવી (saprobes) કે પરોપજીવી (parasites) બીજાણુધારક સજીવો. તે બહુ થોડા અપવાદો બાદ કરતાં સૅલ્યુલોસ અથવા કાઇટિનની અથવા બંનેની કે અન્ય કાર્બોદિતોની બનેલી કોષદીવાલ ધરાવે છે. મિસિતંતુ (mycelium) : તેનો સુકાય આધારતલમાં બધી દિશામાં ફેલાતા જાલમય બહુશાખિત તંતુઓનો બનેલો…

વધુ વાંચો >

ફૂદું (Moth)

ફૂદું (Moth) : કીટકવર્ગમાં રોમપક્ષ (lepidoptera) શ્રેણીના પતંગિયા જેવું પ્રાણી. કીટકોની દુનિયામાં રોમપક્ષ શ્રેણી સંખ્યાની ર્દષ્ટિએ બીજા ક્રમે આવે છે. એક અંદાજ મુજબ રોમપક્ષ શ્રેણીની આશરે એકાદ લાખ જેટલી જાતિઓથી વૈજ્ઞાનિકો પરિચિત છે. હજુ પણ હજારોની સંખ્યામાં અન્ય જાતિઓ ઓળખાઈ નથી. દેખાવે ફૂદાં અને પતંગિયાં એકસરખાં જ લાગે, પરંતુ ફૂદાં…

વધુ વાંચો >

ફ્લૅટ ગ્રેઇન બીટલ

ફ્લૅટ ગ્રેઇન બીટલ : ચોખા, ઘઉં તથા મકાઈને સંગ્રહ દરમિયાન નુકસાન કરતી જીવાત. આ જીવાતનું વૈજ્ઞાનિક નામ ક્રિપ્ટોલેસ્ટિસ પુસિલસ છે, જેનો ઢાલપક્ષ શ્રેણીના કુકુજીડી કુળમાં સમાવેશ થયેલો છે. પુખ્ત કીટક ખૂબ જ સક્રિય અને સંગૃહીત અનાજના મુખ્ય કીટકોમાં નાનામાં નાનો છે. તે લાલાશ પડતા બદામી રંગનો અને એકદમ ચપટો હોય…

વધુ વાંચો >