કિશોર વ્યાસ

યુગધર્મ

યુગધર્મ : ગુજરાતી સામયિક. 1922માં ઇન્દુલાલ યાજ્ઞિક અને એ પછી ડૉ. સુમંત મહેતા અને રામનારાયણ પાઠક સંપાદિત આ સામયિકે પ્રજાની રાષ્ટ્રભાવનાને સક્રિય કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રભક્તિને પ્રજાહૃદયમાં દૃઢમૂલ કરવા માટે વિશ્વઇતિહાસ, વૈશ્વિક રાજકારણના પ્રવાહો અને સ્વાતંત્ર્ય અર્થે લડતી પ્રજાઓની ભાવનાનું પ્રકટીકરણ ‘યુગધર્મ’નો વિશેષ બની રહ્યા. ‘યુગધર્મ’માં પ્રસિદ્ધ લખાણો…

વધુ વાંચો >

વીસમી સદી

વીસમી સદી : ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ચિત્રાત્મક અને લોકપ્રિય સાહિત્ય સામયિક. હાજી મહંમદ અલારખિયા શિવજી (1878-1921) દ્વારા 1916ની 1લી એપ્રિલે એ શરૂ કરવામાં આવ્યું. આ સામયિકે સાહિત્ય અને કળાનો યોગ સાધ્યો. સાહિત્યિક પત્રકારત્વની એક વિશિષ્ટ દિશા આ સામયિકના પ્રકાશનથી ગુજરાતમાં ઊઘડી હતી, કેમ કે, સાહિત્યિક ધોરણો સાથે બાંધછોડ કર્યા વિના…

વધુ વાંચો >

સમાલોચક

સમાલોચક : ઈ. સ. 1896માં પ્રકાશિત થયેલું નોંધપાત્ર સામયિક. ઈ. સ. 1913 સુધી ત્રૈમાસિક રહ્યા પછી એ માસિક રૂપે પ્રગટ થવા લાગ્યું હતું. આ માસિકની સ્થાપના પાછળ ‘સરસ્વતીચંદ્ર’ના કર્તા ગોવર્ધનરામ ત્રિપાઠીની પ્રેરણા અને માર્ગદર્શન રહ્યાં છે. પુસ્તક પ્રકાશન અને વિક્રેતા એન. એમ. ત્રિપાઠીની કંપની દ્વારા આ સામયિક પ્રકાશિત થતું હતું.…

વધુ વાંચો >

સંજ્ઞા

સંજ્ઞા : ઈ. સ. 1966માં પ્રકટ થયેલું જ્યોતિષ જાનીનું ત્રૈમાસિક. ઈ. સ. 1969થી ઈ. સ. 1971 સુધી એનું પ્રકાશન અટકી પડ્યું હોવા છતાં તંત્રીની સંપાદનનીતિ-રીતિ અને સાહસિક અભિગમને કારણે એ જ્યારે પુન: આરંભાયું ત્યારે એટલા જ ઉમળકાથી વાચકોનો આવકાર પામ્યું હતું. ઈ. સ. 1977માં એ બંધ થયું. આ દરમિયાન એના…

વધુ વાંચો >

સાહિત્ય

સાહિત્ય : ઈ. સ. 1913માં મટુભાઈ કાંટાવાળા દ્વારા વડોદરાથી પ્રસિદ્ધ થતું માસિક. સાહિત્યને લગતી ચર્ચાઓ કરવી, ગુજરાતી પ્રાચીન સાહિત્યના અપ્રસિદ્ધ ગ્રંથોને પ્રસિદ્ધ કરવા તેમજ પારસી-ગુજરાતી લેખકોની પ્રવર્તતી વાડાબંધીને દૂર કરવાનું તેનું પ્રયોજન હતું. રૂપરંગમાં, વ્યવસ્થામાં તેમ ભાષામાં પણ સાદગીનો આત્યંતિક મહિમા કરનારા આ સામયિકે ‘આમવર્ગનું માસિક’ કહી પોતાની ઓળખને દૃઢાવી…

વધુ વાંચો >

સાહિત્યિક પત્રકારત્વ – ગુજરાતનું

સાહિત્યિક પત્રકારત્વ – ગુજરાતનું : સાહિત્યને લગતું ગુજરાતનું પત્રકારત્વ. ગુજરાતી સાહિત્યના સર્જન-વિવેચન તેમ રચાતા જતા સાહિત્યના ઇતિહાસનો જીવંત દસ્તાવેજ સાહિત્યિક પત્રોમાં ઝિલાયો છે. સાહિત્યનો વિકાસ-વિસ્તાર, એની દૃઢ થતી પરંપરાઓ અને સાહિત્યની બદલાતી જતી ભાત (design) પુસ્તકોમાં પ્રકટે છે એનાથી વિશેષ સાહિત્યિક પત્રોમાં છતી થાય એવું ઘણુંખરું બને છે. એથી સાહિત્યિક…

વધુ વાંચો >

સુંદરી સુબોધ

સુંદરી સુબોધ : અમદાવાદના બંધુસમાજનું માસિક મુખપત્ર. કેળવણી પ્રચાર, સમાજ અને જ્ઞાતિના પરંપરિત રીતિ-રિવાજોની સુધારણા અને સ્વદેશીને ઉત્તેજન આપવાનાં કાર્યોમાં અમદાવાદના બંધુસમાજની સેવા નોંધપાત્ર છે. આ મંડળે ઈ. સ. 1903ના સપ્ટેમ્બરથી શ્રી રામમોહનરાય જસવંતરાય દેસાઈના તંત્રીપદે ‘સુંદરી સુબોધ’ નામનું માસિક શરૂ કરેલું. સ્ત્રીસમાજની નિરાશાજનક અને અજ્ઞાનભરી સ્થિતિને સુધારવા માસિકપત્ર દ્વારા…

વધુ વાંચો >

સ્વાધ્યાય (સામયિક)

સ્વાધ્યાય (સામયિક) : વડોદરાના પ્રાચ્યવિદ્યા મંદિર તરફથી ઈ. સ. 1964માં પ્રકાશિત કરવામાં આવેલું ત્રૈમાસિક. આ સામયિકનો મુદ્રાલેખ ‘સ્વાધ્યાય અને સંશોધન’ રાખવામાં આવેલો. આરંભના સમયગાળામાં સંશોધક ભોગીલાલ સાંડેસરાના સંપાદકપદે અને એ પછી અરુણોદય ન. જાનીના સંપાદકપદે પ્રતિષ્ઠા પામેલું સામયિક આજે પણ પ્રકાશિત થાય છે. આ ત્રૈમાસિકમાં પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન તથા અદ્યતન…

વધુ વાંચો >