કિરીટકુમાર જે. પટેલ
કર્ઝન લૉર્ડ
કર્ઝન, લૉર્ડ (જ. 11 જાન્યુઆરી 1859, કેલ્ડેસ્ટોન, ડર્બીશાયર; અ. 20 માર્ચ 1925, લંડન) : ભારતના જાણીતા વાઇસરૉય અને કાર્યદક્ષ વહીવટકર્તા. (1898-1905). સત્તાકાળ દરમિયાન તેમણે બંગાળ પ્રાન્તના ભાગલા પાડીને સમગ્ર દેશમાં રાજકીય ઝંઝાવાત ઊભો કર્યો હતો. ભારત છોડ્યા પછી 1919-1923 દરમિયાન તેઓ બ્રિટનના વિદેશમંત્રી રહ્યા હતા. આખું નામ જ્યૉર્જ નેથૅનિયલ કર્ઝન.…
વધુ વાંચો >કાકોરી ષડ્યંત્ર
કાકોરી ષડ્યંત્ર : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન ક્રાન્તિકારી નવયુવાનો દ્વારા રેલવે દ્વારા જતી સરકારી રોકડ લૂંટવાનો અભૂતપૂર્વ બનાવ. આ ઉગ્રદળના ક્રાંતિકારી યુવાનોને નાણાકીય કટોકટી વારંવાર સતાવતી. તે દૂર કરવા દળના મુખ્ય નેતા રામપ્રસાદ બિસ્મિલે રેલગાડીમાં આવતી સરકારી રોકડ લૂંટવાનું નક્કી કર્યું. તે સમયે કલકત્તા મેલ દ્વારા રેલવે સ્ટેશનની આવક લખનઉ મોકલવામાં…
વધુ વાંચો >કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય)
કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય) ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં સૌથી મોખરે રહેલો, દેશમાં સૌથી વધારે વ્યાપ ધરાવતો અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી લાંબા સમય સુધી સત્તા ઉપર રહેલો ભારતનો રાજકીય પક્ષ. સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશને આધુનિક ઘાટ આપવામાં આ પક્ષનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. સ્થાપના : 28 ડિસેમ્બર, 1885ના રોજ તેની સ્થાપના થઈ. કૉંગ્રેસ અર્થાત્ હિંદી રાષ્ટ્રીય…
વધુ વાંચો >ખિલાફત આંદોલન
ખિલાફત આંદોલન : ખલીફાનું સ્થાન અને ઇસ્લામનાં પવિત્ર સ્થળો સાચવવા ભારતના મુસ્લિમોએ કરેલું આંદોલન. તુર્કીના રાજવીઓ મુસ્લિમ જગતમાં ખલીફા તરીકે ઓળખાતા. 1914ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મની પક્ષે જોડાયેલું હતું અને જર્મની સાથે તુર્કી પણ ઇંગ્લૅન્ડ અને મિત્રરાષ્ટ્રો સામે હાર્યું. 1919માં યોજાયેલી પૅરિસ શાંતિ પરિષદે ગ્રીક લોકોને સ્મર્નામાં દાખલ થવાની…
વધુ વાંચો >ખેડા સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ : 1918માં ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં મહેસૂલ નહિ ભરવા માટે ચાલેલી અહિંસક લડત. સામાન્ય રીતે ખેડા જિલ્લામાં લગભગ 762 મિમી. જેટલો વરસાદ વરસતો તેને બદલે 1918માં 1,778 મિમી. જેટલો વરસાદ તૂટી પડ્યો. અતિવૃષ્ટિને કારણે પાક તથા ઢોરનો ઘાસચારો બિલકુલ નાશ પામ્યો એટલે કે લીલા દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ.…
વધુ વાંચો >