કાયદાશાસ્ત્ર

પરોલ (પેરોલ)

પરોલ (પેરોલ) : ન્યાયાલય દ્વારા કેદની સજા ભોગવતા કેદીને વાજબી કારણસર અપાતી કામચલાઉ શરતી મુક્તિ. કેદીને ફરમાવવામાં આવેલ કુલ સજામાંથી અમુક સજા ભોગવ્યા પછી જ તેને પરોલ પર છોડવામાં આવે છે. આવી રીતે છોડવામાં આવેલ કેદીએ પરોલ દરમિયાન કારાવાસની બહાર સારા વર્તનની બાંયધરી આપવાની હોય છે. તે માટે ઘડવામાં આવેલા…

વધુ વાંચો >

પંડિત આનંદનારાયણ મુલ્લા

પંડિત, આનંદનારાયણ મુલ્લા (જ. 24 ઑક્ટોબર 1901, લખનૌ; અ. 12 જૂન 1997) : ઉર્દૂ ભાષાના ખ્યાતનામ કવિ તથા પ્રખર ન્યાયવિદ. તે કાશ્મીરી બ્રાહ્મણ હતા. તેમણે 1921માં બી. એ. તથા 1923માં એમ. એ. અને એલએલ.બી.ની પદવી મેળવી. 1926માં તેમણે લખનૌમાં વકીલાત શરૂ કરી. તે વિદ્યાર્થીકાળમાં અંગ્રેજીમાં કવિતા લખતા હતા, પરંતુ 1926થી…

વધુ વાંચો >

પારસીઓનો કાયદો

પારસીઓનો કાયદો : જરથોસ્તી ધર્મના અનુયાયીઓ એટલે કે પારસીઓના સમાજમાં લગ્ન, લગ્નવિચ્છેદ, ઉત્તરાધિકાર આદિ બાબતોનું નિયમન કરતો કાયદો. તેમનાં ધર્મ, વતન અને પરંપરા પ્રમાણે તેમાં જરથોસ્તી સમાજની વિશેષતાઓ જોવા મળે છે. તે ‘પારસી લગ્ન અને લગ્નવિચ્છેદ ધારો 1936’  એ નામે ઓળખાય છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિસ્તાર સિવાયના દેશના અન્ય…

વધુ વાંચો >

પાલખીવાલા નાની

પાલખીવાલા, નાની (જ. 16 જાન્યુઆરી 1920, મુંબઈ; અ. 11 ડિસેમ્બર 2002, મુંબઈ) : વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા કાયદાશાસ્ત્રી, બંધારણ-નિષ્ણાત, કરવેરાતજ્જ્ઞ તથા અર્થશાસ્ત્રી. પિતાનું નામ અરદેશર, માતાનું નામ શેહરબાનુ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. અર્થશાસ્ત્ર વિષય સાથે 1942માં એમ. એ. તથા 1944માં એલએલ.બી.ની પદવી પ્રથમ વર્ગમાં મેળવ્યા પછી મુંબઈમાં વકીલાત શરૂ કરી અને ટૂંકસમયમાં…

વધુ વાંચો >

પાસપૉર્ટ

પાસપૉર્ટ : આંતરરાષ્ટ્રીય સરહદો ઓળંગવાની પરવાનગી દર્શાવતો અધિકૃત દસ્તાવેજ. દેશના નાગરિક તરીકેની માન્યતા આપતો તથા દેશવિદેશનો પ્રવાસ હાથ ધરવા માટેની કાયદાકીય સુગમતા બક્ષતો આ દસ્તાવેજ જે તે દેશની સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે. કોઈ પણ કાયદામાં પાસપૉર્ટની વ્યાખ્યા આપી નથી; પણ ભારતની સર્વોચ્ચ અદાલતે વ્યક્ત કરેલા અભિપ્રાય મુજબ પાસપૉર્ટ…

વધુ વાંચો >

પિટ્સ ઇન્ડિયા ઍક્ટ

પિટ્સ ઇન્ડિયા ઍક્ટ : ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટ પર અંકુશ મૂકવા માટે ઈ. સ. 1784માં બ્રિટિશ પાર્લમેન્ટે પસાર કરેલો કાયદો. વડાપ્રધાન પિટની સરકારે આ કાયદો પસાર કર્યો હોવાથી તે પિટના કાયદા તરીકે ઓળખાય છે. ઈ. સ. 1757માં પ્લાસીના વિજય પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હિંદમાં એક રાજકીય સત્તા તરીકે ઉદય…

વધુ વાંચો >

પુરાવો

પુરાવો જેના પરથી અન્ય હકીકતના અસ્તિત્વ વિશે હકારાત્મક કે નકારાત્મક અનુમાન તારવી શકાય એ હકીકત સાબિત કરવા માટેની સામગ્રી. જે હકીકતનું અનુમાન તારવી શકાય એ મુખ્ય હકીકત ગણાય છે, અને જે હકીકતમાંથી એવું અનુમાન તારવી શકાય એ પુરાવો કહેવાય છે. દા. ત., ‘અ’ના મૃત શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા છે.…

વધુ વાંચો >

પેટન્ટ

પેટન્ટ : પોતાની મૌલિક ઔદ્યોગિક શોધ જાહેર કરવાના બદલામાં સંશોધકને કાયદા અન્વયે તે શોધનો ઉપયોગ કરવા માટે અપાતો સંપૂર્ણ ઇજારો. ઔદ્યોગિક ઉપયોગમાં આવે એવી નવી શોધની બાબતમાં જ આવો હક્ક આપવામાં આવે છે. પેટન્ટ આપવાનો ઉદ્દેશ નવી ઔદ્યોગિક તકનીકને ઉત્તેજન આપવાનો અને ઔદ્યોગિક વિકાસ સાધવાનો છે. તે આપવાથી કેટલાક લાભ…

વધુ વાંચો >

પેન્શન

પેન્શન : સેવાનિવૃત્ત વ્યક્તિને જીવન-નિર્વાહ માટે દર મહિને અથવા નિયમિત સમયાંતરે કરવામાં આવતી રોકડ રકમની ચુકવણી. લશ્કરમાંથી નિવૃત્ત થયેલા સૈનિકોને રાજવી અથવા રાજ્ય તરફથી પેન્શન આપવાની પ્રણાલી વિશ્વમાં પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે; પરંતુ સાંપ્રત કાળમાં સામાન્ય રીતે પ્રત્યેક સરકાર તેના સૈનિક અને અસૈનિક નિવૃત્ત કર્મચારીને પેન્શન આપે છે તથા જીવનનિર્વાહ…

વધુ વાંચો >

પ્રત્યર્પણ (extradition)

પ્રત્યર્પણ (extradition) : કોઈ આરોપી કે ગુનેગાર એક દેશમાંથી છટકીને બીજા દેશમાં નાસી ગયો હોય તો તેને પકડીને પરત કરવાની પ્રક્રિયા. આમાં જે દેશના કાયદા મુજબ ગુનો થતો હોય તે દેશ, જે દેશમાં ગુનેગાર રહેતો હોય તે દેશ પાસે, તે આરોપી કે ગુનેગારની પોતાના દેશના કાયદા મુજબ અદાલતી કાર્યવહી ચલાવવા…

વધુ વાંચો >