કાંતિલાલ મોતીલાલ કોટડિયા

એપૉલો કાર્યક્રમ

એપૉલો કાર્યક્રમ : ચંદ્રના તલસ્પર્શી અભ્યાસ માટે, ચંદ્ર ઉપર સમાનવ ઉપગ્રહ મોકલવાનો અમેરિકાનો કાર્યક્રમ. તેની સંકલ્પના (concept) 1960માં થઈ હતી. તેનું ધ્યેય માનવીને ચંદ્ર પર ઉતારવાનું, ત્યાંની સૃષ્ટિ નિહાળવાનું અને ત્યાંની ધરતીની માટી, ખડકો વગેરેના નમૂના પૃથ્વી પર લાવીને, તેમનો ઊંડો અભ્યાસ કરવાનું હતું. સમાનવ ઉપગ્રહનું ચંદ્ર પર ઉતરાણ થાય…

વધુ વાંચો >

ઓ એ ઓ

ઓ એ ઓ : ભ્રમણ કરતી ખગોળવિજ્ઞાની વેધશાળા (Orbiting Astronomical Observatory) આયનમંડળ(ionosphere)ના ઉપલા સ્તરોથી ઊંચેના અંતરીક્ષમાંથી આવતાં પારજાંબલી તથા ઍક્સ-કિરણોનાં ગુચ્છ, ઊર્જા અને સ્રોતનું સર્વેક્ષણ કરતો ઉપગ્રહ. OAO–I : ઉપર્યુક્ત ખગોળીય સંશોધન માટે, 1966ના એપ્રિલની 8 તારીખે, સૌપ્રથમ વખત તરતા મૂકેલા આ શ્રેણીના ઉપગ્રહની ભ્રમણકક્ષા 800 કિમી. ઊંચાઈએ અને 350…

વધુ વાંચો >

ઑગો (Orbiting Geophysical Observatory – OGO)

ઑગો (Orbiting Geophysical Observatory – OGO) : ભ્રમણ કરતી ભૂભૌતિકીય વેધશાળા. પૃથ્વીના વાયુમંડળ-(aerosphere)થી ભૂચુંબકાવરણ (magnetosphere) સુધી અંતરીક્ષની માહિતી આપતી અને વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ કરાયેલી ઉપગ્રહમાંની વેધશાળા. તેના વડે પૃથ્વીનો આકાર, રેડિયોતરંગો વડે પૃથ્વી પરનાં જુદાં જુદાં સ્થળો વચ્ચેનું અંતર, ધરીની આસપાસ પૃથ્વીના પરિભ્રમણના સમયમાં થતા ફેરફાર, દૂર સુધી પહોંચી શકે…

વધુ વાંચો >

ઓઝોન મંડળ

ઓઝોન મંડળ (ozonosphere) : પૃથ્વીની સપાટીથી 15 કિમી.થી 50 કિમી. સુધીની ઊંચાઈના વિસ્તારમાં આવેલો વાતાવરણનો રસોમંડળ (stratosphere) નામનો વિભાગ; એમાં ઓઝોન(O3)નું સંયોજન તથા વિયોજન (dissociation) થાય છે. ઓઝોન સામાન્યત: લગભગ 70 કિમી. ઊંચાઈ સુધી પ્રસરેલો હોય છે. હટ્ઝબર્ગ સાતત્ય(continuum)ના વર્ણપટના 2000-2400 તરંગલંબાઈના અલ્ટ્રાવાયોલેટ સૌર કિરણોનું ઑક્સિજન વડે 35 કિમી. ઊંચાઈએ…

વધુ વાંચો >

ઑટોમૅટિક પિક્ચર ટ્રાન્સમિશન સિસ્ટમ

ઑટોમૅટિક પિક્ચર ટ્રાન્સમિશન સિસ્ટમ : ભૂમિ પરના રેડિયો મથકેથી, ઉપગ્રહ દ્વારા અથવા તો રેડિયો અને કેબલ દ્વારા કોઈ તસવીર કે ચિત્રનો દૂરસંચાર કરવા માટેની પદ્ધતિ. અવકાશયાન (space craft) અથવા કૃત્રિમ ઉપગ્રહમાં ગોઠવેલા કૅમેરાની મદદથી પૃથ્વીની સપાટીની તસવીર તથા પૃથ્વીના વાયુમંડળમાં સર્જાતાં વાદળોનાં વમળો, તેમના આકાર અને પ્રવહન દર્શાવતી તસવીરો લઈને,…

વધુ વાંચો >

કૉસ્મૉસ

કૉસ્મૉસ : પૃથ્વીના હવામાનને લગતી માહિતી પ્રાપ્ત કરવા માટે સોવિયેટ રશિયાએ શરૂ કરેલી ઉપગ્રહોની શ્રેણી. તેમાં ધરતીથી ઊંચે છવાયેલાં વાદળો, તેમાંનાં બરફ પાણી અને બાષ્પની ઘનતા, તેમની ગતિ, ઊંચાઈ સાથે તાપમાન, આર્દ્રતા, વાયુદબાણ અને પવનનો વેગ વગેરેના દરરોજના માપનની જોગવાઈ હતી. એ પૈકીના કેટલાક ઉપગ્રહોની વિગતો નીચે મુજબ છે :…

વધુ વાંચો >