કલ્પેશ સૂર્યકાન્ત પરીખ

ધાતુસંકીર્ણો

ધાતુસંકીર્ણો (metal complexes) : સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા કેન્દ્રસ્થ ધાતુ-આયન (અથવા પરમાણુ) સાથે લિગેન્ડ તરીકે ઓળખાતા સંકીર્ણકારક અધાતુ પરમાણુઓ, આયનો કે અણુઓના સંયોગથી ઉદભવતાં સંયોજનો. આ રીતે મળતો સંગુટિકાશ્મન (conglomeration) જો વીજભારિત હોય તો તેને સંકીર્ણ આયન કહે છે. ધાતુસંકીર્ણોમાં મધ્યસ્થ ધાતુ-પરમાણુ અને લિગેન્ડ વિશિષ્ટ પ્રકારના બંધથી જોડાયેલા હોવાથી…

વધુ વાંચો >

પોટેન્શિયૉમિતિ (potentiometry)

પોટેન્શિયૉમિતિ (potentiometry) : વીજરાસાયણિક કોષમાંના સૂચક (indicator) વીજધ્રુવનો વિભવ (potential) સીધો જ માપીને અથવા દ્રાવણમાં અનુમાપક (titrant) ઉમેરવાથી કોષના વીજચાલકબળ(electromotive force, emf)માં થતો ફેરફાર (ΔE) માપીને દ્રાવણમાંના ઘટકની સક્રિયતા (કે સાંદ્રતા) નક્કી કરવા માટેની વિદ્યુતમિતીય (electrometric) પદ્ધતિ. જ્યારે એક વીજધ્રુવને વિદ્યુતસક્રિય પદાર્થના દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે દ્રાવણવીજધ્રુવ પ્રાવસ્થા (phase)…

વધુ વાંચો >

પ્લાસ્ટર ઑવ્ પૅરિસ

પ્લાસ્ટર ઑવ્ પૅરિસ : ચિરોડી(gypsum)ના નિસ્તાપનથી મેળવાતો સફેદ, બારીક પાઉડર. જિપ્સમ અને પ્લાસ્ટર ઑવ્ પૅરિસ બંનેને થિયોફ્રેસ્ટસે ચૉક (chalk) તરીકે ઓળખાવ્યાં હતાં. જિપ્સમ(CaSO4 · 2H2O)નું 120° સે. થી 180° સે. (કેટલીક વાર 250° સે. પણ) તાપમાને ભસ્મીકરણ (calcination) થતાં તેમાંનું 75% જેટલું સ્ફટિકજળ ઊડી જઈ પ્લાસ્ટર ઑવ્ પૅરિસ, કૅલ્શિયમ સલ્ફેટ…

વધુ વાંચો >

ફૉસ્ફૉરિક ઍસિડ

ફૉસ્ફૉરિક ઍસિડ : ફૉસ્ફરસનો સૌથી અગત્યનો ઑક્સિઍસિડ. તકનીકી રીતે તે ઑૅર્થોફૉસ્ફૉરિક ઍસિડ તરીકે ઓળખાય છે. અણુસૂત્ર, H3PO4 તેને બનાવવાની આર્દ્ર વિધિ(wet process)માં ચૂર્ણિત ફૉસ્ફેટ-ખડક અથવા હાડકાંની રાખ પર સાંદ્ર સલ્ફયુરિક ઍસિડની પ્રક્રિયા દ્વારા અપરિષ્કૃત (crude) ઍસિડ મેળવી શકાય છે. પ્રક્રિયા દરમિયાન મળતા અદ્રાવ્ય કૅલ્શિયમ સલ્ફેટને ગાળી લીધા પછી દ્રાવણને સંકેન્દ્રિત…

વધુ વાંચો >

ફ્લોરાઇડ

ફ્લોરાઇડ : ફ્લોરિન નામનું તત્વ ધરાવતાં સંયોજનો. આ સંયોજનોમાં ફ્લોરિનની ઉપચયન અવસ્થા – 1 હોય છે. ક્લૉરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ જેવાં હેલાઇડોથી ફ્લોરાઇડ ઘણા અલગ પડે છે. ફ્લોરાઇડ આયન(F)નું નાનું કદ એમ દર્શાવે છે કે તેમાં વધારાનો ઇલેક્ટ્રૉન મજબૂત રીતે જકડાયેલો હોય છે. આથી ફ્લોરાઇડમાંથી ફ્લોરિન પરમાણુ સર્જવો મુશ્કેલ હોય…

વધુ વાંચો >

ફ્લોરોમિતિ (fluorometry)

ફ્લોરોમિતિ (fluorometry) : કોઈ એક તરંગલંબાઈના વિકિરણ વડે પદાર્થને ઉદભાસિત કરતા નમૂના દ્વારા વિકિરણના અવશોષણ બાદ તે જ અથવા વધુ તરંગલંબાઈના વિકિરણનું પુન:-ઉત્સર્જન માપી પદાર્થની સાંદ્રતા નક્કી કરવાની રાસાયણિક વિશ્લેષણની પદ્ધતિ. આ એક ખૂબ સંવેદનશીલ વૈશ્લેષિક પદ્ધતિ છે. સામાન્ય રીતે જીવરસાયણશાસ્ત્રીઓ તથા ચિકિત્સકીય (clinical) અને વૈશ્લેષિક રસાયણશાસ્ત્રીઓ તેનો ઉપયોગ વધુ…

વધુ વાંચો >

બફર

બફર : એવી રાસાયણિક પ્રણાલીઓ કે જે એક વાર સ્થાપિત થાય પછી બાહ્ય અસરો હેઠળ પોતાના pH (હાઇડ્રોજન આયનની સાંદ્રતા), pM (ધાતુ આયનોની સાંદ્રતા) અથવા રેડૉક્સ વીજવિભવ (redox potential) જેવાં મૂલ્યોમાં થતા ફેરફારનો પ્રતિરોધ કરે છે. તાપમાન, દબાણ અને કદમાં થતા ફેરફારોને રોકવા માટેનાં બફર પણ શક્ય છે. બફર અસરકારક…

વધુ વાંચો >

બર્કેલિયમ

બર્કેલિયમ : આવર્ત કોષ્ટક(periodic table)માંની ઍક્ટિનાઇડ અથવા ઍક્ટિનૉઇડ શ્રેણીનું આઠમા ક્રમનું રેડિયોધર્મી, પરાયુરેનિયમ (transuranium) રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા Bk. તેનો કોઈ સ્થાયી (stable) સમસ્થાનિક (isotope) ન હોવાથી પૃથ્વીના પોપડામાં તે મળતું નથી, પણ તેને નાભિકીય (nuclear) પ્રક્રિયાઓ દ્વારા મેળવવામાં આવે છે. આ માટે યોગ્ય લક્ષ્ય (target) પર વીજભારિત કણો કે ન્યૂટ્રૉન…

વધુ વાંચો >

બિયર(Beer)નો નિયમ

બિયર(Beer)નો નિયમ : અવશોષક માધ્યમની સાંદ્રતા અને વિકિરણના પારગમન કે અવશોષણને સાંકળી લેતો નિયમ. જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણમાંથી પ્રકાશ (વિકિરણ) પસાર થાય ત્યારે તેની તીવ્રતામાં થતો ઘટાડો માપી બિયરે 1852માં આ નિયમ રજૂ કર્યો હતો. કોઈ એક સમાંગ માધ્યમ (અથવા દ્રાવણ) ઉપર એકવર્ણી (monochromatic) કે અનેકવર્ણી (heterogeneous) પ્રકાશ આપાત થાય…

વધુ વાંચો >

બેઇઝ (base) (રસાયણશાસ્ત્ર)

બેઇઝ (base) (રસાયણશાસ્ત્ર) : સામાન્ય રીતે જેમનું જલીય દ્રાવણ સ્વાદે કડવું અને સ્પર્શમાં લીસું (smooth) કે લપસણું (slippery) હોય તથા જે લાલ લિટમસને ભૂરું કે અન્ય સૂચકોને તેમનો લાક્ષણિક રંગ ધરાવતા બનાવે, તેમજ ઍસિડ સાથે પ્રક્રિયા કરી તેમને લવણમાં ફેરવતાં હોય તેવાં સંયોજનોના સમૂહ પૈકીનો એક પદાર્થ. તે કેટલીક રાસાયણિક…

વધુ વાંચો >