કલ્પેશ સૂર્યકાન્ત પરીખ

મૅગ્નેશિયમ

મૅગ્નેશિયમ : આવર્તક કોષ્ટકના બીજા સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Mg. તેની શોધ હમ્ફ્રી ડેવીએ 1808માં કરી હતી. તેમણે ગરમ મૅગ્નેશિયમ ઑક્સાઇડ પર પોટૅશિયમની બાષ્પ પસાર કરી અપચયિત મૅગ્નેશિયમનું મર્ક્યુરી વડે નિષ્કર્ષણ કર્યું હતું. તેમણે મર્ક્યુરીનો કૅથોડ વાપરી મૅગ્નેશિયમ સલ્ફેટનું વિદ્યુતવિભાજન કરીને પણ તે મેળવ્યું હતું. બંને કિસ્સાઓમાં તેમને મૅગ્નેશિયમ સંરસ…

વધુ વાંચો >

રાસાયણિક પૃથક્કરણ

રાસાયણિક પૃથક્કરણ : રાસાયણિક સંયોજનનું તેના ઘટક-વર્ગ (નિકટ, proximate) અથવા અંતિમ ભાગોમાં અલગન; તેમાં રહેલા તત્ત્વોનું કે તેમાંની અશુદ્ધિઓનું નિર્ધારણ. વિશ્લેષક પાસે જ્યારે અજ્ઞાત નમૂનો આવે ત્યારે પહેલી જરૂરિયાત તેમાં કયા કયા પદાર્થો હાજર છે તે નક્કી કરવાની છે. ઘણી વાર એમ પણ બને કે નમૂનામાં કઈ કઈ અશુદ્ધિઓ હાજર…

વધુ વાંચો >

રાસાયણિક સમતોલન

રાસાયણિક સમતોલન : પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતી એક એવી સ્થિતિ કે જેમાં પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતામાં કોઈ દેખીતો ફેરફાર થતો નથી. પ્રતિવર્તી પ્રક્રિયા એ એવી પ્રક્રિયા છે કે જેમાં નીપજો ઉત્પન્ન થતાંની સાથે તેમની વચ્ચે પ્રક્રિયા થઈ મૂળ પ્રક્રિયકો પાછા ઉત્પન્ન થાય છે; દા. ત., A B   .…

વધુ વાંચો >

રેડિયમ

રેડિયમ : આવર્તક કોષ્ટકના બીજા (અગાઉના II A) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Ra. આલ્કલાઇન મૃદા ધાતુઓ (alkaline earth metals) પૈકી તે સૌથી ભારે તત્વ છે. 1898માં પિયરી અને મેરી ક્યુરી તથા જી. બેમૉન્ટે પિચબ્લેન્ડ નામના ખનિજના કેટલાક ટનનું ઐતિહાસિક પ્રક્રમણ કરી અલ્પ માત્રામાં તેને ક્લોરાઇડ રૂપે છૂટું પાડેલું. તે વિકિરણધર્મી…

વધુ વાંચો >

લ શૅટલિયરનો સિદ્ધાંત

લ શૅટલિયરનો સિદ્ધાંત : સમતોલન પામેલી પ્રણાલીના સમતોલનને નિર્ધારિત કરનાર પરિવર્તીય (variables) પૈકી એકમાં ફેરફાર કરવામાં આવે ત્યારે પ્રણાલીનો પ્રતિભાવ દર્શાવતો (રસાયણશાસ્ત્રનો) સિદ્ધાંત. આ સિદ્ધાંત ઊર્જાસંચયના નિયમનું પરિણામ છે. ફ્રેન્ચ રસાયણવિદ હેન્રી લુઈ લ શૅટલિયરે તેને 1888માં રજૂ કરેલો. આ સિદ્ધાંત મુજબ જો સમતોલનમાં રહેલી પ્રણાલીને અસર કરનાર સ્વતંત્ર પરિવર્તીય…

વધુ વાંચો >

લિથિયમ (lithium)

લિથિયમ (lithium) : આવર્તક કોષ્ટકના 1લા (અગાઉના IA) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્ત્વ. બર્ઝેલિયસની પ્રયોગશાળામાં કામ કરતા એક યુવાન સહાયક જોહાન ઑગસ્ટ આર્ફવેડસને 1870માં એક નવી આલ્કલી ધાતુ તરીકે તેની શોધ કરેલી. સિલિકેટ ખનિજ પેટેલાઇટમાંથી તે સૌપ્રથમ છૂટું પાડવામાં આવેલું. ગ્રીક શબ્દ ‘લિથૉસ’ (પથ્થર, stone) પરથી તત્વને ‘લિથિયમ’ નામ આપવામાં આવ્યું છે,…

વધુ વાંચો >

લેડ (સીસું, lead)

લેડ (સીસું, lead) : આવર્તક કોષ્ટકના 14મા (અગાઉના IV b) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્વ. તે p-ખંડ(block)નું તત્વ ગણાય છે. લેડ માટેના લૅટિન શબ્દ plumbum ઉપરથી તેને Pb સંજ્ઞા આપવામાં આવી છે. માનવી દ્વારા સૌપ્રથમ ઉત્પન્ન કરવામાં આવેલી ધાતુઓ પૈકીની તે એક છે. પુરાણા ઇજિપ્તમાં (ઈ. પૂ. 7000-5000) માટીનાં વાસણો(pottery)ને ઓપ (glaze)…

વધુ વાંચો >

લૅન્થેનમ

લૅન્થેનમ : આવર્તક કોષ્ટકના ત્રીજા (અગાઉના III A) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્ત્વ. સંજ્ઞા La. તે સિરિયમ ઉપસમૂહનું બીજા નંબરનું સૌથી વધુ વિપુલતા ધરાવતું વિરલ મૃદા (rare earth) તત્ત્વ ગણાય છે. 1839માં કાર્લ ગુસ્તાફ મૉસાન્ડરે સિરિયમ નાઇટ્રેટમાંથી એક (છુપાયેલી) અશુદ્ધિ તરીકે લૅન્થેનમ ઑક્સાઇડનું નિષ્કર્ષણ કર્યું હતું અને તેને લેન્થેના (ગ્રીક, છુપાયેલ) નામ…

વધુ વાંચો >

લૅમ્બર્ટનો નિયમ (Lambert’s law)

લૅમ્બર્ટનો નિયમ (Lambert’s law) : પ્રકાશનું અવશોષણ કરતા માધ્યમની જાડાઈ અને વિકિરણના પારગમન તથા અવશોષણને સાંકળી લેતો નિયમ. જ્યારે કોઈ એક સમાંગ (homogeneous) માધ્યમ ઉપર એકવર્ણી (monochromatic) અથવા વિષમાંગ (heterogeneous) પ્રકાશ પડે છે, ત્યારે તેમાંનો કેટલોક ભાગ (portion) પરાવર્તન પામે છે, કેટલોક માધ્યમમાં અવશોષાય છે અને બાકીનો પારગમન પામે છે.…

વધુ વાંચો >