કનુભાઈ શાહ
રંગનાથન્, શિયાલી રામામૃત
રંગનાથન્, શિયાલી રામામૃત (જ. 9 ઑગસ્ટ 1892, શિયાલી, જિ. તાંજોર, તામિલનાડુ; અ. 27 સપ્ટેમ્બર, 1972, બૅંગલોર) : ગ્રંથાલયશાસ્ત્રને અન્ય શાસ્ત્રોની સાથે વિદ્યાકીય જગતમાં સમાન હક્ક અપાવનાર ભારતના એક પ્રતિભાશાળી ગ્રંથપાલ. વિદ્યાકીય જગત અને વ્યવહારજગતમાં ગ્રંથાલયને અને ગ્રંથપાલને માનાર્હ દરજ્જો (status) પ્રદાન કરાવવાનું શ્રેય ડૉ. રંગનાથન્ને ફાળે જાય છે. રંગનાથન્નો જન્મ…
વધુ વાંચો >રાણી અબ્બક્કા
રાણી અબ્બક્કા : ભારતનાં મહાન મહિલાસ્વાધીનતાસેનાની, કુશળ પ્રશાસનિક અને નીડર યોદ્ધા. ચૌટા કુળની રાજધાની મૂડબિદ્રીમાં અત્યંત પ્રસિદ્ધ એવું હજાર સ્તંભનું મંદિર અહીં આવેલું છે. અનેક જૈન મંદિરો પણ અહીં આવેલાં છે. અનેક જૈન મંદિરમાં હિંદુ દેવી-દેવતાઓની પ્રતિમાઓ છે. રાણી જૈન હોવા છતાં તે પોતાના નામની પાછળ મહાદેવી વિશેષણ લખાવતાં. રાણીએ…
વધુ વાંચો >વાઙ્મયસૂચિ
વાઙ્મયસૂચિ : વિદ્વાનો અને સંશોધકો માટે ધોરી માર્ગ પર પહોંચવાનું અતિ મહત્વનું સાધન. ગ્રંથવર્ણનની કળા કે તેના વિજ્ઞાન તરીકે વાઙ્મયસૂચિએ વીસમી સદીમાં એક મહત્વપૂર્ણ સ્થાન અર્જિત કર્યું છે. ગ્રંથ-ઉત્પાદનક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ પ્રગતિએ, તેમજ અવિકસિત દેશોમાં વિશ્વની વૈજ્ઞાનિક અને યાંત્રિક માહિતી મેળવવા માટે ઊભી થયેલી નવી જરૂરિયાતે વાઙ્મયસૂચિના સર્જનમાં મહત્વપૂર્ણ ફાળો…
વધુ વાંચો >શુક્લ, સી. પી.
શુક્લ, સી. પી. (જ. 10 નવેમ્બર 1913, પાટણ, ગુજરાત; અ. 19 ઑક્ટોબર, 1982, વડોદરા) : ભારતમાં ગ્રંથાલયવિજ્ઞાનમાં સૌપ્રથમ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર, યુનેસ્કો અન્વયે વિવિધ દેશોમાં ગ્રંથાલયનિષ્ણાત તરીકે કામ કરનાર ગુજરાતના એક સુપ્રસિદ્ધ ગ્રંથાલયવિજ્ઞાની. ડૉ. ચંપકલાલ પ્રાણશંકર શુક્લ ‘ડૉ. સી. પી. શુક્લ’ના નામે યુનિવર્સિટી જગતમાં સવિશેષ ઓળખાતા રહેલા. એમનો જન્મ…
વધુ વાંચો >