કનુભાઈ પટેલ

ઇન્ટરનેશનલ લાઇવસ્ટૉક સેન્ટર ફૉર આફ્રિકા

ઇન્ટરનેશનલ લાઇવસ્ટૉક સેન્ટર ફૉર આફ્રિકા : ઉષ્ણકટિબંધના આફ્રિકન દેશોમાં પશુસંવર્ધન અને તેની પેદાશોના વેચાણક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવી આમજનતાનું જીવનધોરણ સુધારવાના ઉદ્દેશથી એડિસ અબાબા(ઇથોપિયા)માં 1976માં સ્થાપવામાં આવેલું કેન્દ્ર. આ મથક આફ્રિકાના ઉષ્ણકટિબંધના ઊંચાણવાળા વિસ્તારોના પશુસંવર્ધનને લગતા પ્રશ્નો ઉપર સંશોધન કરે છે. આ ઉપરાંત સૂકા પ્રદેશો, ભેજવાળા પ્રદેશો અને વિશાળ ચરિયાણ ધરાવતા…

વધુ વાંચો >

ઉંદર

ઉંદર (rat/mouse) : માનવ-વસાહતના સાંનિધ્યમાં અને ખેતરોમાં વસતી રોડેન્શિયા શ્રેણી, muridae કુળના આર્થિક ર્દષ્ટિએ મહત્વનાં સસ્તનો. પ્રજાતિ અને જાતિ : (1) માનવ-વસાહતની આસપાસ અને ખેતરોમાં રહેતો ઉંદર (rat), Rattus rattus અને Rattus norvegicus, (2) ઘરઉંદર (mouse), Mus musculus. સામાન્યપણે માનવીના દુશ્મન તરીકે ઓળખાતો ઉંદર માનવ-વસાહતોમાં, વસાહતોની આસપાસ અથવા ખેતરોમાં રહી…

વધુ વાંચો >