કનુભાઈ જોશી

અસ્થિઓ અને કંકાલતંત્ર

અસ્થિઓ અને કંકાલતંત્ર હાડકાં (અસ્થિઓ, bones), કાસ્થિ (cartilage) અને તેમના સાંધાઓ (અસ્થિસંધિ, joints) વડે બનેલા હાડપિંજર(skeleton)ના તંત્રને કંકાલતંત્ર કહે છે. હાડકાં શરીરને આકાર તથા આધાર આપે છે. હાડપિંજર હૃદય, મગજ અને અન્ય મૃદુ અવયવોને રક્ષણ આપે છે. હાડકાં સાંધાઓથી જોડાયેલાં હોય છે. તે ઉચ્ચાલનના દંડ તરીકે અને તેમના સાંધા આધારબિંદુ…

વધુ વાંચો >

અંત:સ્રાવી તંત્ર

અંત:સ્રાવી તંત્ર (Endocrine system) (માનવ અને માનવેતર પ્રાણીઓમાં) શરીરનાં કાર્યોનું રસાયણો દ્વારા નિયમન કરનાર તંત્ર. શરીરનાં કાર્યોનું નિયમન બે તંત્રો કરે છે : (1) ચેતાતંત્ર (nervous system) અને (2) અંત:સ્રાવી તંત્ર. ચેતાતંત્ર વીજ-આવેગો (electrical impulses) વડે અને  અંતસ્રાવી તંત્ર નલિકારહિત (ductless) ગ્રંથિઓના લોહીમાં સીધાં પ્રવેશતાં રસાયણો, અંત:સ્રાવો (hormones), પ્રતિપોષી (feed…

વધુ વાંચો >

આહાર અને પોષણ

આહાર અને પોષણ આહાર એટલે ખોરાક, મનુષ્યની પાચનશક્તિને અનુકૂળ કરાયેલ ખાદ્ય પદાર્થો. જીવનને ટકાવી રાખનારાં ત્રણ અનિવાર્ય સાધનો હવા, પાણી અને આહાર ગણાય છે. આહાર અને તંદુરસ્ત મનુષ્યના પ્રવર્તન અથવા ક્રિયાશીલતા (functioning) વચ્ચેનો સંબંધ સમજાવતી વિજ્ઞાનની શાખાને પોષણવિજ્ઞાન (nutrition) કહે છે. ઉષ્ણતા, ખનિજો, વિટામિન (પ્રજીવકો) અને અન્ય પોષક દ્રવ્યો શરીરની…

વધુ વાંચો >

કાર્બોહાઇડ્રેટ (આયુર્વિજ્ઞાન)

કાર્બોહાઇડ્રેટ (આયુર્વિજ્ઞાન) : શર્કરા, સેલ્યુલોઝ અને સ્ટાર્ચ જેવા કુદરતમાં મળી આવતાં કાર્બનિક સંયોજનોનો એક સમૂહ. તેમનું સામાન્ય સૂત્ર Cx (H2O)y છે, જેમાં X = 3, 4, …….; Y = 3, 4 ……. હોય છે. કાર્બોહાઇડ્રેટનું વિભાગીકરણ મૉનોસૅકેરાઇડ, ઓલિગોસૅકેરાઇડ અને પૉલિસૅકેરાઇડમાં કામ કરી શકાય. તેમનાં રાસાયણિક બંધારણ અને અન્ય ગુણધર્મો આગળ…

વધુ વાંચો >

કૅલરી

કૅલરી (Calorie) : શારીરિક ક્રિયાઓ વખતે વપરાતી ઊર્જાનો એકમ. 1 ગ્રામ પાણીનું તાપમાન 1° સે. જેટલું વધારવા માટે વપરાતી ઊર્જાને એક કૅલરી કહે છે. તેની જોડણી અંગ્રેજી નાના મૂળાક્ષર cથી દર્શાવવામાં આવે છે. તેને લઘુ કૅલરી, પ્રમાણભૂત કૅલરી અથવા ગ્રામ-કૅલરી કહે છે. શરીરમાં વપરાતી ઊર્જા માટે આ ઘણો જ નાનો…

વધુ વાંચો >

ક્રિયા-વિભવ (action potential)

ક્રિયા-વિભવ (action potential) : બાહ્ય પરિબળને કારણે કોષપટલ(cell-membrane)ની સોડિયમ માટેની પારગમ્યતા (permeability) બદલાવાથી ઉદભવતા પટલ (membrane) વિભવના ફેરફારની પ્રક્રિયા. કોષોના બાહ્ય આવરણરૂપ કોષપટલની બંને બાજુનાં આયનોનું પ્રમાણ અલગ અલગ હોય છે. તેનું કારણ કોષપટલની પૂર્વનિશ્ચિત અપૂર્ણ પારગમ્યતા (semipermeability) છે. કોષપટલની બંને બાજુનાં આયનોના અલગ પ્રમાણને કારણે બંને બાજુના વિદ્યુતભારમાં તફાવત…

વધુ વાંચો >

પ્રોટીન (આયુર્વિજ્ઞાન)

પ્રોટીન (આયુર્વિજ્ઞાન) : નાઇટ્રોજન તત્વવાળું મહત્વનું પોષણ ઘટક. તેને નત્રલ (protein) પણ કહે છે. કાર્બોદિત પદાર્થો, ચરબી, પ્રોટીન, પાણી, વિટામિન, સ્વલ્પ (trace) તત્વો અને સ્વત્વ ધાતુઓ પોષણનાં મહત્વનાં વિવિધ ઘટકો બનાવે છે. કાર્બોદિત પદાર્થો, ચરબી અને પ્રોટીન સેન્દ્રિય (organic) દ્રવ્યો છે. તેમાં ઑક્સિજન, કાર્બન અને હાઇડ્રોજનનાં તત્વો હોય છે. પ્રોટીનમાં…

વધુ વાંચો >