ઑટોમોબાઇલ ઇજનેરી

અધિનિયંત્રક

અધિનિયંત્રક : જુઓ, ગતિનિયંત્રક.

વધુ વાંચો >

ઇંધન-નિક્ષેપ

ઇંધન-નિક્ષેપ : આંતરદહન એન્જિન (Internal combustion engine)ના સિલિન્ડરમાં બાહ્ય પંપ (External pump) દ્વારા ઇંધન (Fuel) દાખલ કરવાની ખાસ પ્રક્રિયા. ડીઝલ એંજિનમાં સ્ફુલિંગ પ્લગ (Spark plug) હોતો નથી. સિલિંડરમાં દબાયેલી હવાથી ઉત્પન્ન થતી ગરમીની મદદથી ઇંધન પ્રજ્વળી ઊઠે છે. આ ઇંધનનો, સિલિંડરમાંની ગરમ હવામાં છંટકાવ કરવામાં આવે છે. સ્ફુલિંગ-દહન એંજિનમાં કેટલીક…

વધુ વાંચો >

ઉષ્માસંચરણ

ઉષ્માસંચરણ (heat-propagation) તાપમાનના તફાવતને પરિણામે એક પદાર્થ અથવા પ્રણાલીમાંથી બીજામાં ઉષ્મારૂપી ઊર્જાનું સંચરણ. રાસાયણિક ઇજનેર જે સંક્રિયાઓ કરે છે તે સર્વમાં ઘણુંખરું ઊર્જા ગરમીના રૂપમાં ઉત્પન્ન થાય છે કે શોષાય છે. આથી ગરમીના પરિવહન અંગેના નિયમો તથા આ પરિવહન ઉપર નિયમન રાખી શકે તેવાં ઉપકરણો રાસાયણિક ઇજનેરીમાં ઘણાં અગત્યનાં છે.…

વધુ વાંચો >

ઊંજણ

ઊંજણ (lubrication) : યંત્રના કાર્ય દરમિયાન એકબીજા ઉપર સરકતી બે ઘન સપાટીઓ વચ્ચે તેમના કરતાં નરમ (softer) એવા પદાર્થો દાખલ કરી, સપાટીઓને અલગ પાડી, ઘર્ષણ (friction) તથા નિઘર્ષણ (wear) ઓછું કરવાની પ્રવિધિ (process) આ માટે વપરાતા પદાર્થો ઊંજકો (lubricant) તરીકે ઓળખાય છે. સંજોગો પ્રમાણે ‘નરમ’ સ્તર વાયુ, પ્રવાહી, ઘન અથવા…

વધુ વાંચો >

ઑટોમોબાઇલ ઇજનેરી

ઑટોમોબાઇલ ઇજનેરી : આંતર્દહન એન્જિનથી ચાલતાં મોટરગાડી, બસ, રિક્ષા, મોટરસાઇકલ જેવાં વાહનોના નિર્માણ અંગેની ઇજનેરી વિદ્યાની એક વિશિષ્ટ શાખા. દરેક પ્રકારના મોટરવાહનનું, ખાસ કરીને મોટરગાડીની પાછળ વર્ષોનું સંશોધન, આયોજન અને વિકાસકાર્ય રહેલાં હોય છે. એક નવું મૉડેલ ડિઝાઇન, ઇજનેરી, નિર્માણ સમુચ્ચયન (assembly) અને પરીક્ષણના તબક્કામાંથી પસાર થઈને પ્રદર્શનકક્ષ(show room)માં આવે…

વધુ વાંચો >

ઑટોરિક્ષા

ઑટોરિક્ષા : પેટ્રોલથી ચાલતું ત્રણ પૈડાંનું ઝડપી વાહન. શહેરમાં વાહનવ્યવહારની ભારે ભીડમાં ઑટોરિક્ષા નાનું અને અનુરૂપ વાહન હોઈ લોકપ્રિય થયેલું છે. તે ત્રણ પૈડાંવાળું વાહન હોવાથી તે ચલાવવા માટે દ્વિચક્રી વાહન જેવી સસ્તી અને સરળ યોજના હોય છે. તેમાં 150 કે 175 મિલી. લિટર ક્ષમતાવાળું એક સિલિન્ડર, 2 ફટકાવાળું (two…

વધુ વાંચો >

ઑસ્ટિન હર્બટ ઑસ્ટિન બૅરન

ઑસ્ટિન, હર્બટ ઑસ્ટિન બૅરન (જ. 8 નવેમ્બર 1866, બકિંગહૅમ-શાયર, ઇંગ્લૅન્ડ; અ. 23 મે 1941, બર્મિંગહામ, ઇંગ્લેન્ડ) : મોટરકારના નામી નિર્માતા. તેમણે બ્રૅમ્પટન કૉલેજ ખાતે અભ્યાસ કર્યો. 1884માં તેઓ ઑસ્ટ્રેલિયા ગયા અને ઇજનેરી કારખાનામાં કામ કર્યું. 1893માં તેઓ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા; 1895માં વુલ્ઝલી કંપનીના સહયોગમાં સૌપ્રથમ 3 પૈડાંવાળી મોટરકારનું નિર્માણ કર્યું.…

વધુ વાંચો >

ગતિનિયંત્રક

ગતિનિયંત્રક (governor) : ગતિ પર નિયંત્રણ રાખનારું સ્વયંસંચાલિત સાધન. સ્થાયી વપરાશના પ્રાથમિક ચાલકો (prime movers) જેવા કે ડીઝલ-એન્જિન; વરાળ, પાણી કે ગૅસથી ચાલતાં ટર્બાઇન વગેરે અમુક મુકરર ઝડપે ભ્રમણ કરે તે જરૂરી છે. ચાલકો ઉપરના ભાગમાં વધઘટ થાય અને તેમને આપવામાં આવતા ઇંધનનું પ્રમાણ હતું તેનું તે જ રહે તો…

વધુ વાંચો >

ગોએન્કા પવન કુમાર

ગોએન્કા પવન કુમાર (જ. 25 સપ્ટેમ્બર 1954, હરપાલપુર, મધ્યપ્રદેશ) : ઑટોમોબાઇલથી અંતરિક્ષ ક્ષેત્રે ગુણવત્તા અને નવાચાર (Innovation) પ્રત્યે પ્રતિબદ્ધ અંતરિક્ષના વિકસતા ક્ષેત્રમાં ‘મેક ઇન ઇન્ડિયા’ની ભાવનાને મૂર્તરૂપ આપવા કટિબદ્ધ વૈજ્ઞાનિક. પવન કુમારે કૉલકાતાની જૈન હાઈસ્કૂલમાં શાળેય શિક્ષણ લીધું. તેમણે આઈ.આઈ.ટી. કાનપુરમાંથી મિકૅનિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની અને અમેરિકાની કોર્નેલ (Cornell) યુનિવર્સિટીમાંથી પી.એચડી.ની…

વધુ વાંચો >

ટર્બાઇન

ટર્બાઇન : પ્રવાહીમાં સંગ્રહાયેલી ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું યંત્ર. ‘ટર્બાઇન’ શબ્દ લૅટિન શબ્દ ‘ટર્બો’ (turbo) એટલે ઘૂર્ણાયમાન વસ્તુ (whirling object) ઉપરથી આવેલો છે. પ્રવાહીને, આબદ્ધ માર્ગ અને પરિભ્રમક (rotor) સાથે જોડેલી પક્ષ (fin) આકારની બ્લેડમાંથી પસાર કરીને આનું રૂપાંતર કરવામાં આવે છે. તે પ્રક્રિયામાં પરિભ્રમક ઘૂમતો રહે છે. ટર્બાઇનના…

વધુ વાંચો >