ઊડિયા સાહિત્ય
મામુ (1913)
મામુ (1913) : ફકીરમોહન સેનાપતિ કૃત ઊડિયા નવલકથા. નોંધપાત્ર બનેલી આ સામાજિક નવલ, લેખકની શ્રેષ્ઠ રચના ‘ચમન અથા ગૂંથા’ના પ્રકાશન પછી 15 વર્ષે પ્રગટ થયેલી ત્રીજી કૃતિ છે; કૌટુંબિક જીવનની આ કથાનું વસ્તુ 1840–1880ના સમયગાળાના ઓરિસાની સામાજિક તથા આર્થિક પરિસ્થિતિની પશ્ચાદભૂમિકામાં આલેખાયું છે. ‘મામુ’(મામા)નાં વસ્તુગૂંથણી, વિષયમાવજત, સમગ્ર રૂપરેખા તથા મનોવલણ…
વધુ વાંચો >મિશ્ર, ગોદાવરીપ્રસાદ
મિશ્ર, ગોદાવરીપ્રસાદ (જ. 1886, પુરી, ઓરિસા; અ. 1956) : ઓરિસાના સાહિત્યકાર અને રાજકારણી. ગરીબ કુટુંબમાં જન્મ્યા હોવાથી શરૂઆતનું જીવન ગરીબીમાં વિતાવ્યું. કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. સુધીનો અને કાયદાના વિષયનો અભ્યાસ કર્યો. તે પછી ‘સત્યવાદી’ નામની નવી સ્થપાયેલી શાળાના રાષ્ટ્રવાદી શિક્ષકોના જૂથમાં જોડાયા. તેમની સાહિત્યિક કૃતિઓમાં ગદ્યરચનાઓના અનુવાદ મુખ્ય છે. તેમણે અંગ્રેજીમાંથી…
વધુ વાંચો >મિશ્ર, સૌભાગ્યકુમાર
મિશ્ર, સૌભાગ્યકુમાર (જ. 1941, બરહામપુર, ઓરિસા) : ઓરિસાના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘દ્વા સુપર્ણા’ બદલ 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી અને હાલ બરહામપુર યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરે છે. અત્યાર સુધીમાં તેમનાં 6 કાવ્યસંગ્રહો, 2 વિવેચનગ્રંથો…
વધુ વાંચો >મોહન્તી, જતીન્દ્ર મોહન
મોહન્તી, જતીન્દ્ર મોહન (જ. 3 જુલાઈ 1932, શ્યામસુંદરપુરી, જિ. કેન્દ્રપાડા, ઓરિસા; અ. ઑગસ્ટ 2012 ભુવનેશ્વર) : ઊડિયા અને ભારતીય અંગ્રેજીના લેખક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘સૂર્યસ્નાત’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.; સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંગ્લિશ, હૈદરાબાદ અને લીડ્ઝ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડમાંથી શૈક્ષણિક…
વધુ વાંચો >રથ, ચંદ્રશેખર
રથ, ચંદ્રશેખર (જ. 17 ઑક્ટોબર 1929, બાલનગિર, ઓરિસા) : ઊડિયા નિબંધકાર, નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 1952માં લખનૌ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની પદવી મેળવ્યા પછી તેઓ ઓરિસા સરકારની શિક્ષણસેવામાં રીડર તરીકે જોડાયા અને 1975 સુધી ઉપાચાર્ય તથા આચાર્ય તરીકે સેવા આપી. 1975થી 1978 સુધી તેમણે પાઠ્યપુસ્તક બ્યુરોના સેક્રેટરી અને 1987 સુધી…
વધુ વાંચો >રથ, જયન્તી (શ્રીમતી)
રથ, જયન્તી (શ્રીમતી) (જ. 9 જુલાઈ 1960; ભુવનેશ્વર, ઓરિસા) : ઊડિયા લેખિકા. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઇતિહાસના વિષય સાથે એમ.એ. અને એમ.ફિલ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ભુવનેશ્વર ખાતેના ઓરિસા રાજ્ય મ્યુઝિયમના મદદનીશ ક્યુરેટર તરીકે જોડાયાં તે સાથે લેખનકાર્ય પણ કરતાં રહ્યાં. તેમણે કેટલાક ગ્રંથો આપ્યા છે : ‘જાત્રારંભ’ (1984), ‘ભિન્ન વર્ણબોધ’…
વધુ વાંચો >રથ, બલદેવ
રથ, બલદેવ (જ. 1789, આઠગડ, જિ. ગંજમ, ઓરિસા; અ. 1845) : ઊડિયા લેખક. શિક્ષણ આઠગડની શાળામાં. તેઓ બહુભાષાવિદ હતા. સંસ્કૃત, હિન્દી, બંગાળી તથા તેલુગુ ભાષાઓ પર તેમનો સારો કાબૂ હતો. 1935 પૂર્વે ઓરિસા રાજ્યનો ગંજમ જિલ્લો મદ્રાસ ઇલાકામાં હતો એથી તેઓ તેલુગુ ભાષા શીખેલા. એમણે અનેક ગીતો રચ્યાં છે. તેમણે…
વધુ વાંચો >રથ, રમાકાન્ત
રથ, રમાકાન્ત (જ. 13 ડિસેમ્બર, 1934, કટક, ઓરિસા) : ઊડિયા ભાષાના કવિ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી(દિલ્હી)ના પૂર્વ પ્રમુખ. 1956માં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.. 1957માં આઇ.એ.એસ.માં જોડાયા. ઓરિસાની તથા કેન્દ્રની સરકારમાં વિવિધ હોદ્દાઓ પર કામગીરી (1957–92). કૉલેજકાળથી કાવ્યલેખનનો પ્રારંભ. પ્રથમ કાવ્યસંગ્રહ ‘કે તે દિનાર’ 1962માં પ્રગટ થયા પછી, ‘અનેક કોઠારી’ (1967) અને…
વધુ વાંચો >રથ, વ્રજનાથ
રથ, વ્રજનાથ (જ. 12 જાન્યુઆરી 1936, બાલાસોર નગર, ઓરિસા) : ઊડિયાના ઉદ્દામવાદી કવિ. તેમણે ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યો હતો. ચાળીસી પછી કવિ તરીકે તેમણે સાહિત્યક્ષેત્રે કારકિર્દી શરૂ કરી. ‘કાવ્ય’ નામના સામયિકનું સંપાદન સંભાળ્યું અને ‘ધરિત્રી’ (1957) અને ‘સમસામયિક ઑરિયા પ્રેમ કવિતા’ (1962) નામના કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા. આ ઉપરાંત તેમના…
વધુ વાંચો >રાઉતરાય, સચી (સચ્ચિદાનંદ)
રાઉતરાય, સચી (સચ્ચિદાનંદ) (જ. 13 મે 1916, ગુરુજંગ, જિ. પુરી, ઓરિસા) : ઊડિયા ભાષાના કવિ. કોલકાતા અને કટકમાં શિક્ષણ. વિદ્યાર્થી અવસ્થામાં આઝાદીની લડતમાં જોડાયા; બે વાર જેલ ભોગવી. વિદ્યાર્થીકાળમાં જ અગિયાર વર્ષની વયે લેખનનો પ્રારંભ. 1939 અને 1942માં તેમનાં કાવ્યો પર પ્રતિબંધ. પ્રેસ ઍક્ટ હેઠળ દંડ પણ થયો. 1952માં કોલંબો…
વધુ વાંચો >