ઉર્દૂ સાહિત્ય

સફી લખનવી

સફી લખનવી (જ. 3 જાન્યુઆરી 1862, લખનૌ; અ. 25 જૂન 1950) : સૂફી કવિ. તેમણે ‘સફી’ તખલ્લુસથી કાવ્યરચનાઓ કરી. તેમનું મૂળ નામ સૈયદઅલી નકી સૈયદ ફઝલહુસેન હતું. તેમના પિતા લખનૌના અંતિમ શાસકના દરબારમાં પ્રતિષ્ઠિત વિદ્વાન હતા. આ કારણે ‘સફી’ શાહી કુટુંબના નિકટના પરિચયમાં આવ્યા અને તેઓના સહાધ્યાયી બન્યા. દરબારનો અને…

વધુ વાંચો >

સરશાહ, પંડિત રતનનાથ

સરશાહ, પંડિત રતનનાથ (જ. 1845, લખનઉ; અ. 1902, હૈદરાબાદ) : ઉર્દૂના ઉત્તમ નવલકથાકાર અને અનુવાદક. લખનૌ કેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો, પરંતુ ડિગ્રી પ્રાપ્ત ન કરી. રજબઅલી સરૂર જ્યારે ગદ્યલેખક તરીકે અતિ ખ્યાતનામ હતા ત્યારે સરશાહની સાહિત્યિક કારકિર્દી શરૂ થઈ હતી. તેમણે સરૂરની પરંપરા તોડી અને નવી ગદ્યશૈલી લખનૌના અવધપંચ સાથે…

વધુ વાંચો >

સરૂર, અલી અહમદ

સરૂર, અલી અહમદ (જ. 7 ઑક્ટોબર 1912, બદાયૂં, ઉત્તરપ્રદેશ; અ ?) : ઉર્દૂના વિદ્વાન. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ઉર્દૂ વિષય સાથે એમ.એ.ની અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની ડિગ્રી મેળવી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં માનાર્હ પ્રાધ્યાપક 2002માં રહ્યા અને લેખનની પ્રવૃત્તિ. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ઉર્દૂના રીડર, લખનૌ યુનિવર્સિટી, 1946-55;…

વધુ વાંચો >

સલીમ શાહઝાદ

સલીમ શાહઝાદ (સલીમખાન ઇબ્રાહીમખાન) (જ. 1 જૂન 1949, ધૂલિયા, મહારાષ્ટ્ર) : ઉર્દૂ લેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ઉર્દૂમાં એમ.એ.ની પદવી મેળવી. પછી અધ્યાપન અને લેખનકાર્ય કર્યું. તેમણે અત્યારસુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘દુઆ : પાર મુન્ટાશર’ (1981); ‘તઝકિયા’ (1987) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘જદીદ શાયરી કી અબજાદ’ (1983);…

વધુ વાંચો >

સાદિક (સૈયદ સાદિક અલી)

સાદિક (સૈયદ સાદિક અલી) (જ. 10 એપ્રિલ 1943, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ) : ઉર્દૂ કવિ અને કથાસાહિત્યકાર. તેમણે મરાઠાવાડ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. પછી દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગના રીડર નિમાયા. તેઓ 1990માં ભારતીય વિદ્યાપીઠની ભાષા સલાહકાર સમિતિના સભ્ય; 1991-92 દરમિયાન સરસ્વતી સન્માન માટેની ભાષા સમિતિ અને ચયન સમિતિના…

વધુ વાંચો >

સારથી ઓ. પી. શર્મા

સારથી, ઓ. પી. શર્મા (જ. 1 એપ્રિલ 1933, જમ્મુ) : ડોગરીના લેખક. તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો છે. તેમણે કલાકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને 1962 અને 1964માં વૈયક્તિક ચિત્રપ્રદર્શનો યોજ્યાં. સીએસઆઇઆરના સિનિયર આર્ટ ઑફિસર તરીકે નિવૃત્ત થયા પછી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિમાં વ્યસ્ત. તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : રાજ્યની અકાદમીનો…

વધુ વાંચો >

સાલમ બિન રઝાક (શેખ અબ્દુલ સાલમ અબ્દુલ રઝાક)

સાલમ બિન રઝાક (શેખ અબ્દુલ સાલમ અબ્દુલ રઝાક) (જ. 15 નવેમ્બર 1941, પનવેલ, મહારાષ્ટ્ર) : ઉર્દૂ લેખક. તેમણે ડી.એડ.ની ડિગ્રી મેળવ્યા પછી લેખનકાર્ય આરંભ્યું. 1989-91 સુધી તેઓ મહારાષ્ટ્ર સ્ટેટ ઉર્દૂ અકાદમીના સભ્ય રહ્યા. તેમણે કુલ 8 ગ્રંથો આપ્યા છે. ઉર્દૂમાં ‘નંગી દુપહર કા સિપાઈ’ (1977), ‘મો આબ્બિર’ (1987) તેમના વાર્તાસંગ્રહો…

વધુ વાંચો >

સાલિહ આબિદ હુસેન

સાલિહ આબિદ હુસેન (જ. 1913, પાણીપત, હરિયાણા) : ઉર્દૂ લેખિકા. તેઓ ઉર્દૂના અદ્યતન યુગના અગ્રદૂત એવા જાણીતા કવિ ખ્વાજા અલ્તાફ હુસેન હાલીનાં પૌત્રી અને જાણીતા લેખક સ્વ. કે. જી. સકલીનનાં પુત્રી હતાં. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી ખાનગી ઉમેદવાર તરીકે બી.એ.(ઓનર્સ)ની પદવી મેળવી. 1933માં પ્રખ્યાત વિદ્વાન સ્વ. આબિદ હુસેન સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.…

વધુ વાંચો >

સાલિમ્બેની બંધુઓ

સાલિમ્બેની બંધુઓ (સાલિમ્બેની, લૉરેન્ઝો : જ. 1374, ઇટાલી; અ. 1420, ઇટાલી; સાલિમ્બેની, જેકોપો : જ. આશરે 1385, ઇટાલી; અ. 1427 પછી, ઇટાલી) : પોથીમાંનાં લઘુચિત્રો અને દેવળોમાં ભીંતચિત્રો આલેખવા માટે જાણીતા ઇટાલિયન ગૉથિક ચિત્રકાર બંધુઓ. એમનાં ચિત્રોમાં મુખ પર નાટ્યાત્મક હાવભાવ જોઈ શકાય છે. બોલોન્ચા, લૉમ્બાર્દી અને જર્મની તથા હૉલેન્ડનાં…

વધુ વાંચો >

સાંડિલ્વી વજાહત અલી

સાંડિલ્વી, વજાહત અલી (જ. 1 માર્ચ 1916, સાંડિલા, ઉત્તર પ્રદેશ; અ. 9 ઑક્ટોબર 1996) : ઉર્દૂ લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એ., એલએલ.બી.ની પદવી મેળવી. વકીલાતની સાથોસાથ લેખનકાર્ય કર્યું. તેમણે અત્યાર સુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમના ‘ગૂંગી હવેલી’ (1971); ‘કૂલી નં. 399’ (1980); ‘ધૂપ કી ઐનક’ (1984) નામક વાર્તાસંગ્રહો લોકપ્રિય…

વધુ વાંચો >