ઉમાકાન્ત મા. પંડિત

અદાલત

અદાલત : રાજ્ય દ્વારા ન્યાયનો અમલ કરવા માટેનું મુકરર સ્થાન. અદાલત શબ્દનો ન્યાયાધીશ એવો પણ અર્થ કરવામાં આવે છે. જુદા જુદા અધિનિયમોમાં ‘અદાલત’ શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ન્યાયપંચો અદાલતો નથી તેમજ લવાદો અને સંસ્થાઓની કમિટીઓ પણ અદાલત નથી; બહોળા અર્થમાં અદાલત એટલે દીવાની તેમજ ફોજદારી ન્યાયિક કાર્યવાહી સ્વીકારી તેને…

વધુ વાંચો >

અપીલ

અપીલ : ઉપલી અદાલત દ્વારા નીચલી અદાલતના ન્યાયનિર્ણયની ન્યાયિક ફેરવિચારણા. નીચલી અદાલતના ન્યાયનિર્ણયથી અસંતુષ્ટ પક્ષકાર ઉપલી અદાલત સમક્ષ તે અંગેનાં પોતાનાં કારણો જણાવી જે ન્યાયિક કાર્યવાહી કરવા માટેની દાદ માગતી અરજી દાખલ કરે તેને અપીલ કહેવામાં આવે છે. દીવાની અદાલતના હુકમ કે હુકમનામા સામેની અપીલ અંગેના પ્રબંધો સિવિલ પ્રોસીજર કોડ,…

વધુ વાંચો >

આવશ્યક સેવા જાળવણી અધિનિયમ

આવશ્યક સેવા જાળવણી અધિનિયમ (સને 1968નો 59મો અધિનિયમ) : આવશ્યક સેવાઓની જાળવણી માટે ઘડાયેલો કાયદો. આ અધિનિયમ ભારતની સંસદે 1968માં ઘડ્યો છે. આ અધિનિયમ સમગ્ર ભારતને લાગુ પડે છે. જમ્મુ-કાશ્મીર રાજ્યના વિસ્તારને લાગુ પડતો ન હોવા છતાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડે તેટલે અંશે તે રાજ્યમાં પણ તે લાગુ પડે…

વધુ વાંચો >

ક્ષતિપૂર્તિ (damages) (કાયદો)

ક્ષતિપૂર્તિ (damages) (કાયદો) : નુકસાન પેટે ચૂકવવું પડતું વળતર. ભારતીય કરાર અધિનિયમ, 1872ની કલમ 124 મુજબનો કરાર. ક્ષતિપૂર્તિના કરારમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાનાથી અગર અન્ય વ્યક્તિની વર્તણૂકથી થયેલ નુકસાનમાંથી મુક્ત રાખવાનું વચન આપે છે. વીમાનો કરાર એ ક્ષતિપૂર્તિનો કરાર છે. નુકસાનમાંથી મુક્ત રાખવાની ક્ષતિપૂર્તિનો કરાર સ્પષ્ટ કે ગર્ભિત હોઈ…

વધુ વાંચો >

ગજેન્દ્રગડકર, પ્રહલાદ બાળાચાર્ય

ગજેન્દ્રગડકર, પ્રહલાદ બાળાચાર્ય (જ. 16 માર્ચ 1901, સાતારા, મહારાષ્ટ્ર; અ. 12 જૂન 1981, મુંબઈ) : વિખ્યાત ધારાશાસ્ત્રી અને ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ. જૂના મુંબઈ રાજ્યના ધારવાડ જિલ્લાના ગજેન્દ્રગડ ગામના મૂળ વતની પરંતુ સાતારા ગામમાં આવી વસેલા; પાંચ પેઢીથી સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિતોના પરિવારમાં જન્મ. 1918માં વિશેષ પ્રાવીણ્ય સાથે…

વધુ વાંચો >