ઈશાનંદ

ઈવાન્જેલિકલ ચર્ચ

ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…

વધુ વાંચો >

ઈસ્ટર

ઈસ્ટર : ખ્રિસ્તીઓ દ્વારા ભક્તિભાવથી ઊજવાતો ઈસુના પુનરુત્થાનનો તહેવાર. પુનરુત્થાનને લીધે એમનો જન્મ તથા જીવન માનવ માટે આદર્શરૂપ બન્યાં. અંગ્રેજી શબ્દ ઈસ્ટર, ‘ટ્યૂટૉનિક’ (Teutonic) લોકોના વસંતોત્સવ ‘એવોસ્ટર’ (Eoustur) પરથી આવેલો છે. ઈસ્ટરની તિથિ બદલાય છે. તોપણ માર્ચ 22 તથા એપ્રિલ 25 વચ્ચેના રવિવારે હોય છે. સંકુચિત અર્થમાં લઈએ તો ઈસ્ટર…

વધુ વાંચો >

કાર્ડિનલ ન્યૂમન

કાર્ડિનલ ન્યૂમન (જ. 21 ફેબ્રુઆરી 1801, લંડન; અ. 11 ઑગસ્ટ 1890, એડ્ગ-બેસ્ટન) : અંગ્રેજી ગદ્યસાહિત્યના વરિષ્ઠ લેખક, કવિ અને નવલકથાકાર, તત્વચિંતક, વક્તા, પત્રકાર તથા ધર્મવેત્તા. 1821માં ન્યૂમન ઑક્સફર્ડની ટ્રિનિટી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ ઑરિયલ કૉલેજના ફેલો થયા. પુરોહિતદીક્ષા લીધા પછી તે 1827માં ઑક્સફર્ડ સેંટ મેરિસ ચર્ચના પાદરી તરીકે નિમાયા. પંદર…

વધુ વાંચો >

કેથીડ્રલ

કેથીડ્રલ : ખ્રિસ્તીઓનું એક પ્રકારનું પ્રાર્થનાઘર. આવાં પ્રાર્થનાઘરો મુખ્યત્વે ચાર પ્રકારનાં હોય છે. બાઝિલિકા (basilica), કેથીડ્રલ, ચર્ચ અને ચૅપલ. પ્રતિષ્ઠા કે ભવ્યતાની ર્દષ્ટિએ બાઝિલિકાઓ પહેલી હરોળનાં પ્રાર્થનાઘરો છે. પણ કેન્દ્રીકૃત ધર્મ જેવા ખ્રિસ્તી ધર્મમાં કેથીડ્રલો અગત્યનો ભાગ ભજવે છે. મોટા ધર્મપ્રાંતો (dioceses) કેથીડ્રલકેન્દ્રિત હોય તો નાના ધર્મપ્રાંતો (parishes) ચર્ચકેન્દ્રિત હોય…

વધુ વાંચો >

ક્રૉસ

ક્રૉસ : ખ્રિસ્તી ધર્મનું ખાસ ચિહ્ન. ખ્રિસ્તી દેવળો, નિવાસસ્થાનો, કબ્રસ્તાનો વગેરેમાં જાતજાતના ક્રૉસ જોવા મળે છે. ખ્રિસ્તી પ્રાર્થનાઓ અને અન્ય ધર્મવિધિઓ ક્રૉસની નિશાનીથી શરૂ થાય છે. ભૂતપ્રેતની બીકથી બચવા, જોખમોનો સામનો કરવા, શુભ શુકનો દર્શાવવા વગેરે માટે ઘણા ઈસુપંથીઓ ગળે ક્રૉસ પહેરે છે. આવી ક્રૂસભક્તિ અને આસ્થાનું કારણ એ છે…

વધુ વાંચો >

ગિરિપ્રવચન

ગિરિપ્રવચન : બાઇબલના ઉત્તરાર્ધ, નવા કરારમાં પહેલા પુસ્તક માથ્થીના શુભસંદેશમાંનાં પાંચથી સાત સુધીના ત્રણ અધ્યાયો. ગિરિપ્રવચન બાઇબલના ધર્મસંદેશનો અર્ક અને સાર છે. તેમાં માનવજીવન વિશેની સર્વોત્કૃષ્ટ ભાવના, ઉચ્ચ આદર્શો તથા પ્રભુમય જીવન વિશે પ્રેરક ઉપદેશ આપવામાં આવ્યો છે. સાદી, સચોટ અને મર્મવેધક ભાષામાં અપાયેલો આ સંદેશ નીતિમત્તા, ધર્મ અને આધ્યાત્મિકતાનો…

વધુ વાંચો >

ગુડ ફ્રાઇડે

ગુડ ફ્રાઇડે : ઈસુની પીડા અને મરણની યાદગીરીમાં પવિત્ર રવિવાર (ઈસ્ટર સન્ડે) પહેલાંનો શુક્રવાર. ખ્રિસ્તીઓ તેને સાધના-ઉપાસના દિન તરીકે માને છે. તેને અંગ્રેજીમાં ‘ગુડ ફ્રાઇડે’ અને ગુજરાતીમાં ‘પવિત્ર શુક્રવાર’ કહેવામાં આવે છે. આ ‘ગુડ ફ્રાઇડે’નો દિવસ ઈસ્ટરની તૈયારી માટેના ચાળીસ દિવસના તપની ટોચ ગણાય છે. મોટા ભાગના તહેવારોમાં સામાજિક, સાંસ્કૃતિક…

વધુ વાંચો >