ઇતિહાસ – ભારત

સોપારા

સોપારા : પ્રાચીન ભારતનું એક બંદર. મુંબઈ પાસેના વસઈથી આઠ કિલોમીટર દૂર થાણા જિલ્લામાં સોપારા આવેલું છે. તેનું પ્રાચીન નામ સૂર્પારક (કે શૂર્પારક) હતું. મહાભારત અને જૈનબૌદ્ધ સાહિત્યમાં સોપારા વિશેના ઉલ્લેખો મળી આવે છે. મહાભારતના સભાપર્વમાં સોપારાના ગણરાજ્યનો ઉલ્લેખ છે. સભાપર્વમાં સહદેવના દક્ષિણ દિશાના વિજયનું વર્ણન છે, જેમાં સૂર્પારકના ગણરાજ્યને…

વધુ વાંચો >

સોમવંશ

સોમવંશ : સોમ-ચન્દ્રથી પ્રવર્તેલો વંશ. પુરાણોમાં સૂર્ય-ચંદ્રથી પ્રવર્તેલા વંશો ઉપરાંત સ્વયંભુવ વંશ, ભવિષ્ય વંશ અને માનવેતર વંશોનાં વર્ણન મળે છે. પૌરાણિક સાહિત્યમાં ઘણોખરો રાજકીય વંશોનો ઇતિહાસ ચંદ્રવંશ સાથે સંબંધિત છે. પ્રાચીન ઇતિહાસમાં સૂર્યવંશી રાજવીઓનું પ્રાબલ્ય હતું; પરંતુ ઉત્તરકાલીન યુગમાં સૂર્યવંશી રાજ્યસત્તા અયોધ્યા, વિદેહ અને વૈશાલીમાં સૂર્યોદિત બની રહી. તેમાંય માંધાતૃ–માંધાતા…

વધુ વાંચો >

સોમેશ્વર 1લો

સોમેશ્વર 1લો (શાસનકાળ : 1043–1068) : દખ્ખણમાં આવેલ કલ્યાણીના ચાલુક્ય વંશના રાજા જયસિંહ 2જાનો પુત્ર. તેણે ‘આહવમલ્લ’ (યુદ્ધમાં મહાન), ‘ત્રૈલોક્યમલ્લ’ તથા ‘રાજનારાયણ’ બિરુદો અપનાવ્યાં હતાં. તે ‘વીર માર્તંડ’ તરીકે પણ જાણીતો હતો. ગાદીએ આવ્યો કે તરત દક્ષિણ ભારતના ચોલ વંશના રાજા રાજાધિરાજે તેના પ્રદેશો ઉપર ચડાઈ કરી અને તેનાં ત્રણ…

વધુ વાંચો >

સોમેસ માઇકેલ (જ્યૉર્જ) [Somes Michael (George)]

સોમેસ, માઇકેલ (જ્યૉર્જ) [Somes, Michael (George)] [જ. 28 સપ્ટેમ્બર 1917, હોર્સ્લી (Horsely), ગ્લૉસેસ્ટરશાયર, (Gloucestershire), ઇંગ્લૅન્ડ] : પ્રશિષ્ટ અને આધુનિક બૅલે-નૃત્યોના પ્રખ્યાત બ્રિટિશ નર્તક તથા રૉયલ બૅલે કંપનીના કોરિયોગ્રાફર. પ્રસિદ્ધ બૅલે-નર્તકી મેર્ગોટ ફોન્ટેઇન સાથે તેમણે ઘણાં નૃત્યોમાં નૃત્ય કરેલું. માઇકેલ સોમેસ (જ્યૉર્જ) 1934માં સોમેસે સેડ્લર્સ વેલ્સ સ્કૂલ ખાતે બૅલે-નૃત્યનો અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >

સોમૈયા કરમસીભાઈ જેઠાભાઈ

સોમૈયા, કરમસીભાઈ જેઠાભાઈ (જ. 16 મે 1902, માલુંજા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર; અ. 9 મે 1999, મુંબઈ) : મહારાષ્ટ્રમાં ખાંડ-ઉદ્યોગના વિકાસમાં તથા મુંબઈના ઘાટકોપર પરામાં વૈવિધ્યપૂર્ણ શિક્ષણસંકુલની સ્થાપના તથા તેના વિસ્તરણમાં મહત્વનું યોગદાન કરનાર દૂરંદેશી સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ. લુહાણા જ્ઞાતિમાં જન્મેલા કરમસીભાઈના પૂર્વજો કચ્છના વતની હતા. તેમના દાદા ઠાકરસીભાઈ કચ્છના તેરા નામના…

વધુ વાંચો >

સોલના

સોલના : સ્વીડનના મધ્ય-પૂર્વભાગમાં, સ્ટૉકહોમ પરગણામાં, સ્ટૉકહોમથી વાયવ્ય તરફ આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 22´ ઉ. અ. અને 18° 01´ પૂ. રે.. અહીં આઠમાથી દસમા સૈકાના, યુરોપના વેપારી-ચાંચિયાના કાળગાળાના પાષાણના અક્ષરો તથા ઘણાં દફનસ્થળો ધરાવતી પ્રાચીન વસાહત જોવા મળે છે. અહીંની જાણીતી ઇમારતોમાં બારમી સદીનું ચર્ચ, કાર્લબર્ગ મહેલ, અઢારમી…

વધુ વાંચો >

સોલાપુર

સોલાપુર : મહારાષ્ટ્ર રાજ્યના પુણે વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 17° 41´ ઉ. અ. અને 75° 55´ પૂ. રે.ની આજુબાજુનો 14,886 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં અહમદનગર અને ઓસ્માનાબાદ જિલ્લો, પૂર્વમાં ઓસ્માનાબાદ જિલ્લો અને કર્ણાટક રાજ્યસીમા, દક્ષિણે કર્ણાટક રાજ્યસીમા…

વધુ વાંચો >

સ્કંદગુપ્ત (ઈ. સ. 455–468)

સ્કંદગુપ્ત (ઈ. સ. 455–468) : ગુપ્તવંશનો છેલ્લો મહાન પરાક્રમી રાજવી. સ્કંદગુપ્ત પિતા કુમારગુપ્તના અવસાન પછી ગાદીએ આવ્યો હતો. તેના સમયમાં ગુપ્તવંશની જ્યેષ્ઠ પુત્રને ગાદી મળે તેવી પરંપરા સચવાઈ ન હતી. જ્યેષ્ઠ પુત્ર પુરુગુપ્તને પરાજય આપી તે ગાદીએ આવ્યો હતો. તેના સ્તંભાલેખના વિવરણ મુજબ તેણે પુષ્યમિત્ર અને હૂણોના આક્રમણને મારી હઠાવી…

વધુ વાંચો >

સ્થિરમતિ

સ્થિરમતિ : ચોથી સદીમાં અર્થાત્ ક્ષત્રપકાલ દરમિયાન થઈ ગયેલા બોધિસત્વ (બૌદ્ધ સાધક). તેઓ અસંગના શિષ્ય હતા. આચાર્ય સ્થિરમતિએ વલભીમાં બપ્પપાદીય વિહાર નામે વિહાર બંધાવ્યો હતો. એ નામમાં ‘બપ્પપાદ’થી એમના ગુરુ અસંગ અભિપ્રેત હશે. ચીની પ્રવાસી યુઅન શ્વાંગ નોંધે છે કે વલભીપુરથી થોડે દૂર અચલે બંધાવેલો સંઘારામ (વિહાર) છે, જ્યાં બોધિસત્વ…

વધુ વાંચો >

સ્મિથ વિન્સન્ટ

સ્મિથ, વિન્સન્ટ (જ. 3 જૂન 1843, ડબ્લિન, આયરલૅન્ડ; અ. 6 ફેબ્રુઆરી 1920, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : આધુનિક ભારતના પ્રતિષ્ઠિત ઇતિહાસકાર. તેમના પિતા એક્વિલ સ્મિથ પ્રાચીન વસ્તુઓના અભ્યાસી હતા. વિન્સન્ટ સ્મિથે ટ્રિનિટી કૉલેજ, ડબ્લિનમાં અભ્યાસ કરીને ડી.લિટ્.ની ડિગ્રી મેળવી હતી. તેઓ 1871માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા અને જુદા જુદા હોદ્દા પર કામ…

વધુ વાંચો >