ઇતિહાસ – ભારત

સિધિ (Sidhi)

સિધિ (Sidhi) : મધ્ય પ્રદેશના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 45´થી 23° 45´ ઉ. અ. અને 81° 10´થી 83° 00´ પૂ. રે. વચ્ચેનો 10,256 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં રેવા, ઈશાન અને પૂર્વમાં ઉત્તરપ્રદેશનો મિરઝાપુર જિલ્લો,…

વધુ વાંચો >

સિયુકી

સિયુકી : પ્રાચીન ભારતના સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાલ (ઈ. સ. 606થી 647) દરમિયાન ચીની યાત્રી હ્યુ-એન-સંગે ભારતની મુલાકાત લઈને લખેલું, તેના પ્રવાસનું વર્ણન કરતું પુસ્તક. હ્યુ-એન-સંગનું આ પુસ્તક ઘણું અગત્યનું છે. ‘સિયુકી’માંથી સમ્રાટ હર્ષના સમયના ભારતની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક સ્થિતિની વિસ્તૃત તથા આધારભૂત માહિતી મળે છે. હ્યુ-એન-સંગનો જન્મ ચીનના…

વધુ વાંચો >

સિરાજુદ્દૌલા

સિરાજુદ્દૌલા (જ. આશરે 1729; અ. 2/3 જુલાઈ 1757) : બંગાળનો નવાબ. બંગાળના નવાબ (સૂબેદાર) અલીવર્દીખાનના મૃત્યુ બાદ તેનો દૌહિત્ર સિરાજુદ્દૌલા એપ્રિલ, 1756માં નવાબ બન્યો. તેના મુખ્ય હરીફ, તેની માસીના દીકરા શોકતજંગને હરાવીને તેણે મારી નાખ્યો. તેના સમયમાં અંગ્રેજોએ તેમના રક્ષણ માટે કાયદા વિરુદ્ધ કિલ્લેબંધી કરી અને તેની પાસે મોટી ખાઈ…

વધુ વાંચો >

સિંધિયા (શિન્દે)

સિંધિયા (શિન્દે) : ગ્વાલિયર રાજ્યના મરાઠા શાસકો. દક્ષિણ ભારતમાં બહ્મની રાજ્યમાં ઘણાં સિંધિયા કુટુંબો જાણીતાં થયાં હતાં. સાતારા જિલ્લામાં આવેલ કાન્હરખેડના પટેલો સિંધિયા હતા. તેમાંના એકની પુત્રી રાજા શાહૂ મુઘલો પાસે કેદ હતો ત્યારે, તેની સાથે પરણાવી હતી. મરાઠા ઇતિહાસમાં ખ્યાતિ મેળવનાર સિંધિયા કુટુંબનો સ્થાપક રાણોજી સિંધિયા હતો. સિંધિયાની ત્રણ…

વધુ વાંચો >

સિંધિયા મહાદજી

સિંધિયા મહાદજી : જુઓ સિંધિયા.

વધુ વાંચો >

સિંધુરાજ (શાસનકાળ લગભગ ઈ. સ. 995-1000)

સિંધુરાજ (શાસનકાળ લગભગ ઈ. સ. 995-1000) : પરમાર વંશનો માળવાનો રાજા. મુંજ પછી તેનો નાનો ભાઈ સિંધુરાજ ઉર્ફે સિંધુલ માળવાની ગાદીએ બેઠો. તેણે ‘કુમારનારાયણ’ તથા ‘નવસાહસાંક’ ખિતાબો ધારણ કર્યા હતા. કલ્યાણીના ચાલુક્ય વંશના રાજા સત્યાશ્રયને તેણે પરાજય આપ્યો અને પરમારોએ ગુમાવેલાં રાજ્યો પોતાના અંકુશ હેઠળ લઈ લીધાં. સિંધુરાજે નાગવંશના રાજાને…

વધુ વાંચો >

સિંહપુર

સિંહપુર : ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા મુજબ વાળાક દેશની વિકટ ભૂમિમાં વસાવેલ બ્રાહ્મણોનો અગ્રહાર. ઈ. સ. 4થી સદીના ‘દીપવંશ’માં તથા છઠ્ઠી સદીના ‘મહાવંશ’માં સિંહપુરનો ઉલ્લેખ થયો છે. ‘સિંહપુર’ ક્યાં એ વિષયમાં વિદ્વાનોમાં મતભેદ છે. એમાંના એક અભિપ્રાય અનુસાર એ સિંહપુર સૌરાષ્ટ્રના પૂર્વપ્રદેશમાં આવેલું ‘સિહોર’ હોવું સંભવે છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું…

વધુ વાંચો >

સિંહલ

સિંહલ : લાળ દેશનો રાજા. શ્રીલંકાના પાલિ સાહિત્યમાં આનુશ્રુતિક વૃત્તાંત વર્ણવતા દીપવંસમાં જણાવ્યા મુજબ વંગરાજને સુસીમા નામે કુંવરી હતી. એને સિંહથી સિંહબાહુ નામે પુત્ર અને સીવલી નામે પુત્રી જન્મ્યાં. સિંહબાહુ સોળ વર્ષનો થતાં સિંહની ગુફામાંથી નાસી ગયો. તેણે લાળ દેશમાં સિંહપુર નામે નગર વસાવ્યું અને ત્યાં રાજ્ય કરવા લાગ્યો. મહાવંસમાં…

વધુ વાંચો >

સીતારામૈયા ડૉ. પટ્ટાભી ભોગરાજુ

સીતારામૈયા, ડૉ. પટ્ટાભી ભોગરાજુ (જ. 24 ડિસેમ્બર 1880, ગુંડુગોલાણુ, જિ. વેસ્ટ ગોદાવરી; અ. 17 ડિસેમ્બર 1959) : સ્વાતંત્ર્યસૈનિક, મધ્યપ્રદેશના ગવર્નર, કૉંગ્રેસના ઇતિહાસકાર અને પત્રકાર. તેમના પિતા સુબ્રહ્મણ્યમ્ પોતાના ગામના ‘કર્ણમ્’ તરીકે માસિક આઠ રૂપિયા પગાર મેળવતા હતા. તેઓ આંધ્ર-નિયોગી બ્રાહ્મણ હતા. તેઓ બાળક હતા ત્યારે પિતાનું અવસાન થવાથી માતા ગંગામ્માએ…

વધુ વાંચો >

સીદી સઈદની મસ્જિદ

સીદી સઈદની મસ્જિદ : જાળીકામ માટે આંતરરાષ્ટ્રીય ખ્યાત અમદાવાદની મસ્જિદ. લાલ દરવાજા પાસે આવેલી આ મસ્જિદ ભારતના કલાત્મક નમૂનાઓમાં સ્થાન પામેલી છે. આ મસ્જિદને ‘સીદી સૈયદની મસ્જિદ’ તરીકે ઓળખવામાં આવે છે તે ખોટું છે; વાસ્તવમાં ‘સીદી સઈદ’ છે. તે સલ્તનતકાલની છે. રાણી સિપ્રીની મસ્જિદની જેમ તે નાની પરંતુ આકર્ષક છે.…

વધુ વાંચો >