આયુર્વેદ

અઘેડી (કાળી)

અઘેડી (કાળી) : દ્વિદળી વર્ગના ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Peristrophe bicalyculata Nees. [સં. अपामार्ग, काकजंघा, नदीक्रान्ता; હિં. अत्रीलाल, चीरचीरा; ગુ. અઘેડી (કાળી)] છે. પડતર જમીન ઉપર અથવા વાડ તથા ઝાંખરાં પર ચડતા 1થી 1.5 મી. ઊંચા, ચારથી છ ખૂણાવાળા, ફેલાતા છોડવાઓ. સાદાં રુવાંટીવાળાં અંડાકાર ઘટ્ટ પર્ણો. ગુલાબી…

વધુ વાંચો >

અઘેડો (મોટો અઘેડો)

અઘેડો (મોટો અઘેડો) : દ્વિદળી વર્ગના ઍમેરેન્થેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Achyranthes aspera L. (ઠ્ઠદ્વ. अपामार्ग; હિં. लटजीरा; चीरचीरा; મ. અઘાડા; ગુ. અઘેડો) છે. રુવાંટીવાળો એકવર્ષાયુ, 30થી 120 સેમી. ઊંચો જંગલી છોડ. ચાર ખૂણાવાળું ચોરસ પ્રકાંડ. પર્ણો અંડાકાર, પરસ્પર સન્મુખ. પુષ્પો આછાં લીલાં કે સફેદ, પુષ્પદંડ ઉપર નીચે વળેલાં.…

વધુ વાંચો >

અજમોદ, અજમોદા

અજમોદ, અજમોદા : દ્વિદળી વર્ગના ઍપિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Apium graveolens Linn. var. duke DC. (સં. હિં. મ. अजमोदा, ક. અજમોદ; ગુ. અજમોદ, બોડી અજમો; અં. ગાર્ડન સે’લરી) છે. આર. એન. સુતરિયા (1958) તેને Carum પ્રજાતિમાં મૂકે છે. બીજ દવામાં અને પર્ણો કચુંબર તરીકે વપરાય છે. તે મુખ્યત્વે…

વધુ વાંચો >

અજમોદાદિ ચૂર્ણ

અજમોદાદિ ચૂર્ણ : આયુર્વેદિક ઔષધ. બોડી અજમો, વાવડિંગ, સિંધાલૂણ, દેવદાર, ચિત્રક, પીપરીમૂલ, સુવાદાણા, લીંડીપીપર અને મરી દરેક એક ભાગ, હરડે પાંચ ભાગ, વરધારો દસ ભાગ અને સૂંઠ દસ ભાગ લઈ એકત્ર ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે. આ ચૂર્ણમાંથી 2થી 5 ગ્રામ જેટલું ફાકી ઉપર ગરમ પાણી પીવાથી હાથપગના…

વધુ વાંચો >

અતિવિષ

અતિવિષ : દ્વિદળી વર્ગના રૅનન્ક્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aconitum heterophyllum Wall. [સં. अतिविष, शृंगी, હિં. अतीस, वछनाग; મ. અતિવિષ્; બં. આતઇચ; ગુ. અતિવિષ (વખમો)] છે. તેના સહસભ્યોમાં મોરવેલ, કાળીજીરી, મમીરા વગેરે છે. મુખ્યત્વે છોડવાઓ, ક્વચિત જ ક્ષુપસ્વરૂપે. ઉપપર્ણરહિત એકાંતરિત પર્ણો. દ્વિલિંગી, પુષ્પવૃન્ત (peduncle) ઉપર બે ઊભી હારમાં…

વધુ વાંચો >

અતિસાર યાને પ્રવાહિકા

અતિસાર યાને પ્રવાહિકા (આયુર્વેદ) : રોજિંદી ઝાડે જવાની નિયમિતતાને બદલે વધુ વખત, પીળા-રાતા-સફેદ કે પરુ-લોહીવાળા ઝાડા થવાનું દર્દ. પ્રકારો : આયુર્વેદે અતિસારના કુલ છ પ્રકારો બતાવ્યા છે : 1. વાતાતિસાર (વાયુના ઝાડા), 2. પિત્તાતિસાર (ગરમીનાપિત્તના ઝાડા), 3. કફાતિસાર (શરદી, કફ-જળસના ઝાડા), 4. સંનિપાતાતિસાર (વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષો સાથે…

વધુ વાંચો >

અનંગસુંદરરસ

અનંગસુંદરરસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ તથા શુદ્ધ ગંધકને સરખા પ્રમાણમાં લઈ તેની કજ્જલી તૈયાર કરી તેને ત્રણ દિવસ સુધી કલ્હાર વનસ્પતિના રસમાં ખરલ કરીને યથાવિધિ સંપુટમાં બંધ કરી વાલુકાયંત્રમાં મૂકી એક પ્રહર અગ્નિ પર પકાવવામાં આવે છે. ઠંડું થાય ત્યારે સંપુટમાંથી બહાર કાઢી લાલ ફૂલવાળી અગથિયા વનસ્પતિના રસમાં ઘૂંટી…

વધુ વાંચો >

અનંતમૂળ

અનંતમૂળ : જુઓ, ઉપલસરી.

વધુ વાંચો >

અપસ્માર (આયુર્વેદ)

અપસ્માર (આયુર્વેદ) : અપસ્માર એટલે વાઈ અથવા ફેફરું. આ રોગમાં દર્દી અચાનક ભાન ગુમાવી દે છે, તેની સ્મૃતિ કે યાદદાસ્ત તે સમયે ચાલી જાય છે, તેને આંખે અંધારાં આવી જાય છે, મુખાકૃતિ બિહામણી થઈ જાય છે, કોઈ વખત મુખમાંથી ફીણ પણ બહાર આવી જાય છે, બુદ્ધિ અને મનનો વિભ્રમ થાય…

વધુ વાંચો >

અભયાદિ ક્વાથ

અભયાદિ ક્વાથ : આયુર્વેદીય ઔષધ. હરડે, નાગરમોથ, ધાણા, રતાંજળી, પદ્મકાષ્ઠ, અરડૂસીનાં પાન, ઇન્દ્રજવ, સુગંધી વાળો, ગળો, ગરમાળાનો ગોળ, કળીપાટ, સૂંઠ અને કડુનું અધકચરું ચૂર્ણ બનાવી 2 તોલા જેટલો ભૂકો સોળગણા પાણીમાં પકાવી આઠમા ભાગ જેટલું પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળવામાં આવે છે. માત્રા : 20 થી 40 ગ્રામ જેટલો…

વધુ વાંચો >