અર્થશાસ્ત્ર

ફૉગેલ, રૉબર્ટ વિલિયમ

ફૉગેલ, રૉબર્ટ વિલિયમ (જ. 1 જુલાઈ 1926, ન્યૂયૉર્ક) : 1993ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. અભ્યાસ ન્યૂયૉર્ક ખાતે. ન્યૂયૉર્ક સિટી યુનિવર્સિટી ઉપરાંત અમેરિકાની અન્ય યુનિવર્સિટીઓમાંથી પણ અર્થશાસ્ત્ર વિષયમાં ઉચ્ચ કક્ષાની પદવીઓ મેળવી છે જેમાં કોલંબિયા, હાર્વર્ડ, કૅમ્બ્રિજ અને જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. શિકાગો યુનિવર્સિટીમાં તેઓ અર્થશાસ્ત્ર વિષયના પ્રોફેસર…

વધુ વાંચો >

ફૉસેટ, હેન્રી

ફૉસેટ, હેન્રી (જ. 1833, સૅલિસબરી; અ. 1884, કૅમ્બ્રિજ) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીને વરેલા ચિંતક અને સામાજિક સુધારક. ઉચ્ચ શિક્ષણ કૅમ્બ્રિજ અને મિડલ ટેમ્પલમાં લીધું. 1858માં નડેલ અપઘાતને કારણે તેમણે ર્દષ્ટિ ગુમાવી; છતાં અર્થશાસ્ત્રનું અધ્યયન ચાલુ રાખ્યું. 1863માં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેઓ અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા અને તે પદ પર અવસાન સુધી કામ…

વધુ વાંચો >

ફ્રિશ, રૅગ્નર

ફ્રિશ, રૅગ્નર (જ. 3 માર્ચ 1895, ઑસ્લો; અ. 31 જાન્યુઆરી 1973, ઑસ્લો) : અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા (1969). પિતા સોનીનો વ્યવસાય કરતા હતા. નૉર્વેમાં ઑસ્લો ખાતેની જાણીતી પેઢી ડેવિડ ઍન્ડરસનની કાર્યશાળામાં તાલીમાર્થી કારીગર તરીકે તેમણે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી અને તે તાલીમ પૂર્ણ કર્યા પછી સોની તરીકે કામ કરવા…

વધુ વાંચો >

ફ્રીડમન, મિલ્ટન

ફ્રીડમન, મિલ્ટન (જ. 31 જુલાઈ 1912, બ્રુકલિન, ન્યૂયૉર્ક) : શિકાગો વિચારસરણીના નામે ઓળખાતી અર્થશાસ્ત્રની વિશિષ્ટ શાખાના હિમાયતી તથા 1976ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. કાયમી વસવાટના હેતુથી યુરોપથી સ્થળાંતર કરી અમેરિકામાં પ્રવેશેલાં યહૂદી માતાપિતાના સંતાન. 1913માં આ પરિવારે ન્યૂજર્સી રાજ્યના હડસન નદી પરના રૉવે નગરમાં વસવાટ કર્યો. મિલ્ટનનો ઉછેર ધાર્મિક…

વધુ વાંચો >

બક્ષિસ

બક્ષિસ (gift) : મિલકતની તબદીલીનો એક પ્રકાર. મિલકતના વેચાણ (sale) અને વિનિમય(exchange)માં તબદીલી કે ફેરબદલો અવેજ સાટે થાય છે, પરંતુ બક્ષિસ દ્વારા વ્યવહારમાં માલિકીહકની ફેરબદલી વિના અવેજે થાય છે, જે કાયદેસર ગણાય છે. બક્ષિસનો વ્યવહાર દ્વિપક્ષીય છે. કરાર કરવાને સક્ષમ વ્યક્તિ બક્ષિસ કરી શકે છે. બક્ષિસ કરનારને દાતા (donor) અને…

વધુ વાંચો >

બક્ષિસવેરો

બક્ષિસવેરો : બક્ષિસ આપનારે આખા વર્ષ દરમિયાન આપેલી કુલ બક્ષિસ ઉપર ભારત સરકાર દ્વારા એક સમયમાં વસૂલ કરવામાં આવતો અને હવે રદ કરવામાં આવેલો કર. બક્ષિસવેરા ધારા – 1958ના આધારે ભારતમાં તા. 1–4–1958થી બક્ષિસવેરો ઉઘરાવવામાં આવતો હતો. આ કાયદો જમ્મુ-કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડતો હતો. બક્ષિસવેરો વસૂલ કરવા…

વધુ વાંચો >

બચત

બચત : વ્યક્તિની આવકમાંથી તેના વપરાશ પાછળના ખર્ચને બાદ કર્યા પછી બાકી રહેતી આવક. ટૂંકમાં, વ્યક્તિની કે કુટુંબની બચત = આવક – ખર્ચ. માણસને પોતાના વ્યવસાયમાંથી આવક થાય છે. આ ઉપરાંત જમીન કે મકાનમાંથી તેને ભાડું મળે છે, લોન કે થાપણ પર એ વ્યાજ મેળવે છે. શેરમાં રોકાણ કર્યું હોય…

વધુ વાંચો >

બજાર

બજાર : સામાન્ય રીતે જ્યાં વસ્તુ અથવા વસ્તુઓનું વેચાણ અને ખરીદી થતી હોય તે સ્થળ. પરંતુ અર્થશાસ્ત્રમાં તેનો અર્થ છે ખરીદનાર (ગ્રાહક) અને વેચાણ કરનાર(વિક્રેતા/ઉત્પાદક)ને વસ્તુ/સેવાના વિનિમય માટે એકબીજાના સંપર્કમાં લાવનાર તંત્ર અથવા વ્યવસ્થા. આ અર્થમાં બજારને કોઈ નિશ્ચિત સ્થાન હોવું જરૂરી નથી. વિનિમય માટે પરસ્પર સીધી અથવા પરોક્ષ રીતે…

વધુ વાંચો >

બજાર-ક્ષેત્રવિભાજન

બજાર-ક્ષેત્રવિભાજન (market-segmentation) : ઉત્પાદિત માલના વેચાણ તરફના ગ્રાહકોના પ્રતિભાવને લક્ષમાં રાખીને તેમનું સમાન લક્ષણોવાળાં જૂથોમાં કરવામાં આવતું વિભાજન. ‘બજાર’ શબ્દ ખરીદનાર અને વેચનાર વચ્ચેનાં પરસ્પર વિરુદ્ધ હિતોનો મેળ પાડીને સોદો થાય તે માટેની બધી પ્રક્રિયાઓ સૂચવે છે. આ પ્રક્રિયાઓમાં મોટા- ભાગે ઉત્પાદકો, વચેટિયાઓ અને ગ્રાહકો ભાગ લેતા હોય છે. ગ્રાહકો…

વધુ વાંચો >

બજેટ–બજેટિંગ

બજેટ–બજેટિંગ : આગામી નિશ્ચિત સમયગાળા માટે અગાઉથી તૈયાર કરેલું અને મંજૂર રાખેલું નાણાકીય અને સાંખ્યિકી પરિમાણના લક્ષ્યાંકો દર્શાવતું વિસ્તૃત, સંકલિત અને નીતિવિષયક પત્રક અને તેને વિગતવાર તૈયાર કરીને અમલમાં મૂકવાની પ્રક્રિયા. બજેટ વાર્ષિક, છમાસિક, ત્રિમાસિક, માસિક કે અઠવાડિક એવા કોઈ પણ આગામી સમયગાળા માટે હોઈ શકે. પરંતુ મોટાભાગે તે એક…

વધુ વાંચો >