અરુણ રામશંકર ત્રિવેદી

પાંખ (wings)

પાંખ (wings) : ઉડ્ડયન માટે અનુકૂલન પામેલાં પ્રાણીઓનાં પ્રચલનાંગો. સંધિપાદ સમુદાયના મોટા ભાગના કીટકો અને પૃષ્ઠવંશી પક્ષીઓ ઊડવા માટે જાણીતાં છે. સસ્તન વર્ગનું પ્રાણી ચામાચીડિયું પણ ઊડવા માટે અનુકૂલન પામેલું છે. ઉડ્ડયન કરતા કીટકોમાં પાંખની એક અથવા બે જોડ આવેલી હોય છે, જે ઉરસના પૃષ્ટ ભાગમાંથી બહિરુદભેદ રૂપે પેદા થાય…

વધુ વાંચો >

પીંછાં

પીંછાં : પક્ષીઓના બાહ્યાવરણ તરીકે આવેલા અને શૃંગી દ્રવ્યના બનેલા ઉદ્વર્ધો (outgrowths). પીંછાં એ પક્ષીઓની લાક્ષણિકતા છે. તે પક્ષીઓના ઉડ્ડયન, રક્ષણ-રોધન (insulation) અને શણગારમાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. સૌપ્રથમ સંયોજક પેશીમાંથી શલ્કો બને છે. અને આ શલ્કો પીંછાં રૂપે વિકસે છે. પીંછાંને ત્રણ મુખ્ય પ્રકારોમાં વહેંચી શકાય : (1)…

વધુ વાંચો >

બારસિંગા

બારસિંગા (swamp deer) : શ્રેણી સમખુરી (artiodactyla), અધ:શ્રેણી પેકોરાના સેર્વિડે કુળનું તૃણાહારી સસ્તન પ્રાણી. બે શિંગડાં ધરાવતા અને સામાન્યપણે ‘હરણ’ નામે ઓળખાતા આ પ્રાણીનું પ્રત્યેક શિંગડું છ શાખાવાળું હોવાને કારણે તેને બારસિંગા કહેવામાં આવે છે. શાસ્ત્રીય નામ Cervus unicolor. અંગ્રેજી નામ swamp deer (કળણ હરણ). ભારતમાં તેની બે જાતિ જોવા…

વધુ વાંચો >

ભરવાડ

ભરવાડ (millepede) : ઉદરપ્રદેશના પ્રત્યેક ખંડમાં પગની બે જોડ ધરાવતું દ્વિપદી (diplopoda) વર્ગનું અને સામાન્યપણે સહસ્રપદી (millepoda) નામે ઓળખાતું સંધિપાદ સમુદાયનું એક પ્રાણી. ભરવાડની લંબાઈ 3 મિમી.થી 25 સેમી. જેટલી હોય છે અને કેટલાંક લાંબા કદનાં ભરવાડ પગની 380 જેટલી જોડ ધરાવે છે. ભરવાડ ગંધારી અવાવરું જગ્યાએ પથ્થર, લાકડાની નીચે…

વધુ વાંચો >