અરુણ રમણલાલ વામદત્ત

પ્રકાશ-વાહકતા (photo-conductivity)

પ્રકાશ-વાહકતા (photo-conductivity) : ચાંદીના હેલાઇડ તથા અર્ધવાહક જેવા કેટલાક અધાતુ ઘન પદાર્થ પ્રકાશનું શોષણ કરે ત્યારે મળતી વીજ-વાહકતાની ઘટના. પદાર્થમાં શોષણ પામતો પ્રકાશ પારજાંબલી કિરણોથી ગૅમાકિરણો (γ-કિરણો) સુધીની કોઈ પણ યોગ્ય તરંગલંબાઈનો (એટલે કે, ઊર્જાનો) હોવો જોઈએ. (a) અર્ધવાહકમાં પ્રકાશ-વાહકતા : અર્ધવાહક પદાર્થ પર પ્રકાશ આપાત થાય તો પદાર્થમાં અવશોષણ…

વધુ વાંચો >

પ્રકાશીય કાચ

પ્રકાશીય કાચ : વ્યાપક પ્રમાણમાં વપરાતું પ્રકાશીય દ્રવ્ય (optical material). જુદા જુદા હેતુઓ માટેના પ્રકાશીય કાચ તેમના વક્રીભવનાંક (refractive indices) તથા વિક્ષેપણ (dispersion) બાબતે જુદા પડે છે. સામાન્ય કાચની સરખામણીમાં પ્રકાશીય કાચ અપૂર્ણતાઓ(imperfections)થી બને તેટલા મુક્ત હોવા જોઈએ. જેમ કે તે ગલન પામ્યા વિનાના (unmelted) કણો, હવાના પરપોટા વગેરેથી મુક્ત…

વધુ વાંચો >

બિનઉષ્મીય વિકિરણ

બિનઉષ્મીય વિકિરણ (nonthermal radiation) : ઉષ્મારૂપી ઊર્જા ધરાવતું ન હોય તેવું વિકિરણ અથવા ઠંડો પ્રકાશ. ખગોળવિજ્ઞાનમાં બિનઉષ્મીય વિકિરણ એટલે જ્યારે લગભગ પ્રકાશ જેટલી ઝડપે ગતિ કરતા ઇલેક્ટ્રૉનનો વેગ બદલાય ત્યારે ઉદભવતું વીજચુંબકીય વિકિરણ. આનું સામાન્ય સ્વરૂપ સિંક્રોટ્રૉન વિકિરણ (synchrotron radiation) છે, જે ચુંબકીય ક્ષેત્રની આસપાસ ઇલેક્ટ્રૉન ચક્કર ચક્કર ફરે ત્યારે…

વધુ વાંચો >

બોલૉમિટર

બોલૉમિટર : વિકિરણના માપન માટેનું એક અગત્યનું સાધન. ‘Bolometer’ શબ્દ મૂળ ગ્રીક ભાષાના શબ્દ bole પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે કિરણ અથવા વિકિરણ. સૌપ્રથમ બોલૉમિટર લગ્લી નામના વિજ્ઞાનીએ 1881માં બનાવ્યું હતું. તે આ સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે : વિકિરણના અવશોષણ(absorption)ને કારણે (પ્લૅટિનમ જેવી) ધાતુનું તાપમાન વધે છે…

વધુ વાંચો >

મર્કેટર, જેરાર્ડસ

મર્કેટર, જેરાર્ડસ (જ. 3 માર્ચ 1512, રૂપેલમૉન્ડે, ફ્લૅન્ડર્સ; અ. 2 ડિસેમ્બર 1594) : ખ્યાતનામ ભૂગોળશાસ્ત્રી. તેમણે લૂવેન યુનિવર્સિટીમાં વિશ્વરચના-વિજ્ઞાની ગામા ફિરિસિયસ (Gamma Phyrisius) સાથે ગણિતશાસ્ત્ર, ખગોળવિજ્ઞાન તથા વિશ્વરચના(cosmography)નો અભ્યાસ કર્યો. જાતજાતનાં ઉપકરણો બનાવવાનો તથા મોજણીદાર (surveyor) તરીકેનો અનુભવ મેળવ્યો. લૂવેનમાં વૈજ્ઞાનિક ઉપકરણો બનાવવાનો વ્યવસાય કર્યો. એમની શરૂઆતની સફળતાને કારણે મર્કેટર…

વધુ વાંચો >

મોટેલસન, બેન આર

મોટેલસન, બેન આર (જ. 9 જુલાઈ 1926, શિકાગો, ઇલિનૉઇસ, યુ.એસ.) : 1975ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર સ્પૅનિશ ભૌતિકશાસ્ત્રી. યુ.એસ. નૌકાદળે બીજા વિશ્વયુદ્ધ પછી પરડ્યુ યુનિવર્સિટીમાં ઑફિસરની તાલીમ માટે મોકલ્યા. ત્યાંથી જ 1947માં સ્નાતક થયા. હાર્વર્ડ યુનિવર્સિટીમાં નાભિકીય ભૌતિકશાસ્ત્ર પર પ્રોફેસર જુલિયન સ્વિંગરના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય કરી તેમણે 1950માં પીએચ.ડી.ની ઉપાધિ…

વધુ વાંચો >