અરબી સાહિત્ય

ઇસ્ફહાની, અબુલ ફરજ

ઇસ્ફહાની, અબુલ ફરજ (જ. 897, સીરિયાનું હબલ શહેર; અ. 967 બગદાદ) : મહાન અરબી ઇતિહાસકાર. તે છેલ્લા ખલીફા મરવાનનો વંશજ હતો. તેનો ગીતસંગ્રહ ‘કિતાબુલ અગાની’ હોલૅન્ડથી 21 ભાગમાં પ્રસિદ્ધ થયેલ છે. ઇસ્લામી સંસ્કૃતિના અભ્યાસ માટે તે ગ્રંથ એક મહત્ત્વનું સાધન ગણાય છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર ઇબ્ન ખલ્દુન તે ગ્રંથને ‘આરબોનું રજિસ્ટર’…

વધુ વાંચો >

ઇસ્હાક, અબૂ (ઇસ્તખૂરી)

ઇસ્હાક, અબૂ (ઇસ્તખૂરી) (જ. 950 આસપાસ) : અરબી ભૂગોળવેત્તા. આખું નામ અબૂ ઇસ્હાક ઇસ્તખૂરી. ઇસ્તખૂરના વતની. તેમણે ભૂગોળનો ગ્રંથ ‘મસાલિકુલ-મમાલિક’ રચ્યો હતો. એમાં દરેક દેશનો રંગીન નકશો હતો. અલ્મસ્ઊદી પછી અલ્-ઇસ્તખૂરી બીજા ભૂગોળવેત્તા છે, જેમણે સિસ્તાને પ્રાંતમાં પવનચક્કીનો પ્રથમ ઉલ્લેખ કર્યો છે. અલ્-ઇસ્તખૂરીના સૂચનથી ભૂગોળવેત્તા ઇબ્નહૉકલે ઘણી લાંબી મુસાફરીઓ કરીને…

વધુ વાંચો >

ઉબૈદા અબૂ

ઉબૈદા, અબૂ (જ. 728 બસરા, અ. 825 બસરા) : અરબ ભાષાવિદ્. આખું નામ અબૂ ઉબૈદા મઅમ્મર બિન અલ્ મુસન્ના. જન્મે ઈરાનના યહૂદી વંશનો, ધર્મે મુસલમાન. તેણે અરબી વ્યાકરણ, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ અને સંસ્કૃતિનું અધ્યયન કર્યું હતું. તેની અરબી ભાષાની લેખનશૈલી નોંધપાત્ર છે. તેણે એકઠી કરેલી લોકકથાઓ, દંતકથાઓને આધારે પ્રાચીન અરબ જીવન…

વધુ વાંચો >

ઉમર ખય્યામ

ઉમર ખય્યામ (જ. 18 મે 1048, નીશાપુર (ઈરાન); અ. 4 ડિસેમ્બર 1122, નીશાપુર) : અરબી ભાષાના વિશ્વવિખ્યાત કવિ તેમજ પ્રખર ફિલસૂફ, તર્કશાસ્ત્રી, ખગોળવિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી. આખું નામ અબુ અલ-ફતહ બિન ઇબ્રાહીમ અલ ખય્યામ. કૌટુંબિક વ્યવસાયને લઈને જ ખય્યામ એટલે કે તંબૂ બનાવનાર કહેવાયા. ખગોળ અને અંકશાસ્ત્રના વિશારદ અબૂલ હસન અલ…

વધુ વાંચો >

ઉર્ફી શીરાઝી

ઉર્ફી શીરાઝી (જ. 1555, શીરાઝ, ઇરાન; અ. ઓગસ્ટ 1591, લાહોર) : ફારસી કવિ. મૂળ નામ મુહમ્મદ, બિરુદ જમાલુદ્દીન, તખલ્લુસ ‘ઉર્ફી’. તેમના પિતા ઝેનુદ્દીન બલવી શીરાઝમાં ધાર્મિક રૂઢિના કેસોનો ચુકાદો આપનાર ઉચ્ચ પદાધિકારી હતા, જે ‘અરફ’ કહેવાતા; તેથી તેમણે ‘ઉર્ફી’ તખલ્લુસ રાખ્યું હતું. તેમણે શીરાઝમાં અરબી વ્યાકરણશાસ્ત્ર, ફારસી છંદશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને…

વધુ વાંચો >

એરેબિયન નાઇટ્સ

એરેબિયન નાઇટ્સ (ઈ. દસમી સદી) : અરબી વાર્તાઓનો જગપ્રસિદ્ધ સંગ્રહ. મૂળ નામ ‘અલ્ફ લયલા વ લૈલા’ (એક હજાર ને એક રાત્રી). આ વાર્તાસંગ્રહનો પ્રથમ મુસદ્દો ‘અલ-ઇરાક’ નામના ગ્રંથમાં છે. ‘અલ-ઇરાક’નો કર્તા અબૂ અબ્દુલ્લા મુહંમદ બિન અદ્રુસ અલ્ જહશરી હતો. તેની ભૂમિકા ફારસી વાર્તાસંગ્રહ ‘હઝાર અફસાના’ પર બાંધેલી છે. આ સંગ્રહમાં…

વધુ વાંચો >

કઝવીની મુહંમદ અબ્દુલવહાબ

કઝવીની મુહંમદ અબ્દુલવહાબ (જ. 1878, તહેરાન; અ. 1950, તહેરાન) : અરબી-ફારસીના વિદ્વાન સંશોધક. પિતાનું નામ અબ્દુલવહાબ બિન અબ્દુલઅલી કઝવીની. તેમણે તહેરાનમાં અભ્યાસ કર્યો હતો. 1904માં તહેરાનથી નીકળી રશિયા, જર્મની અને હોલૅન્ડ થઈ લંડન ગયા. ત્યાં બે વરસ સુધી અરબી અને ફારસીની હસ્તપ્રતોનું અધ્યયન અને સંશોધન કર્યું. પ્રો. ઈ. જી. બ્રાઉને…

વધુ વાંચો >

કસીદા

કસીદા : અરબી, ફારસી, ઉર્દૂ તથા તુર્કી ભાષાઓમાં પ્રચલિત અને લોકપ્રિય કાવ્યપ્રકાર. એમાં કોઈ વ્યક્તિ અથવા વસ્તુની પ્રશંસા કરવામાં આવે છે. આ કાવ્યપ્રકારનો ઉદભવ અરબી ભાષામાં ઘણા પ્રાચીન કાળમાં થયો હતો. ઈ.સ.ની આઠમી સદીમાં ઇસ્લામ ધર્મની સાથે સાથે અરબી ભાષાનો ફેલાવો થવાથી આ કાવ્યપ્રકાર ફારસી અને તુર્કી ભાષાઓમાં પ્રવેશ્યો હતો.…

વધુ વાંચો >

કાઝી નુરુલ્લાહ શુસ્તરી

કાઝી નુરુલ્લાહ શુસ્તરી (જ. 1549, શુસ્તર, ઈરાન; અ. 1610) : ફારસી અને અરબીના વિદ્વાન વિચારક. તેમણે મશહદ શહેરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1587માં ભારત આવ્યા અને લાહોરમાં સ્થાયી થયા. અકબરે તેમને લાહોરના કાઝી નીમ્યા. શિયાપંથી હોવા છતાં વિદ્વત્તા, ન્યાયવૃત્તિ અને ઉચ્ચ લાયકાતને કારણે વિરોધીઓ પણ તેમનો આદર કરતા. ઇમામિયા ધર્મશાસ્ત્ર પ્રમાણે…

વધુ વાંચો >

કુરાન

કુરાન : મુસ્લિમોનો પવિત્ર ધર્મગ્રંથ. ઇસ્લામના સ્થાપક હજરત મુહમ્મદ (સ. અ.) સાહેબની તેમના જીવનકાળનાં 23 વર્ષોના ગાળામાં ફિરિશ્તા (દેવદૂત) જિબ્રઇલ દ્વારા અવારનવાર ઓછાવત્તા એટલે હિ. સ. 430(ઈ. સ. 1338-39)માં હજ્જાજ બિન સકફીએ કુરાનના દરેક શબ્દ પર અઅરાબ-સંજ્ઞા તથા હિ. સ. 486(ઈ. સ. 1093)માં નુક્તા મુકાવ્યા. ત્યારબાદ ખાલિદ બિન બસરીએ તશ્દીદ,…

વધુ વાંચો >