અમૃત ઉપાધ્યાય

અંક

અંક : નાટકના હેતુઓનો વિકાસ સાધી કળાત્મક કવિપ્રયુક્તિરૂપ રચનાનું એકમ. સંસ્કૃત નાટકમાં કાર્યના વિભાગ દર્શાવવા માટે ‘અંક’ સંજ્ઞા પ્રયોજાય છે. નાટક એ દૃશ્યકળા હોવાથી, પ્રેક્ષકોનો રસ સતત જળવાઈ રહે તે રીતે, વિષયવસ્તુ કે કથાનકનો વાચિક આદિ અભિનય દ્વારા, રંગમંચ પર રજૂ કરવાનું હોય છે. આથી કુશળ નાટ્યકાર, મહત્વના પ્રસંગો તથા…

વધુ વાંચો >

ગદ્યકાવ્ય

ગદ્યકાવ્ય : અનિયત લયમાં રચાયેલું કાવ્ય. અંગ્રેજીમાં તેને ‘પ્રોઝ પોએમ’ કહે છે. ઉમાશંકર જોશી અનિયત લયમાં રચાયેલા ‘અછાંદસ’ કાવ્યથી ગદ્યકાવ્યનો ઢાળો કંઈક અલગ હોવાનું જણાવે છે. સંસ્કૃતમાં काव्यं गद्यं पद्यं च । – કાવ્ય ગદ્યમાં અને પદ્યમાં હોય એમ કહેવાયું છે; પણ પદ્ય-આધારિત કાવ્યને વિશ્વની બધી મોટી ભાષાઓમાં સૈકાઓનો ઇતિહાસ…

વધુ વાંચો >

છેકાનુપ્રાસ

છેકાનુપ્રાસ : શબ્દાલંકારનો એક પ્રકાર. કાવ્યમાં સમાન વર્ણોની નાદમાધુર્ય જન્માવતી આવૃત્તિને અનુપ્રાસ કહે છે. અનુપ્રાસના : (1) વર્ણાનુપ્રાસ અને (2) શબ્દાનુપ્રાસ એવા બે મુખ્ય ભેદ પડે છે. વર્ણાનુપ્રાસના, પાછા છેકાનુપ્રાસ અને વૃત્યનુપ્રાસ એવા બે ભેદ પડે છે. ‘છેક’ એટલે ચતુર પુરુષ. ચતુર કવિને પ્રિય અથવા ચતુર કવિને ફાવતી રચના તે…

વધુ વાંચો >

જાનકીહરણ

જાનકીહરણ (ઈ.સ.ની સાતમી-આઠમી સદી) : કાલિદાસ અને ભારવિની કાવ્યપરંપરામાં સ્થાન પામેલું કવિ કુમારદાસનું સંસ્કૃત મહાકાવ્ય. તે ઘણા વખત સુધી વિદ્વાનોને માત્ર નામથી પરિચિત હતું. સૌપ્રથમ શ્રીલંકાના વિદ્વાન કે. ધર્મારામ સ્થવિરે ‘જાનકીહરણ’ના 1થી 14 સર્ગ તથા 15મા સર્ગના 1થી 22 શ્લોક, સિંહાલી લિપિમાં શબ્દશ: અનુવાદ સાથે પ્રકાશિત કર્યા. તેના પરથી જયપુરના…

વધુ વાંચો >

પાર્વતીપરિણય (1400)

પાર્વતીપરિણય (1400) : વામનભટ્ટ બાણે રચેલું સંસ્કૃત નાટક. લેખક વત્સગોત્રના બાણભટ્ટ એવું નામ ધરાવતા હોવાથી કાદંબરીના લેખક બાણભટ્ટ મનાઈ ગયેલા. પાછળથી તેમને આ મહાન લેખકથી જુદા પાડવા વામન એવો શબ્દ ઉમેરવામાં આવ્યો. આ નાટક પાંચ અંકોનું બનેલું છે અને તેમાં શિવ-પાર્વતીનાં લગ્નની વાર્તા વર્ણવાઈ છે. પ્રસ્તાવનામાં નાંદી પછી નાટક અને…

વધુ વાંચો >

પીઠમર્દ

પીઠમર્દ : સંસ્કૃત નાટકના મુખ્ય નાયકનો સહાયક. નાટકમાં નાયક સિવાયના પાત્રને લગતું પ્રાસંગિક કે ગૌણ કથાનક જે લાંબા સમય સુધી ચાલે છે તે પતાકા કહેવાય છે. આવા કથાનકનો નાયક ‘પીઠમર્દ’ કહેવાય છે. આથી જ સંસ્કૃત નાટ્યશાસ્ત્રના પ્રસિદ્ધ ગ્રંથ ‘દશરૂપક’ના કર્તા ધનંજય ‘પીઠમર્દ’ને ‘પતાકાનાયક’ તરીકે ઓળખાવે છે. આ પીઠમર્દ વિચક્ષણ હોય…

વધુ વાંચો >