અમિતાભ મડિયા
શુબર્ટ, ફ્રાન્ઝ (પીટર) [Schubert, Franz (Peter)]
શુબર્ટ, ફ્રાન્ઝ (પીટર) [Schubert, Franz (Peter)] (જ. 31 જાન્યુઆરી 1797, હીમેલ્ફૉર્ટર ગ્રૂન્ડ, ઑસ્ટ્રિયા; અ. 19 નવેમ્બર 1828, વિયેના, ઑસ્ટ્રિયા) : ઑસ્ટ્રિયન સંગીતકાર અને સ્વરનિયોજક. અત્યંત ઋજુ સૂરાવલિઓ માટે એ જાણીતો છે. શુબર્ટના પિતા ફ્રાન્ઝ થિયોડૉર શુબર્ટ શાલેય શિક્ષક હતા અને માતા એલિઝાબેથ લગ્નસમયે ઘરગથ્થુ નોકરાણી હતાં. આ યુગલનાં પાંચ સંતાનોમાં…
વધુ વાંચો >શુબુન, તેન્શો (Shubun, Tensho)
શુબુન, તેન્શો (Shubun, Tensho) (જ. ચૌદમી સદીનો અંત ?, ઓમિ, જાપાન; અ. 1444-48 ?, ક્યોટો, જાપાન) : જાપાની ચિત્રકાર. જાપાનમાં એકરંગી (monochromatic) શાહી વડે આલેખિત ચિત્રોના વિકાસમાં તેનો મુખ્ય ફાળો છે. ચીની ચિત્રશૈલીઓને અનુસરતા જાપાની ચિત્રકારો પાસેથી શુબુન ચિત્રકલા શીખેલો. ક્યોટોમાં શોકોકુ-જી (Shokku-Ji) મંદિરમાં એ પોતે ધર્મગુરુ હતો. આ જ…
વધુ વાંચો >શુમાન, એલિઝાબેથ (Schumann Elisabeth)
શુમાન, એલિઝાબેથ (Schumann Elisabeth) (જ. 13 જૂન 1885, જર્મની; અ. 23 એપ્રિલ 1952, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : વૉલ્ફગૅન્ગ મોત્સાર્ટ અને રિચાર્ડ સ્ટ્રૉસની કૃતિઓ ગાવા માટે વિશ્વવિખ્યાત બનેલી સોપ્રાનો ગાયિકા. હેમ્બર્ગ ઑપેરા ખાતે 1910માં એલિસાબેથે સોપ્રાનો ગાયિકા તરીકેની કારકિર્દી શરૂ કરી. 1914માં ન્યૂયૉર્ક નગરના મેટ્રોપોલિટન ઑપેરા હાઉસમાં સ્ટ્રૉસના ઑપેરા ડી રોસેન્કાવેલિયર(Die…
વધુ વાંચો >શુમાન, ક્લૅરા (Schumann, Clara)
શુમાન, ક્લૅરા (Schumann, Clara) (જ. 13 સપ્ટેમ્બર 1819, લિપઝિગ, જર્મની; અ. 20 મે 1896, ફ્રાન્કફર્ટ આમ મેઇન જર્મની) : પ્રસિદ્ધ જર્મન પિયાનોવાદિકા. પ્રસિદ્ધ જર્મન પિયાનોવાદક વીકની એ પુત્રી. પાંચ વરસની ઉંમરથી જ પિતા પાસેથી પિયાનોવાદનના પાઠ ગ્રહણ કરવા શરૂ કર્યા. પંદર વરસની વયથી તેણે એક કન્સર્ટ પિયાનિસ્ટ તરીકે આખા યુરોપમાં…
વધુ વાંચો >શુમાન, રૉબર્ટ (ઍલેક્ઝાન્ડર) [Schumann, Robert (Alexander)]
શુમાન, રૉબર્ટ (ઍલેક્ઝાન્ડર) [Schumann, Robert (Alexander)] (જ. જૂન 1810, ઝ્વિકાઉ, સેક્સોની, જર્મની; અ. 29 જુલાઈ 1856, બોન નજીક, જર્મની) : જર્મન રંગદર્શી સંગીતકાર અને સ્વરનિયોજક. ગીતો (Lieder), પિયાનો માટેની અને ઑર્કેસ્ટ્રા માટેની રચનાઓ માટે તે જાણીતા છે. તેમનું સંગીત દર્દની વિશિષ્ટ સંવેદનાથી ધબકે છે. શુમાનના પિતા પુસ્તક-પ્રકાશક અને પુસ્તકોની એક…
વધુ વાંચો >શુમાન, વિલિયમ (હૉવાર્ડ)
શુમાન, વિલિયમ (હૉવાર્ડ) (જ. 4 ઑગસ્ટ 1910, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા) : અમેરિકન સંગીતકાર, સ્વરનિયોજક અને સંગીતશિક્ષક. બાળપણમાં શાલેય અભ્યાસ દરમિયાન તે વાયોલિન શીખેલો. એ પછી સંગીતકાર રૉય હૅરિસ પાસે તેણે સંગીતની તાલીમ લીધી; જેમાં વાયોલિનવાદન અને સ્વરનિયોજનનો સમાવેશ થતો હતો. ત્યારે ન્યૂયૉર્ક રાજ્યના બ્રૉન્ક્સ્વિલે (Bronxville) ખાતે શુમાને સારાહ લૉરેન્સ કૉલેજમાં…
વધુ વાંચો >શુમાન-હીન્ક, અર્નેસ્ટાઇન (Schumann-Heink, Ernestine)
શુમાન–હીન્ક, અર્નેસ્ટાઇન (Schumann-Heink, Ernestine) (જ. 15 જૂન 1861, લિબેન, ચૅક રિપબ્લિક; અ. 17 નવેમ્બર 1936, હોલિવૂડ, અમેરિકા) : ઑસ્ટ્રિયન કૉન્ટ્રાલ્ટો ગાયિકા. રિચાર્ડ વાગ્નર અને રિચાર્ડ સ્ટ્રૉસના ઑપેરાઓમાં તેણે પોતાની અભિવ્યક્તિપૂર્ણ ગાયકી મારફતે ચેતન પ્રદાન કર્યું છે. 1878માં ડ્રૅસ્ડન ખાતે વર્દીના ઑપેરા ‘ઇલ ત્રોવાતોરે’માં આઝુચેના પાત્ર તરીકે ગાઈને તેણે પોતાની કારકિર્દીનો…
વધુ વાંચો >શુલર, ગુન્થર
શુલર, ગુન્થર (જ. 22 નવેમ્બર 1925, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા) : અમેરિકન સ્વરનિયોજક અને જાઝ સંગીતકાર. સંગીતકારોના કુટુંબમાં શુલરનો જન્મ થયેલો. દાદા જર્મનીમાં સંગીતસંચાલક હતા અને પિતાએ ન્યૂયૉર્ક ફિલ્હાર્મોનિક ઑર્કેસ્ટ્રામાં એકતાલીસ વરસ સુધી વાયોલિન વગાડ્યું હતું. સંગીતના ક્ષેત્રે સ્વશિક્ષિત શુલરે ફ્રેંચ હૉર્ન (રણશિંગુ) વગાડવામાં નૈપુણ્ય હાંસલ કર્યું. સિન્સાનિટી ઑર્કેસ્ટ્રા અને ન્યૂયૉર્ક…
વધુ વાંચો >શુંગ કળા
શુંગ કળા (આશરે ઈ. પૂ. 185થી ઈ. સ. બીજી સદી) : શુંગ રાજ્યવંશ દરમિયાનની ભારતીય કળા. ઈ. પૂ. 185માં છેલ્લા મૌર્ય રાજાના અવસાન પછી તેના બ્રાહ્મણ સેનાપતિએ મૌર્ય સામ્રાજ્ય હડપ કર્યું. આ નવા બ્રાહ્મણ રાજાની અટક પરથી નવો રાજવંશ શુંગ કહેવાયો. આ રાજ્યકાળ દરમિયાન બૌદ્ધ અને હિંદુ બંને ધર્મો ભારતમાં…
વધુ વાંચો >શૂટ્ઝ, હીન્રિખ (Schutz, Heinrich)
શૂટ્ઝ, હીન્રિખ (Schutz, Heinrich) (જ. 8 ઑક્ટોબર 1585, કૉસ્ટ્રિટ્ઝ, સૅક્સની, જર્મની; અ. 6 નવેમ્બર 1672, ડ્રેસ્ડન, જર્મની) : જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. બાખના પૂર્વસૂરિઓમાં તેઓ સૌથી મહાન જર્મન સંગીતકાર ગણાય છે. કેસલમાં તેમણે પ્રાથમિક અને સામાન્ય શિક્ષણ મેળવ્યું. અહીં તેઓ ચર્ચના કોયરમાં વૃંદગાનમાં ભાગ લેતા. 1608માં કાયદાનો અભ્યાસ કરવા માટે…
વધુ વાંચો >