અમિતાભ મડિયા
વિવારિની પરિવાર (Vivarini Family)
વિવારિની પરિવાર (Vivarini Family) [વિવારિની, ઍન્તોનિયો (જ. આશરે 1415, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1480); વિવારિની, બાર્તોલૉમ્યુ (જ. આશરે 1432, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1499); વિવારિની, આલ્વિસે (જ. આશરે 1446, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1505)] : પંદરમી સદીનો પ્રસિદ્ધ ઇટાલિયન ગૉથિક ચિત્રકાર…
વધુ વાંચો >વિવાલ્દી, ઍન્તોનિયો લુચિયો
વિવાલ્દી, ઍન્તોનિયો લુચિયો (જ. 4 માર્ચ 1678, વેનિસ, ઇટાલી; અ. 28 જુલાઈ 1741, વિયેના, ઑસ્ટ્રિયા) : પ્રસિદ્ધ ઇટાલિયન વાયોલિનવાદક અને સ્વરરચનાકાર; બરોક સંગીતના અંતિમ તબક્કાનો સૌથી વધુ પ્રભાવક સંગીતકાર. પિતા જિયોવાન બાત્તિસ્તા વિવાલ્દી બ્રેસ્કિયામાં હજામ હતો, પણ તે વાયોલિન સુંદર વગાડતો. તેથી સેંટ માર્કસ કથીડ્રલના ઑર્કેસ્ટ્રામાં દાખલ થવા માટે તે…
વધુ વાંચો >વિશ્વનાથન્, ટી.
વિશ્વનાથન્, ટી. (જ. 1940, ગુડિયાટ્ટમ, તામિલનાડુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાંથી 1963માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ પછી તેઓ સમગ્ર ભારતમાં સમૂહ-પ્રદર્શનોમાં સતત ભાગ લેતા રહ્યા છે. એ જ રીતે દેશમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો પણ સતત કરતા રહ્યા છે. વનોપવનોમાં વિહાર કરતી નવયૌવનાઓ વિશ્વનાથનનાં…
વધુ વાંચો >વિશ્વનાથન્, વી.
વિશ્વનાથન્, વી. (જ. 27 ફેબ્રુઆરી 1940, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફટ્સમાં અભ્યાસ કરીને 1962માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આ અભ્યાસ માટે તેમને કેરળ યુનિવર્સિટીની શિષ્યવૃત્તિ મળેલી. સીધી અને વક્ર રેખાઓ વડે અમૂર્ત અભિવ્યક્તિ કરતી અલ્પતમ (minimalist) કલા સર્જવાનું વિશ્વનાથનને પસંદ કર્યું છે.…
વધુ વાંચો >વીથ પરિવાર
વીથ પરિવાર (વીથ નિકોલસ – જ. 1886 ?, અ. 1945; વીથ એન. – જ. 1916; વીથ ઍન્ડ્ર્યૂ – જ. 1918; વીથ કૅરોલિના – જ. 1910; વીથ હેન્રિયેત – જ. 1908; વીથ જેઝી – જ. 1946) : વિખ્યાત અમેરિકન ચિત્રકાર કુટુંબ. આ કુટુંબમાં પિતા નિકોલસે ચિત્રકલા વ્યવસાયનો પ્રારંભ કર્યો. અમેરિકન સાહિત્યનાં…
વધુ વાંચો >વીલ્કેસ, થૉમસ
વીલ્કેસ, થૉમસ (જ. આશરે 1575, બ્રિટન; અ. આશરે 1623, બ્રિટન) : બ્રિટિશ રેનેસાંસ-સંગીતકાર અને સ્વર-નિયોજક. ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યા બાદ ચિચેસ્ટર ખાતે ઑર્ગનવાદકનું સ્થાન તેમણે ગ્રહણ કર્યું. તેમના ઉપર ઇટાલિયન સંગીતકાર અને સ્વરનિયોજક મારેન્ઝિયોની સ્પષ્ટ અસર છે. સોળમી સદીના બ્રિટનના તેઓ સૌથી વધુ પ્રયોગશીલ સંગીતકાર છે. તેમના સંગીતની નાટ્યાત્મકતાને કારણે તેમને…
વધુ વાંચો >વુએ, સિમોં
વુએ, સિમોં : ફ્રાંસનો પ્રથમ બરોક-ચિત્રકાર. ઇટાલીની બરોક-ચિત્રશૈલી ફ્રાંસમાં પ્રચલિત કરનાર. 1612થી 1627 દરમિયાન વુએ ઇટાલીમાં રહ્યો અને બરોક-ચિત્રશૈલી આત્મસાત્ કરી. ઇટાલીના રોમ નગરમાં શરૂઆતનાં વર્ષોમાં પ્રસિદ્ધ બરોક-ચિત્રકાર કારાવાજિયોનો એ શિષ્ય હતો. કારાવાજિયોની જેમ જ એના એ વખતનાં ચિત્રોમાં પણ અગ્રભૂમિકામાં રહેલી માનવ આકૃતિઓ ઉપર એક જ બિંદુએથી પડતો પ્રકાશ…
વધુ વાંચો >વુ, તાઓ-સુઅન
વુ, તાઓ–સુઅન (જ. આશરે 700, ચીન; અ. આશરે 760, ચીન) : ચીની ચિત્રકાર. આઠમી સદી પછીના કલાવિવેચકોએ તાઓ-સુઅન વુનાં દંતકથા લાગે એટલાં બધાં વખાણ કર્યાં છે. તેમના જીવનની પ્રમાણભૂત માહિતી મળતી નથી. તેમણે મુખ્યત્વે બૌદ્ધ વિષયોને ચીતર્યા છે. તેમની પીંછીના લસરકા જોરદાર અભિવ્યક્તિને સ્ફુટ કરી શકવામાં સફળ ગણાયા છે. તાન્ગ…
વધુ વાંચો >વુલ્ફ, હ્યુગો (ફિલિપ જેકૉબ)
વુલ્ફ, હ્યુગો (ફિલિપ જેકૉબ) (જ. 13 માર્ચ 1860, વિન્ડિશ્ગ્રેઝ, ઑસ્ટ્રિયા; અ. 22 ફેબ્રુઆરી 1903, વિયેના, ઑસ્ટ્રિયા) : જર્મન ગીતોનો વિખ્યાત સ્વરનિયોજક. 1875માં વિયેના કૉન્ઝર્વેટરીમાં સંગીતનો અભ્યાસ કરવા દાખલ થયો, પણ શિક્ષકોની ખુલ્લેઆમ ટીકા કરવા બદલ 1877માં તેની તે સંગીતશાળામાંથી હકાલપટ્ટી થઈ. પહેલેથી જ તેની પ્રકૃતિ ક્રાંતિકારી હતી. એ વખતે તે…
વધુ વાંચો >વુલ્ફલિન, હેઇન્રિખ (Wolfflin, Heinrich)
વુલ્ફલિન, હેઇન્રિખ (Wolfflin, Heinrich) (જ. 1864, વિન્ટર્થુર, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 1945, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિસ કલાઇતિહાસકાર. ઇટાલિયન રેનેસાંસના જર્મન રેનેસાંસ સાથેના તુલનાત્મક અભ્યાસ માટે તથા રેનેસાંસ-કલાના બરોક-કલા સાથેના તુલનાત્મક અભ્યાસ માટે તેઓ જાણીતા છે. ઇતિહાસકારો જેકૉબ બુર્કહાર્ટ (Jacob Burckhardt) અને વિલ્હેમ રીલ (Wilhelm Riehl), ફિલસૂફો વિલ્હેમ ડિલ્થી (Wilhelm Dilthey), ફ્રેડરિક પૉલ્સન…
વધુ વાંચો >