અમિતાભ મડિયા

લા તૂર, મૉરિસ ક્વેન્તીન દ

લા તૂર, મૉરિસ ક્વેન્તીન દ (જ. 5 સપ્ટેમ્બર 1704, સેંત ક્વેન્તીન, ફ્રાન્સ; અ. 17 ફેબ્રુઆરી 1788, સેંત ક્વેન્તીન, ફ્રાન્સ) : મૂળભૂત વ્યક્તિગત લાક્ષણિકતાઓ સાથે જીવંત જણાતાં (વ્યક્તિ)ચિત્રો સર્જવા માટે ખ્યાતનામ બનેલો ફ્રેન્ચ ચિત્રકાર. જાક સ્પૉદ નામના ફ્લેમિશ ચિત્રકાર પાસે પૅરિસમાં તાલીમ લીધી. 1737માં ફ્રેન્ચ સેલોંમાં તેણે 150 વ્યક્તિચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન…

વધુ વાંચો >

લા ફાર્જ, જૉન

લા ફાર્જ, જૉન (જ. 31 માર્ચ 1835, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા; અ. 14 નવેમ્બર 1910, પ્રૉવિડન્સ, અમેરિકા) : અમેરિકન ભીંતચિત્રકાર અને કાચચિત્રકાર. લઘુચિત્રકાર નાના પાસેથી બાળપણમાં લઘુચિત્રકલાની તાલીમ લીધેલી. શાલાભ્યાસ પૂરો કર્યા પછી થોડો સમય તેમણે કાયદાનો અભ્યાસ કર્યો, પણ પછી 1856માં અભ્યાસ પડતો મૂકીને ચિત્રકલાનો અભ્યાસ કરવા માટે યુરોપની વાટ…

વધુ વાંચો >

લા ફ્રેસ્નેયે, રૉજર દ (La Fresnaye, Roger de)

લા ફ્રેસ્નેયે, રૉજર દ (La Fresnaye, Roger de) (જ. 11 જુલાઈ 1885, ફ્રાન્સ; અ. 27 નવેમ્બર 1925, ફ્રાન્સ) : ઋજુ અને સંમોહક રંગો વડે ઘનવાદી ચિત્રોનું સર્જન કરનાર આધુનિક ફ્રેન્ચ ચિત્રકાર. પૅરિસ ખાતેની ઇકોલે દ બ્યુ-આર્ત્સ (Ecole des Beaux-Arts) અને અકાદમી રેન્સોં (Academic Ranson) મહાશાળાઓમાં તેમણે કલાભ્યાસ કર્યો. 1909 સુધીનાં…

વધુ વાંચો >

લાર્તિગ, ઝાક હેન્રી

લાર્તિગ, ઝાક હેન્રી (જ. 13 જૂન 1894, પૅરિસ નજીક કોર્બેવોઈ, ફ્રાન્સ; અ. 1986) : પોતાના બાળપણમાં કરેલી ફોટોગ્રાફી માટે વિશ્વવિખ્યાત થયેલા ફ્રેન્ચ ફોટોગ્રાફર અને ચિત્રકાર. પિતા ધનાઢ્ય બૅંકર હતા. લાર્તિગ સાત વરસના હતા ત્યારે પિતાએ જ તેમને પ્લેટ-કૅમેરા અપાવ્યો હતો. ટીણકુડો લાર્તિગ સ્ટૂલ પર ચઢીને એ અડચણરૂપ ભારેખમ મહાકાય તોતિંગ…

વધુ વાંચો >

લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ

લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ : મુખ્યત્વે દુર્લભ અને અનન્ય ભારતીય શિલ્પો માટે થઈને ખાસ મહત્વ ધરાવતું અમદાવાદમાં આવેલું મ્યુઝિયમ. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પરિસરમાં તેની સ્થાપના 1957માં થયેલી. ખાસ કરીને માધુરી દેસાઈ અને મુનિ પુણ્યવિજયજીના અંગત કલાસંગ્રહોના દાનમાંથી આ મ્યુઝિયમ સર્જાયું છે. આ મ્યુઝિયમના બે મુખ્ય વિભાગો છે, જેમાંનો ભૂલાભાઈ…

વધુ વાંચો >

લાલો, વિક્તોર એન્તૉની એદુઅર્દ

લાલો, વિક્તોર એન્તૉની એદુઅર્દ (જ. 27 જાન્યુઆરી 1823, લિલે ફ્રાન્સ; અ. 22 એપ્રિલ 1892, પૅરિસ, ફ્રાન્સ) : પ્રસિદ્ધ ફ્રેન્ચ સ્વરનિયોજક. પેઢીઓથી લશ્કરી કારકિર્દી ધરાવતા એક ફ્રેન્ચ કુટુંબમાં જન્મ. કુટુંબના વડવાઓ મૂળ સ્પૅનિશ હતા. 1839માં લિલે છોડીને લાલો પૅરિસ ગયા અને ફ્રાંસ્વા હેબેનેક પાસે પૅરિસ કૉન્ઝર્વેટરીમાં વાયોલિન-વાદન શીખવું શરૂ કર્યું. તેમણે…

વધુ વાંચો >

લાસો, ઑર્લાન્ડો (Lasso, Orlando)

લાસો, ઑર્લાન્ડો (Lasso, Orlando) (જ. 1530થી 1532 વચ્ચે, મોંસ, સ્પૅનિશ હેઇનુર; અ. 14 જૂન 1594, મ્યૂનિક) : યુરોપિયન રેનેસાં-સંગીત પર ઘેરી છાપ મૂકી જનાર ફ્લેમિશ રેનસાં-સંગીતકાર. મોંસમાં સેંટ નિકોલસ કેથીડ્રલમાં એક કૉઇરબૉય તરીકે તેઓ એટલું તો સુંદર ગાતા હતા કે તેઓ હજી સાવ બાળક જ હતા ત્યારે જ અન્ય કૉઇર્સે…

વધુ વાંચો >

લાસ્કુ, ગ્રોત્તે (Lascaux, Grotte)

લાસ્કુ, ગ્રોત્તે (Lascaux, Grotte) : અત્યાર સુધીમાં મળી આવેલી  વિશ્વની સૌથી વધુ પ્રભાવક પ્રાગૈતિહાસિક કલા ધરાવતી ગુફાઓમાંની એક. ફ્રાન્સના દોર્દોન્યે (Dordogne) પ્રદેશમાં મોન્તિન્યા (Montingaue) નજીક વીઝેરી (Vezere) ખીણમાં તે આવેલી છે. 1940ના સપ્ટેમ્બરમાં ચાર જવાન પુરુષોએ આ ગુફા શોધી કાઢેલી. એક મુખ્ય પોલાણ ઉપરાંત અસંખ્ય ઊંડી અને ઊભી ગૅલરીઓ ધરાવતી…

વધુ વાંચો >

લાસ્ટમૅન, પીટર (Lastman, Pieter)

લાસ્ટમૅન, પીટર (Lastman, Pieter) (જ. 1583, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ; અ. 1633, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ) : ગ્રેકો-રોમન પુરાકથાઓ અને ખ્રિસ્તી ધર્મની કથાઓનું બરોક-શૈલીમાં ચિત્રણ કરનાર ડચ ચિત્રકાર. મહાન ચિત્રકાર રેમ્બ્રાંના ગુરુ હોવા બદલ એમને અપૂર્વ નામના મળેલી. મૅનરિસ્ટ શૈલીના ચિત્રકાર કોર્નેલિસ ફાન હાર્લેમ પાસેથી તેમણે ચિત્રકલાની તાલીમ મેળવી. એ ઉપરાંત હાર્લેમ નગરના બીજા…

વધુ વાંચો >

લિખ્ટેન્સ્ટીન, રૉય

લિખ્ટેન્સ્ટીન, રૉય (જ. 27 ઑક્ટોબર 1923, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) :  આધુનિક અમેરિકન ચિત્રકાર અને પૉપ આર્ટ ચળવળના પ્રણેતાઓમાંના એક. તેમણે ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કરીને 1949માં માસ્ટર ઇન ફાઇન આર્ટ્સની ઉપાધિ પ્રાપ્ત કરી. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં 1946થી 1951 સુધી. ન્યૂયૉર્ક સ્ટેટ યુનિવર્સિટીમાં 1957થી 1960 સુધી અને ન્યૂ જર્સીના ન્યૂ…

વધુ વાંચો >