અમિતાભ મડિયા
રોઝેલિનો, બર્નાર્ડો
રોઝેલિનો, બર્નાર્ડો (જ. 1409, ઇટાલી; અ. 1464, ઇટાલી) : ઇટાલીનો રેનેસાંસ-શિલ્પી. કબર પર પથ્થરમાં કોતરકામ દ્વારા શણગાર કરી તે શિલ્પ સર્જતો. ફ્લૉરેન્સમાં આવેલી લિયોનાર્દો બ્રુનીની કબર રોઝેલિનોનું શ્રેષ્ઠ સર્જન મનાય છે. કબર પર તેણે બ્રુનીના જીવનના કેટલાક પ્રસંગો અર્ધમૂર્ત (relief) રીતે કોતરીને પ્રાચીન રોમન દર્શનના સિંહાવલોકી (retrospective) અભિગમ સાથે બ્રુનીના…
વધુ વાંચો >રોડવિટ્ટિયા, રેખા
રોડવિટ્ટિયા, રેખા (જ. 1958, બેંગલોર) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરીને 1981માં ચિત્રકલાનાં સ્નાતક થયાં. આ પછી શિવદાસાની કુટુંબની આર્થિક સહાય મળતાં તેમણે લંડન જઈ અભ્યાસ ચાલુ રાખ્યો અને 1983માં ધ રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાંથી તેઓ ચિત્રકલાનાં અનુસ્નાતક થયાં. તે જ વર્ષે…
વધુ વાંચો >રૉડ્ચેન્કો, ઍલેક્ઝાન્ડર (Alexander Rodchenko)
રૉડ્ચેન્કો, ઍલેક્ઝાન્ડર (Alexander Rodchenko) (જ. 1891, રશિયા; અ. 1956, રશિયા) : આધુનિક રશિયન શિલ્પી. 1914–15માં રૉડ્ચેન્કો માલેવિચના પ્રભાવ હેઠળ આવતાં કલાની વ્યવહારુ જીવનમાં કોઈ ને કોઈ ઉપયોગિતા (utility) હોવી જ જોઈએ તેવું દૃઢપણે માનતા થયા. 1917 પછી નવી સ્થપાયેલ સોવિયેત સરકાર પણ ‘કલા ખાતર કલા’ને નહિ, પરંતુ ‘ઉપયોગિતા ખાતર કલા’ને…
વધુ વાંચો >રોદૅં, ઑગુસ્તે રેનેફ્રાંસ્વા (Rodin, Augustee Renefrancois)
રોદૅં, ઑગુસ્તે રેનેફ્રાંસ્વા (Rodin, Augustee Renefrancois) (જ. 12 નવેમ્બર 1840, પૅરિસ, ફ્રાન્સ; અ. 17 નવેમ્બર 1917, મુદોં, ફ્રાન્સ) : કાંસા (બ્રોન્ઝ) અને આરસમાંનાં શિલ્પો માટે જાણીતો ફ્રેન્ચ શિલ્પી. ખૂબ ગરીબ કુટુંબમાં તેનો જન્મ થયો. તેર વરસની ઉંમરે એક ડ્રૉઇંગ-સ્કૂલમાં દાખલ થઈ ત્યાં ડ્રૉઇંગ શીખ્યો. સત્તર વરસની ઉંમરે કલાનું શિક્ષણ આપતી…
વધુ વાંચો >રૉબ્બિયા, લૂચા દેલ્લ (Robbia, Lucca Della)
રૉબ્બિયા, લૂચા દેલ્લ (Robbia, Lucca Della) (જ. 1400, ફ્લૉરેન્સ, ઇટાલી, અ. 1482, ફ્લૉરેન્સ, ઇટાલી) : ઇટાલીનો રેનેસાંસ-શિલ્પી. દોનાતેલ્લોના મૃત્યુ પછી ફ્લૉરેન્સના બે પ્રમુખ શિલ્પીમાંનો એક. બીજો તે ઘીબર્તી. શરૂઆતમાં તેણે રેનેસાં-શિલ્પી નેની દી બૅન્ચો Nanni di Banco સાથે કામ કર્યું હોય તેવું અનુમાન તેણે પોતે સર્જેલ શિલ્પ પરથી વિદ્વાનો કરે…
વધુ વાંચો >રોમન કલા
રોમન કલા : પ્રાચીન રોમન સામ્રાજ્યમાં ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય-કળાનું પ્રવર્તન. પ્રાચીન રોમનોએ ગ્રીસ જીત્યું, પરંતુ કલા અને સૌંદર્યશાસ્ત્ર-(aesthetics)ના ક્ષેત્રે સમરાંગણના વિજેતાઓએ હારેલા ગ્રીકો આગળ ભાવપૂર્વક માથાં નમાવ્યાં. ગ્રીસની શાખ સંસ્કારક્ષેત્રે એટલી વ્યાપક હતી કે રોમન સેનાપતિઓ ગ્રીસ જીતી લેવા ઉત્સાહભેર યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે તેઓ ગ્રીક કલાકૃતિઓ લૂંટવામાં…
વધુ વાંચો >રોમનેસ્ક કલા અને સ્થાપત્ય
રોમનેસ્ક કલા અને સ્થાપત્ય : રોમનેસ્ક કલાનો ઉદભવ કેરોલિન્જિયન યુગ દરમિયાન સમ્રાટ શાર્લમૅનના સમય(768–814)માં થયો હતો. લગભગ એક હજાર વર્ષ પછી સમગ્ર રોમન સામ્રાજ્યમાં ઇટાલી, જર્મની, સ્પેન, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સમાં બાંધકામની પ્રવૃત્તિ મોટા પાયે શરૂ થઈ હતી. વિશેષત: ફ્રાન્સમાં આનો પ્રારંભ થયો હતો. અગિયારમીબારમી સદી દરમિયાનના યુરોપની સ્થાપત્યશૈલી રોમનેસ્ક શૈલી તરીકે…
વધુ વાંચો >રૉમ્ની, જ્યૉર્જ
રૉમ્ની, જ્યૉર્જ (જ. 1734, લૅન્કેશાયર, બ્રિટન; અ. 1802, બ્રિટન) : રંગદર્શી બ્રિટિશ ચિત્રકાર. વતન લૅન્કેશાયરમાં ચિત્રકલાની તાલીમ લીધી. વ્યક્તિચિત્રકાર (portraitist) તરીકે તેમણે તુરત જ નામના મેળવી. 1762માં પત્ની અને બાળકોને રઝળતાં છોડી તેઓ લંડનમાં સ્થિર થયા. અહીં તેઓ વ્યક્તિચિત્રકાર તરીકે ખૂબ જ ખ્યાતનામ થયા અને ચિત્રકલાના વેચાણમાંથી પુષ્કળ નાણાં કમાયા;…
વધુ વાંચો >રૉય, ઇન્દ્રપ્રમિત
રૉય, ઇન્દ્રપ્રમિત (જ. 1964, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાંતિનિકેતનમાંથી ચિત્રકલાના સ્નાતક થયા પછી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં વધુ બે વરસ અભ્યાસ કરી ચિત્રકલામાં અનુસ્નાતક ઉપાધિ મેળવી. આ પછી લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં વધુ એક વર્ષ ચિત્રકલાનો અભ્યાસ કરી ચિત્રકલાનો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો.…
વધુ વાંચો >રૉય, જામિની
રૉય, જામિની (જ. 1887, બંગાળ; અ. 1972, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : આધુનિક ભારતીય યુગપ્રવર્તક ચિત્રકાર. બંગાળી જાગીરદાર કુટુંબમાં જન્મ. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં વિદ્યાર્થી તરીકે જોડાયા. કારકિર્દીના પ્રારંભે તેઓ તત્કાલીન પ્રવર્તમાન યુરોપીય ઍકેડેમિક શૈલીની ગાઢ અસર નીચે હતા, પણ તે અસર તુરત જ દૂર થઈ.…
વધુ વાંચો >