અમિતાભ મડિયા

મીડ્નર, લુડવિગ

મીડ્નર, લુડવિગ (જ. 8 એપ્રિલ 1884, બર્નસ્ટેટ, જર્મની; અ. 14 મે 1966, ડાર્મસ્ટેટ, જર્મની) : જર્મન-અભિવ્યક્તિવાદી ચિત્રકાર. તેઓ નગરચિત્રોના સર્જન માટે પ્રસિદ્ધિ પામ્યા હતા. 1901–1902 દરમિયાન તેમણે કડિયા તરીકે તાલીમ લીધી. 1903થી 1905 દરમિયાન બ્રૅટ-લૉની રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. 1906થી 1907 સુધી પૅરિસની અકાદમી જુલિયાં અને અકાદમી કૉર્મોમાં…

વધુ વાંચો >

મીર, સૈયદ અલી

મીર, સૈયદ અલી (જ. સોળમી સદી, તૅબ્રીઝ, ઈરાન; અ. સોળમી સદી, ભારત) : મુઘલ ચિત્રકલાના બે સ્થાપક ચિત્રકારોમાંના એક. (બીજા તે અબ્દુ-સમદ). તૅબ્રીઝની ઈરાની લઘુ ચિત્રકલાની સફાવીદ શૈલીના પ્રખ્યાત ચિત્રકાર મુસવ્વર સૉલ્ટાનિયેના પુત્ર. પોતાના જીવનના અંતકાળે હુમાયૂંએ દિલ્હીની ગાદી ફરી જીતી ત્યારે તેઓ ઈરાનથી અબ્દુ-સમદની સાથે સૈયદ અલી મીરને ભારત…

વધુ વાંચો >

મુખરજી, મીરાં

મુખરજી, મીરાં (જ. 12 મે 1923, કોલકાતા; અ. 27 જાન્યુઆરી 1998 કૉલકાતા) : આધુનિક ભારતીય મહિલા-શિલ્પી. 14 વરસની ઉંમરે ‘ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિયેન્ટલ આર્ટ’માં દાખલ થયાં અને ત્યાં 1941 સુધી અભ્યાસ કર્યો. 1947માં ‘દિલ્હી પૉલિટેકનિક’માં જોડાઈ ત્યાંથી શિલ્પમાં ડિપ્લોમા મેળવ્યો. આ પછી શાંતિનિકેતનમાં કાર્યશીલ ઇન્ડોનેશિયન ચિત્રકાર એફૅન્ડી હેઠળ બે વરસ…

વધુ વાંચો >

મુખરજી, મૃણાલિની

મુખરજી, મૃણાલિની (જ. 1949, મુંબઈ; અ. 21 ફેબ્રુઆરી 2015) : આધુનિક ભારતીય મહિલા-શિલ્પી; પ્રસિદ્ધ ચિત્રકારો બિનોદબિહારી મુખરજી તથા લીલા મુખરજીનાં પુત્રી. 1965થી 1972 સુધી વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરી પ્રો. કે. જી. સુબ્રમણ્યનના માર્ગદર્શન હેઠળ ભીંતચિત્રનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો. અભ્યાસકાળ દરમિયાન જ મૃણાલિનીએ સૂતર, કંતાન, શણ…

વધુ વાંચો >

મુખરજી, વિનોદવિહારી

મુખરજી, વિનોદવિહારી (જ. 7 ફેબ્રુઆરી 1904, બેહલા, પશ્ચિમ બંગાળ; અ. 11 નવેમ્બર 1980, દિલ્હી) : બંગાળ શૈલીના કલાકાર. બંગાળી કુટુંબમાં જન્મ અને ઉછેર. બચપણ બીમારીઓમાં વીત્યું. 1917માં શાંતિનિકેતન આવ્યા અને 1919માં અહીં કલાનો અભ્યાસ શરૂ કર્યો; થોડા જ વખતમાં કલા ગુરુ નંદલાલ બોઝના પટ્ટશિષ્ય બની શક્યા. અભ્યાસ પૂરો કર્યા પછી…

વધુ વાંચો >

મુખરજી, શૈલજ

મુખરજી, શૈલજ (જ. 2 નવેમ્બર 1907, કૉલકાતા; અ. 5 ઑક્ટોબર 1960, દિલ્હી) : બંગાળ શૈલીના ચિત્રકાર. બંગાળી કુટુંબમાં જન્મ અને કોલકાતા તથા બર્દવાનમાં ઉછેર તથા મૅટ્રિક સુધીનું શિક્ષણ. 1928માં તે ‘કલકત્તા સ્કૂલ ઑવ્ આર્ટ’માં દાખલ થયા અને 1934માં અહીંથી ડિપ્લોમા મેળવ્યા બાદ ઇમ્પીરિયલ ટોબૅકો કંપનીમાં થોડાં વર્ષ કલાનિર્દેશક તરીકે કામ…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, કૌશિક

મુખોપાધ્યાય, કૌશિક (જ. 1960) : આધુનિક ભારતીય શિલ્પી. 1986માં તેઓ કૉલકાતાની રવીન્દ્રભારતી યુનિવર્સિટીમાંથી ર્દશ્યકલામાં સ્નાતક અને 1989માં શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી લલિત કલામાં અનુસ્નાતક થયા. ફેંકી દીધેલા કૂડાકચરા અને ભંગારમાંથી શિલ્પસર્જન કરવા માટે કૌશિક જાણીતા છે. તૂટેલાં પ્લાસ્ટિકનાં પીપડાં, ડોલ ઇત્યાદિને ઇચ્છા મુજબ વધુ તોડી-ચીરીને તેની સાથે ધાતુનો અન્ય ભંગાર ચોંટાડીને,…

વધુ વાંચો >

મુદ્રણક્ષમ કલા

મુદ્રણક્ષમ કલા (graphic prints) : નિજી કલાત્મક અભિવ્યક્તિ માટે કલાકારો દ્વારા જાતે કરવામાં આવતી મુદ્રણપ્રક્રિયા. ચિત્ર અને શિલ્પ જેવી કલાકૃતિઓ અનન્ય હોય છે અને તેથી સામાન્ય રીતે તેની પ્રતિકૃતિ શક્ય નથી; પરંતુ કલાકાર મુદ્રણપ્રક્રિયા વડે જાતે રચેલી પોતાની કલાકૃતિની એકથી વધુ કૃતિઓ પ્રયોજી શકે છે અને તેને મુદ્રણક્ષમ કલા કહે…

વધુ વાંચો >

મુનુસ્વામી, એલ.

મુનુસ્વામી, એલ. (જ. 1927, ચેન્નાઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. શિલ્પી અને ચિત્રકાર દેવીપ્રસાદ રાયચૌધરીની દોરવણી નીચે અભ્યાસ કરીને 1953માં ચેન્નાઈની ‘ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ’માંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1956–57માં તેમને ભારત સરકાર તરફથી ‘કલ્ચરલ સ્કૉલરશિપ ફૉર રિસર્ચ ઇન પેઇન્ટિંગ’ મળી. 1958માં તે ચેન્નાઈની ‘ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ’માં…

વધુ વાંચો >

મુરલીધરન, કે.

મુરલીધરન, કે. (જ. 1954, ચેન્નાઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાંથી 1976માં ચિત્રકલાનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો. આ પછી બૅંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી અને મુંબઈમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. કૉલકાતાની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સ ખાતે સમૂહ પ્રદર્શનમાં ભાગ લીધો. ચિત્રકલા પરિષદે અને ચેન્નાઈ ખાતેની તામિલનાડુ…

વધુ વાંચો >