અમરીશ જ. પરીખ

અધિશુક્રગ્રંથિ-શુક્રગ્રંથિશોથ

અધિશુક્રગ્રંથિ-શુક્રગ્રંથિશોથ (epididymo-orchitis) : શુક્રગ્રંથિ અને તેના ટોપનો ચેપ. શુક્રગ્રંથિકોશા(scrotum) એટલે કે શુક્રગ્રંથિકોથળીમાં બે શુક્રગ્રંથિઓ (testes) તથા તેમનાં અધિશુક્રગ્રંથિ અને શુક્રવાહિની આવેલાં છે. દરેક શુક્રગ્રંથિ 5 સેમી. × 2.5 સેમી.ની, 10થી 15 ગ્રામ વજનની, અંડાકાર પિંડની હોય છે. દરેક શુક્રગ્રંથિની ઉપર ગૂંચળું વાળેલી નળી(શુક્રવાહિની)ની ટોપના રૂપમાં સાતડા જેવી (comma-shaped) અધિશુક્રગ્રંથિ આવેલી…

વધુ વાંચો >

અનવસ્થિત શુક્રગ્રંથિતા

અનવસ્થિત શુક્રગ્રંથિતા (undescended testis) : જન્મસમયે કે તે પછી શુક્રગ્રંથિકોશા(scrotum) એટલે કે શુક્રગ્રંથિ-કોથળીમાં શુક્રગ્રંથિનું અવતરણ ન થયું હોય તે સ્થિતિ. જન્મસમયે કે તે પછીનાં થોડાં અઠવાડિયાંમાં જો શુક્રગ્રંથિકોશામાં શુક્રગ્રંથિ (શુક્રપિંડ) પેટમાંના તેના ઉદગમસ્થાનેથી ઊતરી ન હોય તો તેને અનવસ્થિત શુક્રગ્રંથિતા અથવા અનવસ્થિત શુક્રપિંડિતા કહે છે. ગર્ભાશયકાળમાં પેટની પાછલી દીવાલ પર…

વધુ વાંચો >

અંગુલાંત વિપાક

અંગુલાંત વિપાક (whitlow) : અંગૂઠા કે આંગળીના ટેરવામાં લાગેલો ચેપ. ટેરવું લાલ થઈ સૂજી જાય છે અને લબકારા મારતી પીડા થાય છે. ટાંકણી, સોય, કાંટો કે ફાંસ વાગ્યા પછી ત્યાં જમા થતા જીવાણુઓ (bacteria) આ ચેપ લગાડે છે. વખત જતાં તેમાં પરુ જમા થાય છે. શરીરનાં અન્ય ગૂમડાં (abscesses) કરતાં…

વધુ વાંચો >

એપેન્ડિસાઇટિસ

એપેન્ડિસાઇટિસ (આંત્રપુચ્છશોથ) : એપેન્ડિક્સના ચેપજન્ય શોથ-(inflammation)થી થતો સોજો. નાના આંતરડાના મોટા આંતરડા સાથેના જોડાણ પાસે આવેલા પાતળા, 3થી 5 સેમી. લાંબા પૂંછડી જેવા અવયવને એપેન્ડિક્સ કે આંત્રપુચ્છ કહે છે. પેટમાં આંત્રપુચ્છનું સ્થાન નાભિની જમણી તથા નીચેની બાજુએ હોય છે. ઐતિહાસિક નોંધ : ઇંગ્લૅન્ડની જાણીતી વેસ્ટમિન્સ્ટર અને સેંટ જ્યૉર્જ હૉસ્પિટલના સાર્જન્ટ…

વધુ વાંચો >

કંઠપાંસળી

કંઠપાંસળી (cervical rib) : ગરદનમાં વધારાની પાંસળી હોય ત્યારે તેનાથી થતો વિકાર. સામાન્ય રીતે છાતીમાં પાંસળીઓની બાર જોડ આવેલી હોય છે અને તે વક્ષવિસ્તારના કરોડના મણકા સાથે જોડાયેલી હોય છે. જો કંઠપાંસળી હોય તો તે ગરદનના વિસ્તારમાં આવેલા સૌથી નીચલા (સાતમા) મણકા કે ક્યારેક પાંચમા કે છઠ્ઠા મણકા સાથે જોડાયેલી…

વધુ વાંચો >