અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય

કપ્પસુત્ત (કલ્પસૂત્ર) (દસાસુયકખંધ)

કપ્પસુત્ત (કલ્પસૂત્ર) (દસાસુયકખંધ) : જૈન આગમ સાહિત્યમાં છેદસૂત્રો તરીકે ઓળખાતા છ ગ્રંથોમાંનો એક. તે કલ્પસૂત્ર કે દશાશ્રુતસ્કંધ તરીકે પ્રસિદ્ધ છે. આચાર્ય ભદ્રબાહુને એના કર્તા માનવામાં આવે છે. અર્ધમાગધી ભાષામાં ગદ્યબદ્ધ આ આગમ ગ્રંથ પર ‘નિર્યુક્તિ’ અને ‘ચૂર્ણી’ નામક ટીકાઓ પણ રચાયેલી છે. ગ્રંથમાં દસ પ્રકરણો છે. એમાં આઠમા અને દસમા…

વધુ વાંચો >

કપ્પસુત્ત (બૃહત્કલ્પ)

કપ્પસુત્ત (બૃહત્કલ્પ) : જૈન મુનિઓના આચારવિચાર સંબંધી નિયમોના વિવેચન સમા છેદસૂત્રોમાં કલ્પ કે બૃહત્કલ્પ તરીકે જાણીતો ગ્રંથ. આને કલ્પાધ્યયન પણ કહેવામાં આવે છે. પજ્જોસણાકપ્પથી આ ભિન્ન છે. પ્રાચીન પ્રાકૃત ભાષામાં ગદ્યબદ્ધ આ ગ્રંથમાં સાધુ-સાધ્વીઓને માટે સાધક (કલ્પ = યોગ્ય) અને બાધક (અકલ્પ = અયોગ્ય) સ્થાન, વસ્ત્ર, પાત્ર આદિનું વિસ્તૃત વિવેચન…

વધુ વાંચો >

કપ્પૂરમંજરી (કર્પૂરમંજરી)

કપ્પૂરમંજરી (કર્પૂરમંજરી) : પ્રાકૃત ભાષામાં રચાયેલું સંગીતરૂપક. માત્ર પ્રાકૃત ભાષામાં રચાયેલાં નાટકોનો આ પ્રકાર સટ્ટક તરીકે ઓળખાય છે. આવા સટ્ટકોમાં તે આદ્ય અને વિશિષ્ટ સટ્ટક છે. તેની રચના સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ કવિ-નાટ્યકાર યાયાવરવંશીય કવિરાજ રાજશેખરે (ઈ. સ. દશમી સદી) કરી છે. ચાર જવનિકા અર્થાત્ અંકોના બનેલા ‘કપ્પૂરમંજરી’નું કથાવસ્તુ હર્ષની રત્નાવલીના…

વધુ વાંચો >

કમ્મપયડી (કર્મપ્રકૃતિ)

કમ્મપયડી (કર્મપ્રકૃતિ) : જૈન કર્મસિદ્ધાંતનો પ્રાકૃત ભાષાનો પ્રાચીન ગ્રંથ. એના રચયિતા શિવશર્મસૂરિ છે. તે એક પ્રતિભાસંપન્ન અને બહુશ્રુત વિદ્વાન હતા. એમનું કર્મ વિષયનું જ્ઞાન અત્યંત ગહન હતું. ‘કર્મપ્રકૃતિ’ ઉપરાંત કર્મગ્રંથ ‘શતક’ પણ એમની જ કૃતિ મનાય છે. ‘કર્મપ્રકૃતિ’માં 475 ગાથાઓ છે. આ ગાથાઓ અગ્રાયણીય નામક દ્વિતીય પર્વના આધારે સંકલિત કરાઈ…

વધુ વાંચો >

કરકંડચરિઉ (કરકંડુચરિત્ર)

કરકંડચરિઉ (કરકંડુચરિત્ર) (ઈ. સ. 1009 આશરે) : અપભ્રંશ ભાષામાં રચાયેલું ધાર્મિક ચરિતકાવ્ય. લેખક મુનિ કનકામર. તે ચન્દ્રર્ષિગોત્રીય બ્રાહ્મણ હતા. ‘બુધ-મંગલદેવ’ તેમના ગુરુ હતા. વૈરાગ્ય ઉત્પન્ન થવાને લીધે કનકામર દિગંબર મુનિ બન્યા હતા. ‘કરકંડચરિઉ’ની રચના ‘આસાઈ’ (બુંદેલખંડ ?) નગરીમાં કરવામાં આવી હતી. તે 10 સંધિઓમાં વિભાજિત 198 કડવકોનું બનેલું છે. કરકંડ…

વધુ વાંચો >

કરલકખણ (કરલક્ષણ)

કરલકખણ (કરલક્ષણ) : અજ્ઞાત જૈનાચાર્ય દ્વારા રચાયેલી સામુદ્રિકશાસ્ત્રવિષયક પદ્યબદ્ધ લઘુ કૃતિ. આમાં પ્રાકૃત ભાષાની 61 ગાથાઓમાં કરલક્ષણ અર્થાત્ હાથમાં દેખાતાં લક્ષણો કે હસ્તરેખાઓનો અભ્યાસ કરાયો છે. હસ્તરેખાઓનું મહત્વ, પુરુષોનાં લક્ષણો, પુરુષોનો જમણો અને સ્ત્રીઓનો ડાબો હાથ જોઈને કરી શકાતું ભવિષ્યકથન વગેરે વિષયોની આમાં ટૂંકમાં ચર્ચા કરવામાં આવી છે. વિદ્યા, કુળ,…

વધુ વાંચો >

કલ્પસૂત્ર

કલ્પસૂત્ર : દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન. શ્વેતામ્બર જૈન માન્ય અર્ધમાગધી આગમગ્રંથોમાં છ છેદસૂત્રોમાં દશાશ્રુતસ્કંધ નામક છેદસૂત્ર ચોથું છે. તેના રચયિતા આચાર્ય ભદ્રબાહુસ્વામી મનાય છે. તેનું વાચન પર્યુષણપર્વ દરમિયાન થતું હોવાથી તેને પર્યુષણા કલ્પસૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કલ્પસૂત્રના પ્રથમ ભાગ જિનચરિતમાં શ્રમણ ભગવાન મહાવીરના ચ્યવન, જન્મ, સંહરણ, દીક્ષા, કેવળજ્ઞાન અને…

વધુ વાંચો >

કસાયપાહુડ (કષાયપ્રાભૃત)

કસાયપાહુડ (કષાયપ્રાભૃત) : લગભગ બીજી-ત્રીજી ઈસવી શતાબ્દીમાં થઈ ગયેલા ગુણધર નામના આચાર્યની રચના. દિગમ્બર જૈન પરંપરામાં આગમશાસ્ત્રો તરીકે માન્ય ષટ્ખંડાગમ ગ્રંથોની જેમ જ કસાયપાહુડ(કષાયપ્રાભૃત)નું પણ મહત્વપૂર્ણ સ્થાન છે.  શૌરસેની પ્રાકૃત ભાષાબદ્ધ આ પદ્યમય ગ્રંથનું પ્રમાણ 233 ગાથાનું છે. ષટ્ખંડાગમના ટીકાકાર આચાર્ય વીરસેને જ કસાયપાહુડ પર ટીકા વીશ હજાર ગ્રંથાગ્ર પ્રમાણની…

વધુ વાંચો >

કહકોસુ

કહકોસુ (કથાકોશ) (ઈ. અગિયારમી સદી ઉત્તરાર્ધ આશરે) : અપભ્રંશ ભાષાની 190 કથાઓનો કોશ. પ્રસિદ્ધ દિગંબરાચાર્ય કુન્દકુન્દાચાર્યની પરંપરાના વીરચન્દ્રના શિષ્ય શ્રીચંદ્રમુનિએ ‘કહકોસુ’ નામક કૃતિની રચના કરી હતી. કવિએ ‘દંસણકહરયણકરંડ’ (દર્શનકથારત્નકરંડ) નામે અન્ય કૃતિ પણ શ્રીમાલપુર(ભીન્નમાલ)માં રાજા કર્ણના રાજ્યકાળમાં 1066માં રચેલી મળી આવે છે. આથી કથાકોશની રચના પણ તે સમયની આસપાસ થઈ…

વધુ વાંચો >

કહારયણકોસો (કથારત્નકોશ)

કહારયણકોસો (કથારત્નકોશ) (સન 1101) : દેવભદ્રસૂરિ-રચિત કથાકોશ. તે નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના શિષ્ય હતા. આ ગ્રંથનો રચનાકાળ વિ.સં. 1158 છે અને રચનાસ્થળ છે ભૃગુકચ્છ નગરનું મુનિસુવ્રત ચૈત્યાલય. આ કથાકોશમાં કુલ 50 કથાઓ છે. આ ગ્રંથ બે અધિકારોમાં વિભક્ત છે : ધર્માધિકારી – સામાન્ય ગુણવર્ણનાધિકાર અને બીજો વિશેષ ગુણવર્ણનાધિકાર. પહેલા અધિકારમાં 33…

વધુ વાંચો >