અચિંતા યાજ્ઞિક

અચેતન મન

અચેતન મન : માનવમનના ત્રિવિધ સ્તરમાંનું એક. સમગ્ર માનવજાતના ઇતિહાસના વિવિધ તબક્કે અનેક કવિઓ અને ચિંતકો દ્વારા અચેતન મન અંગે વિચારણા હંમેશાં થતી આવી છે. પરંતુ મનોવિજ્ઞાનના વિજ્ઞાન તરીકેના વિકાસના ઇતિહાસમાં અચેતન મન અંગેના ખ્યાલની સૌપ્રથમ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રજૂઆત કરવાનો યશ મનોવિશ્ર્લેષણવાદના પ્રસ્થાપક ડૉ. સિગમંડ ફ્રૉઇડ(ઈ. સ. 1856–1939)ને ફાળે…

વધુ વાંચો >

પ્રેરણા (મનોવિજ્ઞાન)

પ્રેરણા (મનોવિજ્ઞાન) (1) : માનવીના વર્તનનું પ્રેરકબળ, જેને મનોવિજ્ઞાનની ભાષામાં ‘પ્રેરણા’ તરીકે ઓળખવામાં આવે છે. માનવી જે કાંઈ પણ વર્તન કરે છે તેનું સ્પષ્ટીકરણ વર્તનના ચાલકબળને સૂચવે છે. ઉદ્દીપક પ્રત્યેની પ્રાણીની પ્રતિક્રિયાને મનોવિજ્ઞાનમાં વર્તન કહેવામાં આવે છે. આમ, પ્રેરણા એ ઉદ્દીપક અને પ્રતિક્રિયાને જોડનારું આંતરિક, મધ્યસ્થી પરિવર્ત્ય (intervening variable) છે.…

વધુ વાંચો >

બહિર્મુખ વ્યક્તિત્વ

બહિર્મુખ વ્યક્તિત્વ : માણસના વ્યક્તિત્વનો વિશેષ ગુણ. મનોવિજ્ઞાનમાં માનવ-વ્યક્તિત્વનો અભ્યાસ કરવા માટેના બે અભિગમો પ્રચલિત છે : 1. વ્યક્તિ-કેન્દ્રિત અભિગમ (idiographic approach) અને 2. સામાન્ય-કેન્દ્રિત અભિગમ (nomothetic approach). વ્યક્તિ-કેન્દ્રિત અભિગમ, માનવ-વ્યક્તિત્વની વિશેષતાઓ, તેના વિશેષ ગુણો (traits) તથા વ્યક્તિગત ભિન્નતાઓ પર ભાર મૂકે છે. જ્યારે સામાન્ય-કેન્દ્રિત અભિગમ વિવિધ વ્યક્તિત્વોમાં રહેલા સામાન્ય…

વધુ વાંચો >

ભય

ભય :  મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ, એક પ્રકારનો આવેગ. તે મનુષ્ય સમેત તમામ પ્રાણીમાં જોવા મળે છે. ભય એટલે વાસ્તવિક અથવા પ્રત્યક્ષીકૃત (perceived) ધમકીરૂપ પરિસ્થિતિ પ્રત્યેની એવી તીવ્ર ઉત્તેજનાભરી પ્રતિક્રિયા કે જે વિવિધ આંતરિક શારીરિક ફેરફારો દ્વારા તથા પલાયન કે પરિહારના વર્તન દ્વારા પ્રગટ થાય છે. ભયના આવેગની અનુભૂતિ સ્વયંસંચાલિત મજ્જાતંત્રને સક્રિય…

વધુ વાંચો >