અંગ્રેજી સાહિત્ય
વિલ્સન, એડમન્ડ (Wilson Edmund)
વિલ્સન, એડમન્ડ (Wilson Edmund) (જ. 8 મે 1895, રેડ બૅન્ક, ન્યૂ જર્સી, યુ.એસ.; અ. 12 જૂન 1972, ટેલકોટવિલ, ન્યૂયૉર્ક) : વિવેચક, નિબંધકાર અને અગ્રણી સાહિત્યકાર. શિક્ષણ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં. 1920-21 દરમિયાન ‘વૅનિટી ફેર’ના તંત્રી તરીકે સેવા આપી. પાછળથી 1926-31 દરમિયાન ‘ધ ન્યૂ રિપબ્લિક’(The New Republic)ના સહતંત્રી તરીકે કાર્યરત રહ્યા, અને ત્યારબાદ…
વધુ વાંચો >વુલ્ફ, વર્જિનિયા
વુલ્ફ, વર્જિનિયા (જ. 25 જાન્યુઆરી 1882, લંડન; અ. 28 માર્ચ 1941, રૉડમેલ, સસેક્સ) : અંગ્રેજ મહિલા નવલકથાકાર અને વિવેચક. આધુનિક નવલકથાનાં પુરસ્કર્તા. મૂળ નામ ઍડિલીન વર્જિનિયા સ્ટીફન. સર લેસલી સ્ટીફનનાં પુત્રી. ઘરમાં જ પિતાએ શિક્ષણ આપ્યું. બાવીસ વર્ષની ઉંમરે તેમણે પિતા ખોયા. બહેન વેનેસ્સા અને ભાઈઓ ઍડ્રિયન અને થૉબી સાથે…
વધુ વાંચો >વેઝ
વેઝ (જ. આશરે 1100, આઇલ ઑવ્ જર્સી; અ. આશરે 1174) : નૉર્મન કવિ. શરૂઆતનું શિક્ષણ કૅનમાં; કેટલાક વખત માટે પૅરિસમાં. વ્યાવસાયિક રીતે લૅટિનમાંથી નૉર્મન ભાષામાં અનુવાદો કરી કાવ્યક્ષેત્રે ઝુકાવ્યું. આ સાથે તેમની સ્વરચિત મૌલિક કાવ્યરચનાઓ પણ ધનાઢ્ય કુટુંબોમાં વંચાતી. તેમનાં કાવ્યોના ત્રણ ગ્રંથો ‘વી દ સેંત માર્ગરિત’, ‘કૉંસેપ્સન દ નૉસ્ત્રે …
વધુ વાંચો >વૅન ડૉરેન, કાર્લ (ક્લિન્ટન)
વૅન ડૉરેન, કાર્લ (ક્લિન્ટન) (જ. 10 સપ્ટેમ્બર 1885, હોપ, ઇલિનોઇ, યુ.એસ.; અ. 18 જુલાઈ 1950, ટૉરિંગ્ટન, કનેક્ટિકટ) : અમેરિકન નવલકથાકાર, જીવનચરિત્રકાર, વિવેચક અને પ્રાધ્યાપક. ઉચ્ચશિક્ષણ કૉલંબિયા યુનિવર્સિટીમાં. ત્યાંથી 1911માં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1930 સુધી કૉલંબિયા યુનિવર્સિટીમાં અમેરિકન સાહિત્યના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. યુનિવર્સિટીમાં અમેરિકન સાહિત્યના અભ્યાસક્રમને યોગ્ય સ્થાન મળે…
વધુ વાંચો >વેર્ફેલ, ફ્રાન્ઝ
વેર્ફેલ, ફ્રાન્ઝ (જ. 10 સપ્ટેમ્બર 1890, પ્રાગ, ઑસ્ટ્રિયા; અ. 26 ઑગસ્ટ 1945, બીવર્લી હિલ્સ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : ઑસ્ટ્રિયાના યહૂદી નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને નિબંધકાર. પિતા હાથમોજાં બનાવવાનો ગૃહઉદ્યોગ કરતા. જોકે ફ્રાન્ઝ નાની ઉંમરે હેમ્બર્ગમાં જહાજી સેવાની પેઢીમાં જોડાયા. પ્રેમ, શ્રદ્ધા અને ભ્રાતૃભાવના વિષય પરની તેમની નવલકથાઓ આજે પણ વંચાય છે.…
વધુ વાંચો >વેલ્શ ભાષા અને સાહિત્ય
વેલ્શ ભાષા અને સાહિત્ય : ઇન્ડો-યુરોપિયન કુળની, કેલ્ટિકની ઉપશાખાઓ પૈકીની, બ્રાઇથૉનિક સમૂહની ભાષાઓમાંની, ઇંગ્લૅન્ડના વેલ્સમાં બોલાતી અને લખાતી વેલ્શ પ્રજાની રાષ્ટ્રીય ભાષા. વેલ્સમાં રહેતા લોકોમાંથી 20 ટકા વેલ્શ અને અંગ્રેજી એમ બંને ભાષાઓ બોલે છે. છેક 1536થી વેલ્શ ભાષા રાજ્યની સત્તાવાર ભાષા નથી; જોકે રાજ્યના સત્તાવાર દસ્તાવેજો વેલ્શ ભાષામાં લખાય…
વધુ વાંચો >વેલ્સ, એચ. જી.
વેલ્સ, એચ. જી. (જ. 21 સપ્ટેમ્બર 1866, બ્રોમલી, કૅન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 13 ઑગસ્ટ 1946, લંડન) : અંગ્રેજ નવલકથાકાર, પત્રકાર, સમાજશાસ્ત્રી અને ઇતિહાસકાર. સર્વસામાન્ય મધ્યમ વર્ગની પશ્ર્ચાદ્ભૂમિકામાં એમની ઘણી નવલકથાઓનું સર્જન થયું છે. એક નવલકથાકાર, ઇતિહાસવિદ તથા વૈજ્ઞાનિક કથાસાહિત્યના પ્રણેતા તરીકે તેઓ સુપ્રસિદ્ધ છે. ઈ. સ. 1900માં એમની નવલકથા ‘ટોનો બન્ગે’…
વધુ વાંચો >વૈદિક વેદ પ્રતાપ (ડૉ.)
વૈદિક વેદ પ્રતાપ (ડૉ.) (જ. 30 ડિસેમ્બર 1944, ઇન્દોર, મધ્ય પ્રદેશ) : હિંદી તથા અંગ્રેજીના પંડિત. તેમણે 1965માં ઇન્દોર યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સ સાથે એમ.એ.; 1971માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનૅશનલ અફેર્સમાં પીએચ.ડી. તથા 1967માં રશિયન, 1968માં ફારસી અને સંસ્કૃત ભાષાઓમાં ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ભારતીય વિદેશનીતિ અને ભારતીય ભાષા સંમેલન માટેની…
વધુ વાંચો >વૉ, ઈવેલિન
વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે. ઉચ્ચ વર્ગનાં…
વધુ વાંચો >વૉડિયાર (વૂડિયાર), સદાશિવ શિવાદેવ
વૉડિયાર (વૂડિયાર), સદાશિવ શિવાદેવ (જ. 7 ઑગસ્ટ 1924, મરેવાડ, જિ. ધારવાડ, કર્ણાટક) : કન્નડ અને અંગ્રેજી લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1947માં એલએલ.બી. અને 1948માં એમ.એ.ની પદવી મેળવી. તેઓ 1957-76 દરમિયાન કર્ણાટક યુનિવર્સિટીના રજિસ્ટ્રાર; 1976-77માં કર્ણાટક યુનિવર્સિટીમાં શૈક્ષણિક સલાહકાર; 1977-78માં પોસ્ટ-ગ્રૅજ્યુએટ સેન્ટર, નંધાલ્લીના નિયામક; 1978-81 કર્ણાટક યુનિવર્સિટીમાં ઉપકુલપતિ અને ઇન્ડિયન પેન(PEN)ના…
વધુ વાંચો >