અંગ્રેજી સાહિત્ય
મહેતા, રમા
મહેતા, રમા (જ. 1923, નૈનિતાલ, ઉ. પ્ર.; અ. 1978) : પ્રખ્યાત ભારતીય અંગ્રેજી નવલકથાકાર અને સમાજશાસ્ત્રી. તેમને તેમની નવલકથા ‘ઇન્સાઇડ ધ હવેલી’ માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે લખનૌની ઇસાબેલા થૉબર્ન કૉલેજમાંથી બી.એ. થયા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ અમેરિકામાં મિશિગન…
વધુ વાંચો >માર્કંડેય, કમલા
માર્કંડેય, કમલા (જ. 1924) : ઇંગ્લૅન્ડમાં વસતાં ભારતીય નવલકથાકાર. તેમનો ઉછેર દક્ષિણ ભારતમાં થયો હતો. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે પત્રકાર તરીકેની કામગીરી બજાવી હતી અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈન્ય માટે અગત્યનું કાર્ય કર્યું હતું. લગ્ન પછી તેઓ કમલા પૂર્ણેયા ટેલરના નામે બ્રિટનમાં સ્થાયી થયાં છે. તેઓ…
વધુ વાંચો >માર્લો, ક્રિસ્ટોફર
માર્લો, ક્રિસ્ટોફર (જ. 6 ફેબ્રુઆરી 1564, કૅન્ટરબરી; અ. 30 મે 1593, ડેફ્ટફર્ડ) : અંગ્રેજ નાટ્યકાર અને કવિ. એલિઝાબેથના સમયના ‘યુનિવર્સિટી વિટ’ નામક વૃંદના સભ્ય. સામાજિક રૂઢિઓ વિરુદ્ધ બંડ કરવાની સ્વૈરવૃત્તિ અને તે મુજબનું આચરણ કરનારા લેખક. પિતા ચર્મકાર. શિક્ષણ કૅન્ટરબરીની કિંગ્ઝ સ્કૂલ અને કૉર્પસ ક્રિસ્ટી કૉલેજ, કેમ્બ્રિજમાં. બી.એ. 1584માં અને…
વધુ વાંચો >માર્વેલ, ઍન્ડ્રુ
માર્વેલ, ઍન્ડ્રુ (જ. 31 માર્ચ 1621, વાઇનસ્ટેડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 ઑગસ્ટ 1678, લંડન) : આંગ્લ કવિ. એક ઉત્તમ ધર્મનિરપેક્ષ તત્વમીમાંસક કવિ તરીકે તેમની ખ્યાતિ છે. જોકે વીસમી સદી સુધી તેમની રાજકીય ખ્યાતિને કારણે તેમની કાવ્યપ્રતિભા ઢંકાઈ ગઈ હતી. તેમણે હલ ગ્રામર સ્કૂલ તથા કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કરી 1639માં બી.એ.ની…
વધુ વાંચો >મિડલ ઇંગ્લિશ
મિડલ ઇંગ્લિશ : નૉર્મંડીની જીત(1066)થી માંડીને ઇંગ્લૅંડમાં મુદ્રણકામના પ્રારંભ (1476) સુધીનાં લગભગ 400 વર્ષ દરમિયાન બોલાતી રહેલી અંગ્રેજી ભાષા. અંગ્રેજી ભાષાના સૌથી પ્રાચીન સ્વરૂપ જેવી ઓલ્ડ ઇંગ્લિશ તથા તેના અર્વાચીન પ્રકાર સમી મૉડર્ન ઇંગ્લિશ વચ્ચેની આ કડીરૂપ ભાષા છે. તેના મહત્વના પ્રાદેશિક ભાષાવિસ્તારો તરીકે નૉર્ધર્ન, મિડલૅન્ડ તથા સધર્ન વિસ્તારો છે.…
વધુ વાંચો >મિલર, હેન્રી
મિલર, હેન્રી (જ. 26 ડિસેમ્બર 1891, ન્યૂયૉર્ક; અ. 7 જૂન 1980, અમેરિકા) : આજીવન સ્વૈરવિહારી અમેરિકન લેખક. હેન્રી મિલર એમના સમકાલીનોમાં ઘણા વિવાદાસ્પદ લેખક બની ગયા હતા. જાતીય સંબંધ અને એ વાસનાના આલેખનને કારણે સર્જાતી એમની બીભત્સ ભાષાને લીધે એમને ઘણી સાહિત્યિક તકરારો તથા અદાલતી અન્વીક્ષા અને સેન્સરશિપના પરીક્ષણ તરફ…
વધુ વાંચો >મિલ્ટન, જૉન
મિલ્ટન, જૉન (જ. 9 ડિસેમ્બર 1608, ચીપસાઇડ; અ. 8 નવેમ્બર 1674, લંડન) : અંગ્રેજ કવિ. પિતા વ્યવસાયે નોટરી, ધર્મે પ્યુરિટન અને સંગીત તથા સાહિત્યના શોખીન. પુત્ર જૉનને પ્યુરિટન સંપ્રદાયમાં ઊંડી શ્રદ્ધા અને સંગીત-સાહિત્યનો શોખ પિતા તરફથી વારસામાં મળેલાં. પિતાએ પુત્રના શિક્ષણ માટે ગૃહશિક્ષકની વ્યવસ્થા કરેલી. વળી, થોડો અભ્યાસ જૉને લંડનની…
વધુ વાંચો >મુખરજી, મીનાક્ષી
મુખરજી, મીનાક્ષી (જ. 3 ઑગસ્ટ 1937, કૉલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 16 સપ્ટેમ્બર, 2009, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી લેખક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘ધ પેરિશેબલ એમ્પાયર : એસેઝ ઑન ઇન્ડિયન રાઇટિંગ ઇન ઇંગ્લિશ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી એમ.એ.; પેનસિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પુણે…
વધુ વાંચો >મુન્રો ઍલિસ (Munro Alice)
મુન્રો ઍલિસ (Munro, Alice) (જ. 10 જુલાઈ 1931 વિંગ્ધામ, ઑન્ટેરિયો, કૅનેડા) : કૅનેડામાં રહીને અંગ્રેજીમાં ટૂંકી વાર્તાઓ આપનારાં લેખિકા, જેમને 10 ઑક્ટોબર, 2013 સાહિત્ય વિભાગમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. તેમની ગણના ટૂંકી વાર્તાના સત્વશીલ સર્જક તરીકે કરવામાં આવી છે. તેમના કેટલાક વાર્તા-સંગ્રહો આ મુજબ છે : ‘ડાન્સ ઑવ્ ધ…
વધુ વાંચો >મૂર, જ્યૉર્જ
મૂર, જ્યૉર્જ (જ. 24 ફેબ્રુઆરી 1852, બેલીગ્લાસ, કાઉન્ટી મેયો, આયર્લૅન્ડ; અ. 21 જાન્યુઆરી 1933, લંડન, યુ.કે.) : આઇરિશ લેખક. અંગ્રેજી સાહિત્યમાં પ્રકૃતિપરક અથવા વાસ્તવલક્ષી નવલકથાના તેઓ આદ્ય પ્રણેતા લેખાય છે. તેમની સૌથી જાણીતી નવલકથા ‘એસ્થર વૉટર્સ’(1894)માં ધાર્મિક મનોવૃત્તિની યુવતી તથા તેના અવૈધ પુત્રની કથાની પશ્ચાદભૂમિકામાં પ્રતિકૂળતા તથા ગરીબી સામેના એ…
વધુ વાંચો >