બેરિમોર, જૉન (જ. 1882; અ. 1942) : અંગ્રેજી-ભાષી તખ્તાનો નોંધપાત્ર અભિનેતા. અમેરિકી નટપિતા મૉરિસ બેરિમોર(1847–1905)ના આ સૌથી નાના પુત્રે 1903માં શિકાગોના ક્લીવલૅન્ડ થિયેટરમાં કારકિર્દીની શરૂઆત કરી. જૉન રૂપાળો, મોજીલો અને વિનોદી કૉમેડિયન હતો. 1961માં ગૉલ્સવર્ધીના ‘જસ્ટિસ’ નાટકના અભિનયથી એ પ્રેક્ષકોમાં ખૂબ માનીતો બન્યો. 1922માં ‘હૅમ્લેટ’માં એણે પ્રભાવક વાચિક અભિનય આપ્યો. એણે ફિલ્મ અને રેડિયોમાં પણ કામ કર્યું હતું. પિતાની જેમ બેરિમોર બંધુઓ પણ અમેરિકી રંગભૂમિમાં લોકપ્રિય હતા.

હસમુખ બારાડી