બગલો : કચ્છમાં વિશેષ પ્રચલિત ‘ધાઉ’(dhow)ને મળતું વહાણ. અરબી ભાષામાં ‘બગલા’નો અર્થ ખચ્ચર થાય છે. કેટલાક ‘બગલો’ શબ્દ સંસ્કૃત ‘બક’ ઉપરથી બન્યો હોવાનું મનાય છે. તેનો મોરો ઊંચો હોય છે, તેથી તેનું ‘બગલો’ નામ પડ્યું છે. કમાન્ડર શ્રીધરને ગુજરાતી વહાણો પૈકી બગલાની બાંધણી સૌથી જૂની હોવાનું જણાવ્યું છે. સામાન્યત: તે 22.5  7.6 મી. (74’  25’) માપનું હોય છે. વધારે પહોળાઈવાળા બગલા 150 ટનના હોય છે. તેનું ભંડકિયું 3.5 મી. (111 ફૂટ) ઊંડું હોય છે. તેના પાછલા મોરાના ભાગમાં બે તોપો રાખીને યુદ્ધજહાજ તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે. ખીલા સિવાય બધે લાકડાનો ઉપયોગ થાય છે અથવા ઉપર કાથીની ચટાઈ ઢાંકવામાં આવે છે. ‘દરિયાદૌલત’ નામનું એક વહાણ (ઈ. સ. 1750–1837) 87 વર્ષ સુધી ટક્યું હતું. આમ આ વહાણ ટકાઉપણા માટે જાણીતું છે.

શિવપ્રસાદ રાજગોર