પેટ્રોલિયમ ઉદ્યોગ ભારતમાં  : ભારતમાં ખનિજતેલની શોધ આસામના દિગ્બોઈ પાસેના શહેરમાં 1889માં થઈ. કુદરતી વાયુના ભંડાર આસામ અને ગુજરાતમાંથી મળતા કુદરતી વાયુ આધારિત ઉદ્યોગની શરૂઆત 1960માં થઈ. 31 માર્ચ, 2018ના અંદાજ મુજબ ભારત પાસે ખનિજતેલના ભંડારમાં 5944.4 લાખ ટન અને કુદરતી વાયુના ક્ષેત્રમાં 1339.57 અબજ ઘનમીટર જથ્થો સુરક્ષિત છે.

ભારત ખનિજતેલની જરૂરિયાતના 82 % આયાત કરે છે, જે 2022માં સ્થાનિક કામગીરીને પરિણામે ઘટીને 67 % થવાનો અંદાજ છે. આમાં ઈથેનોલના ઉપયોગ ઉપરાંત પુન:પ્રાપ્ય ઊર્જાસ્રોતો પવન-ઊર્જા, જળ-ઊર્જા, સૌર-ઊર્જા, જૈવ-ઊર્જા, ભરતી-ઓટની ઊર્જા વગેરેનો ઉપયોગ કરવાથી ખનિજતેલની માંગ ઘટશે.

ભારત પાસે અચાનક જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેવા માટેનો ખનિજતેલનો અનામત જથ્થો 50 લાખ ટન ઘનમીટર છે, જે દસ દિવસ સુધી ચાલી શકે. આ માટે ત્રણ જગ્યાએ ભૂમિગત સંગ્રહની વ્યવસ્થા મૅંગ્લોર, વિશાખાપટનમ્ અને પેદૂરમાં છે. આ જથ્થો પૂર્વ અને પશ્ચિમની રિફાઇનરીઓને સરળતાથી આપી શકાય. આ ઉપરાંત બીજા 12 દિવસ ચાલી શકે એટલો જથ્થો ઓરિસામાં ચાંદીખોલ અને કર્ણાટકના પેદૂરમાં છે. ભારતની રિફાઇનરીઓ 65 દિવસ માટે ખનિજતેલનો જથ્થો રાખે છે. આમ કુલ 87 દિવસનો અનામત જથ્થો હોય છે.

ખનિજતેલ અને પ્રવાહી કુદરતી વાયુ(LNG)ની આયાતમાં 82.8 % ખનિજતેલ અને 45.3 % કુદરતી વાયુનો જથ્થો છે. 2017-18માં આ માટે 63.305 બિલિયન અમેરિકી ડૉલરનો ખર્ચ થયો હતો. 2049 લાખ ટનની જરૂરિયાત સામે ભારતમાં ફક્ત 352 લાખ ટન પેટ્રોલિયમ ઉત્પાદનોનું નિર્માણ થાય છે, જ્યારે પ્રવાહી કુદરતી વાયુ(LNG)ની 58.1 અબજ ઘનમીટર માંગ સામે 31.7 અબજ ઘનમીટરનું ઉત્પાદન થાય છે.

યુ.એસ.એ. અને ચીન પછી ખનિજતેલની મહત્તમ આયાત કરનાર ત્રીજો દેશ ભારત છે. 2019માં યુ.એસ.એ. LNG અને LPGની નિકાસ કરનાર દેશ તરીકે આગળ આવ્યો છે. ભારતે આગળ આવવા માટે જે ઉત્પાદન અત્યારે થઈ રહ્યું છે તે બમણું કરવું પડે. 2017-18માં ભારતમાં 356.8 લાખ ટન ખનિજતેલનું ઉત્પાદન કરવામાં આવ્યું. વૈશ્વિક સ્તરે આ પ્રમાણ 0.92 % થાય. 2017-18માં પેટ્રોલિયમ આધારિત ઉત્પાદનોનું પ્રમાણ 2544.0 લાખ ટન હતું. આ આગળના વર્ષ કરતાં 4.46 %નો વધારો દર્શાવે છે. પેટ્રોલિયમ ઉત્પાદનોમાં અતિ ભારે વેગીલાં વાહનો માટેનું ડીઝલ 42.41 %, વાહનો માટે પેટ્રોલ 14.85 %નો સમાવેશ થાય છે. કુદરતી વાયુ 2017-18માં 31.73 અબજ ઘનમીટર ઉત્પાદિત થયો, જે આગળના વર્ષની સરખામણીમાં 2.86 % વધારે હતો, પરંતુ વૈશ્વિક સ્તર પર આ પ્રમાણ 0.77 % 2016-17ના વર્ષ માટે હતું.

તેલ અને કુદરતી વાયુ પંચ (ONGC) દ્વારા કૃષ્ણા-ગોદાવરી તટપ્રદેશમાં 3,40,000 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા ખનિજતેલક્ષેત્રમાંથી વર્ષ દરમિયાન 41 લાખ ટન ખનિજતેલ અને રોજના 160 લાખ મેટ્રિક ઘનમીટર જેટલો કુદરતી વાયુ મળે છે. રાજસ્થાનમાં આવેલાં તેલક્ષેત્રોમાંથી પણ મોટા પ્રમાણમાં તેલ અને કુદરતી વાયુ મળી રહ્યાં છે. ભારતમાં 159 તેલક્ષેત્રોની કામગીરી થઈ રહી છે. જ્યારે 2017-18 દરમિયાન 545 ખનિજતેલના કૂવાઓનું શારકામ થયું. દુનિયામાં આ શારકામનું પ્રમાણ પાંચમાં સ્થાન પર હોવા છતાં જેટલા કૂવાઓનું શારકામ થયું એટલા પ્રમાણમાં ઉત્પાદન થયું નથી.

31 માર્ચ, 2018 સુધીમાં ભારતમાં 23 રિફાઇનરીઓ હતી. આમાંની 18 રાજ્યહસ્તક, 3 ખાનગી માલિકીની અને 2 સહકારી ધોરણ અનુસારની હતી. ખનિજતેલમાંથી જુદા જુદા ઘટકો મેળવવા માટે રિફાઇનરીનો ઉપયોગ થાય છે. આ રિફાઇનરીઓએ 2017-18માં તેમની ક્ષમતા કરતાં વધારે (106.6 %) કાર્ય કરી 2519.35 લાખ મેટ્રિક ટન ખનિજતેલમાંથી ઘટકોનું અલગીકરણ કરવાનું કાર્ય કર્યું. આમાં ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન (રાજ્યહસ્તક) દ્વારા સૌથી વધારે પ્રમાણમાં કાર્ય થાય છે.

પેટ્રોલિયમ શુદ્ધીકરણ માટેની ભારતમાં રિફાઇનરીઓ

ક્રમ

રિફાઇનરી ઑઇલ કંપની જાહેર/ ખાનગી રાજ્ય સ્થળ

ક્ષમત

(106 ટન/વર્ષ)

1. જામનગર રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

ખાનગી

ગુજરાત જામનગ

(SEZ)

33

2. જામનગર રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

ખાનગી

ગુજરાત જામનગર (DTA)

27

3. નાયરા ઍનર્જી નાયરા ઍનર્જી લિ.

ખાનગી

ગુજરાત વાડીનાર

20

4. કોચી ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ.

જાહેર

કેરળ કોચી

15.5

5. મૅંગ્લોર પેટ્રોકેમિકલ્સ ઓ.એન.જી.સી.

જાહેર

કર્ણાટક મગ્લોર

15

6. પૅરાડીપ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન

જાહેર

ઓરિસા પૅરાડીપ

15

7. પાણિપત ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન

જાહેર

હરિયાણા પાણિપત

15

8. ગુજરાત ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન

જાહેર

ગુજરાત કોયલી

13.7

9. મુંબઈ ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ.

જાહેર

મહારાષ્ટ્ર મુંબઈ

12

10. મુંબઈ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ.

જાહેર

મહારાષ્ટ્ર મુંબઈ

7.5

11. ગુરુ ગોવિંદસિંહ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ.

જાહેર

પંજાબ ભટીન્ડા

11.3

હિન્દુસ્તાન મૅટલ ઍનર્જી લિ.
12. મનાલી ચેન્નાઈ પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ.

જાહેર

તમિળનાડુ ચેન્નાઈ

10.5

13. વિશાખાપટનમ્ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ.

જાહેર

આંધ્રપ્રદેશ વિશાખાપટનમ્

8.3

14. મથુરા ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન

જાહેર

ઉત્તરપ્રદેશ મથુરા

8

15. હલ્દિયા ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન

જાહેર

બંગાળ હલ્દિયા

7.5

16. બિના ભારત ઓમાન રિફાઇનરી લિ.

જાહેર

મધ્યપ્રદેશ બિના

7.8

17. બરૌની ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન

જાહેર

બિહાર બરૌની

6

18. નુમાલીગૃહ B.P.C.L. ઑઇલ ઇન્ડિયા આસામ રાજ્ય

જાહેર

આસામ નુમાલીગૃહ

9

19. બૉન્ગેઈગાંવ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન

જાહેર

આસામ બૉન્ગેઈગાંવ

2.735

20. ગૌહતી ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન

જાહેર

આસામ ગૌહતી

1

21. નગાપટનમ્ ચેન્નાઈ પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ.

જાહેર

તમિળનાડુ નગાપટનમ્

1

22. દિગ્બોઈ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન

જાહેર

આસામ દિગ્બોઈ

0.65

23. તટીપાકા ઓ.એન.જી.સી.

જાહેર

આંધ્રપ્રદેશ તટીપાકા

0.07

24. બારમેર હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ. રાજસ્થાન સરકાર

જાહેર

રાજસ્થાન બારમેર

9

ઘણી રિફાઇનરીઓ ખનિજતેલના અવશેષ રહેલા તેલમાંથી પેટ્રોલ, ડીઝલ વગેરે ઘટકો અલગ કરવાનું કાર્ય કરે છે. આ માટે નિસ્યંદન એકમનો ઉપયોગ કરે છે. આમાં છેવટે જે ઘન પદાર્થ વધે છે તે પીટકોક છે. તેનું કૅલરીમૂલ્ય ઘણું ઊંચું હોય છે. આમાંથી સાંશ્લેષિત કુદરતી વાયુ અને મિથેનોલ બનાવવામાં આવે છે. અવશેષ રૂપે રહેલાં બળતણ-તેલનો 38 % હિસ્સો વહાણવટાના ઉદ્યોગમાં વપરાય છે.

2017-18માં ડીઝલ 39.3 %, પેટ્રોલ 12.7 %, પેટ્રોલિયમ કોક 12.4 %, LPG 11.3 % અને નૅપ્થા 6.1 %, પેટ્રોલિયમ ઉત્પાદનોનો ઉપયોગ થયો હતો. કુદરતી વાયુનો સૌથી વધારે (27.78 %) ઉપયોગ ખાતર બનાવતી કંપનીઓ કરે છે, ત્યારબાદ વીજ ઉત્પાદન માટે 22.77 % અને ઘર-વપરાશમાં બળતણ તરીકે 16.25 % ઉપયોગ થાય છે. કુદરતી વાયુ ઊર્જા-ક્ષેત્રે (60.68 %) અને બિનઊર્જા-ક્ષેત્રે (39.32 %)  એમ બંને રીતે ઉપયોગમાં લેવાયો છે.

2017-18માં વીજ-ઉત્પાદન માટે ખનિજતેલ 10.34 % અને કુદરતી વાયુ 8.7 % ઉપયોગમાં લેવાયો હતો. વાયુ આધારિત વીજ-ઉત્પાદનક્ષેત્રની ક્ષમતા ભારતમાં ઑક્ટોબર-2015ના અહેવાલ પ્રમાણે 25057.13 મેગાવૉટની હતી, જે તેની ક્ષમતાના પ્રમાણરૂપ 7.9 % હતી. ડીઝલ-આધારિત વીજ-ઉત્પાદન ક્ષેત્રની ક્ષમતા 927.89 મેગાવૉટ છે. વીજ-ઉત્પાદન માટે 90,000 કરતાં વધારે ડીઝલ-જનરેટર રાખવામાં આવ્યાં છે. જે ભારતની જરૂરિયાતના પ્રમાણમાં 36 % વીજ-ઉત્પાદન કરે છે. ડીઝલ-જનરેટર 100 KVAની ક્ષમતાનાં હોય છે. આના કરતાં ઓછી ક્ષમતાવાળાં ડીઝલ-જનરેટરોનો ઉપયોગ ઔદ્યોગિક અને વાણિજ્ય ક્ષેત્રોમાં, ઘરેલુ અને ખેતીનાં ક્ષેત્રોમાં જરૂર હોય ત્યારે વીજ-પુરવઠો મેળવવા માટે થાય છે.

ભારતમાં ખનિજતેલની આયાત 2008-09માં 132.78 મેટ્રિક ટન હતી જે 2017-18માં વધીને 220.43 મેટ્રિક ટન થઈ.

માત્ર આયાત ઉપર આધાર રાખવાને બદલે ખનિજતેલમાંથી અનેક ઉત્પાદનો પ્રાપ્ત કરવાની પદ્ધતિઓ પણ વિકસાવવામાં આવી છે. આથી ભારત ખનિજતેલમાંથી નિર્માણ કરેલાં ઉત્પાદનોની નિકાસ કરે છે, 2008-09માં 38.94 મેટ્રિક ટન અને 2017-18માં 66.83 મેટ્રિક ટન પેટ્રોલિયમ-ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી. ખાસ તો એ મહત્ત્વની બાબત ગણી શકાય કે 2017-18માં આયાતનું પ્રમાણ 2.28 % જેટલું ઓછું રહ્યું હતું.

2018-19માં અંદાજે 8.81 લાખ કરોડ (US $ 120 બિલિયન) રૂપિયા 2286 લાખ ટન ક્રૂડ ખનિજતેલ આયાત કરવામાં ખર્ચાયા હતા. 2018માં નીચે દર્શાવેલ દેશોમાંથી આયાત થઈ હતી :

ક્રમ

દેશ

આયાતની કિંમત

(બિલિયન અમેરિકી ડૉલર)

 1 ઇરાક

  2.3

 2 સાઉદી અરેબિયા

 21.2

 3 ઈરાન

 13

 4 નાઇજિરિયા

  9.6

 5 યુનાઇટેડ આરબ અમીરાત

  8.9

 6 વેનેઝુએલા

  7.4

 7 કુવૈત

  5.7

 8 મેક્સિકો

  3.7

 9 અંગોલા

  3.4

10 યુનાઇટેડ સ્ટેટ્સ

  2.8

11 મલેશિયા

  2.4

12 ઑમાન

  1.7

13 બ્રાઝિલ

  1.5

14 કતાર

  1.2

15 રશિયા

  1.2

31 માર્ચ, 2017 અનુસાર ભારતમાં ખનિજતેલ  અને કુદરતી વાયુનો અંદાજિત પુરવઠો (અનામત જથ્થો)

વિસ્તાર

(દસ લાખ મેટ્રિક ટન)

ખનિજતેલ

%

વિતરણ

વાયુ

કુદરતી

વિતરણ

(BCM)

વાયુનું

%

અરુણાચલ પ્રદેશ 1.52 0.25 0.93 0.07
આંધ્રપ્રદેશ 8.15 1.35 48.31 3.75
આસામ 159.96 26.48 158.57 12.29
પૂર્વ દરિયાકાંઠે 40.67 6.73 507.76 39.37
ગુજરાત 118.61 19.63 62.28 4.83
નાગાલૅન્ડ 2.38 0.39 0.09 0.01
રાજસ્થાન 24.55 4.06 34.86 2.70
તમિળનાડુ 9.0 1.49 31.98 2.48
ત્રિપુરા 0.07 0.01 36.10 2.80
પશ્ચિમ દરિયાકાંઠે 239.20 39.60 302.35 23.44
કુલ 604.10 100 1289.81 100

 કિશોર પંડ્યા