ગેગેરીન, યુરી

February, 2011

ગેગેરીન, યુરી (જ. 9 માર્ચ 1934, ક્લુશિનો, રશિયન એસએફએસઆર, રશિયા: અ. 27 માર્ચ 1968, કિરઝાક, રશિયન એસએફએસઆર, રશિયા) : સોવિયેટ રશિયાનો સામાન્ય નાગરિક અને દુનિયાનો પ્રથમ અંતરીક્ષયાત્રી. 12 એપ્રિલ 1961ના રોજ સોવિયેટ રશિયાના વૉસ્ટોક અંતરીક્ષયાનમાં પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરી તે પૃથ્વી પર સુરક્ષિત પાછા આવ્યા હતા. માધ્યમિક તથા

યુરી ગેગેરીન

વ્યવસાયલક્ષી ઔદ્યોગિક શિક્ષણ પછી તેમણે વૈજ્ઞાનિક સંસ્થામાં તાલીમ લીધી હતી અને હવાઈ દળમાં વિમાનચાલક બન્યા હતા. 1960માં અંતરીક્ષયાત્રાની તાલીમ માટે તેમની પસંદગી થઈ ત્યારે તેમણે 15 કિમી.થી ઓછી ઊંચાઈએ ફક્ત 230 કલાકનું વિમાની ઉડ્ડયન જ પૂરું કર્યું હતું. તેમની ઐતિહાસિક અંતરીક્ષયાત્રા પછી તેમણે વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ કર્યો હતો અને ઘણાં સ્થળે તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. મિગ-15 વિમાનના તાલીમી ઉયન દરમિયાન અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું.

પરંતપ પાઠક