૯.૨૭
ધાતુકાર્યથી ધાત્વિક ક્ષારણ
ધાતુનું મુક્ત ઇલેક્ટ્રૉન મૉડલ
ધાતુનું મુક્ત ઇલેક્ટ્રૉન મૉડલ : ધાતુની વિદ્યુતવાહકતાના અભ્યાસ માટેનો સિદ્ધાંત દર્શાવતું મૉડલ. આ મૉડલને બે ભાગમાં જોવામાં આવે છે : (1) જેમનું સ્થાન નિર્ધારિત કરેલ છે તેવા આયનો, એટલે કે ધન વિદ્યુતભારિત કણોનો ભાગ અને (2) એક સ્થાનથી બીજા સ્થાને આંતરઆયન અવકાશમાંથી પસાર થઈને ગતિ કરતા ઇલેક્ટ્રૉનનો વાયુ. ધાતુની અંદર…
વધુ વાંચો >ધાતુપાઠ
ધાતુપાઠ : સંસ્કૃત વ્યાકરણનું એક અંગ. સંસ્કૃત ભાષામાં મુખ્ય ચાર પ્રકારનાં પદો છે : નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત. આ પૈકી આખ્યાત પદો એટલે કે ક્રિયાપદોની પ્રકૃતિ (મૂળ) એવા ધાતુઓનો તેમના અર્થની સાથેનો પાઠ કે સૂચિ તે ધાતુપાઠ કહેવાય છે. વિભિન્ન सं. વ્યાકરણોના વિભિન્ન ધાતુપાઠ મળે છે. સૌથી વધારે પ્રસિદ્ધ…
વધુ વાંચો >ધાતુવિદ્યા
ધાતુવિદ્યા : કાચી ધાતુની ઓળખ, તેમાંથી મૂળ ધાતુને ગાળવી, ઓગાળવી અને પછી તેમાંથી ચોક્કસ પદ્ધતિઓ દ્વારા વિવિધ ચીજો, ઓજારો અને હથિયારો બનાવવાનો કસબ. ભારતમાં ધાતુવિદ્યા અને તેના ઉપયોગ પર આધારિત માનવજીવનના મુખ્ય ચાર તબક્કાઓ પડે છે. તેમાં પાષાણયુગ, તામ્રપાષાણયુગ, તામ્રકાંસ્ય-યુગ અને લોહયુગ કે લોહના ઉપયોગ સાથે સંકળાયેલ સંસ્કૃતિનો સમાવેશ થાય…
વધુ વાંચો >ધાતુશિલ્પ
ધાતુશિલ્પ : વિવિધ ધાતુઓમાંથી આકારો કંડારવાનું કલાકૌશલ્ય. ધાતુપ્રતિમા બનાવવાની કલા ભારતમાં ઘણા સમયથી પ્રચલિત હતી. સૌથી પ્રાચીન ભારતીય ધાતુપ્રતિમા હડપ્પા સંસ્કૃતિમાંથી નર્તિકાની મળી આવી છે. આ નર્તિકાનો નાજુક દેહ અને લાંબા હાથ-પગ તત્કાલીન નારીદેહના શરીરસૌષ્ઠવનો ખ્યાલ આપે છે. તેના જમણા હાથમાં બે કંકણ અને કડાં છે, જ્યારે ડાબા હાથમાં પચીસથી…
વધુ વાંચો >ધાતુશિલ્પ (નિર્માણ પદ્ધતિ)
ધાતુશિલ્પ (નિર્માણ પદ્ધતિ) : શિલ્પોમાં ધાતુનો પ્રયોગ પથ્થર અને માટીને મુકાબલે ઓછો થયેલો જોવા મળે છે. અલબત્ત, ધાતુશિલ્પો પણ છેક હડપ્પા સભ્યતાના કાળથી મળે છે પણ ત્યારબાદ એના નમૂના ઈ. સ. પૂર્વે 1લી સદીથી અત્યાર સુધી સિલસિલાબદ્ધ મળે છે. ધાતુશિલ્પો બનાવવાની પદ્ધતિનું ‘માનસાર’, ‘અભિલશિતાર્થ-ચિંતામણિ’ અને ‘માનસોલ્લાસ’ જેવા ગ્રંથોમાં વર્ણન મળે…
વધુ વાંચો >ધાતુસંકીર્ણો
ધાતુસંકીર્ણો (metal complexes) : સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા કેન્દ્રસ્થ ધાતુ-આયન (અથવા પરમાણુ) સાથે લિગેન્ડ તરીકે ઓળખાતા સંકીર્ણકારક અધાતુ પરમાણુઓ, આયનો કે અણુઓના સંયોગથી ઉદભવતાં સંયોજનો. આ રીતે મળતો સંગુટિકાશ્મન (conglomeration) જો વીજભારિત હોય તો તેને સંકીર્ણ આયન કહે છે. ધાતુસંકીર્ણોમાં મધ્યસ્થ ધાતુ-પરમાણુ અને લિગેન્ડ વિશિષ્ટ પ્રકારના બંધથી જોડાયેલા હોવાથી…
વધુ વાંચો >ધાત્રી રસાયન
ધાત્રી રસાયન : આયુર્વેદનું શક્તિવર્ધક રસાયન. તાજાં આમળાંને એક દિવસ અને એક રાત દૂધમાં પલાળી રાખીને બીજે દિવસે પાણીથી ધોઈ પાણીમાં ઉકાળીને બાફી, શણિયા અથવા જાળીવાળા કાપડમાં ઘસીને માવો તૈયાર કરવામાં આવે છે. એક કડાઈમાં થોડું ઘી નાખી આમળાંનો માવો તેમાં નાખી ધીમા તાપે શેકવામાં આવે છે. માવામાંથી ઘી છૂટું…
વધુ વાંચો >ધાત્વિક ક્ષારણ
ધાત્વિક ક્ષારણ (metallic corrosion) ધાતુ અને તેના પર્યાવરણ વચ્ચેની રાસાયણિક કે વીજરાસાયણિક પ્રક્રિયાને પરિણામે થતો ધાતુનો ક્ષય (destruction), અવક્રમણ (degradation) અથવા અવનતિ (deterioration). આ પ્રક્રિયા સાથે ઘણી વાર ભૌતિક કે યાંત્રિકી પરિબળો (factors) પણ સંકળાયેલાં હોય છે. સંસ્કૃતિના વિકાસની સાથે યંત્રોનો ઉપયોગ વધવા માંડ્યો છે. આ યંત્રોની રચનામાં વપરાતી ધાતુઓ…
વધુ વાંચો >