૬(૧).૦૪
ક્લૉરોફૉર્મથી ક્વૉન્ટમ-નીપજ અથવા ક્વૉન્ટમક્ષમતા
ક્લૉરોફૉર્મ
ક્લૉરોફૉર્મ (CHCl3) : શસ્ત્રક્રિયા માટે દર્દીને બેભાન કરવા વપરાતું ભૂતકાળનું મહત્વનું ઔષધ. ત્રણ ભિન્ન વ્યક્તિઓ દ્વારા સૌપ્રથમ વાર આ પ્રવાહી બનાવવામાં આવ્યું. 1831માં જર્મનીમાં જસ્ટસ વૉન લિબિગ, અમેરિકામાં સૅમ્યુઅલ ગુથરી અને ફ્રાન્સમાં યુજીન સૂબેરાંએ લગભગ એક જ સમયે તે બનાવ્યું; પણ 1934માં ઍલેક્ઝાન્ડર ડુમાએ તેને ‘ક્લૉરોફૉર્મ’ નામ આપ્યું અને તેના…
વધુ વાંચો >ક્લૉરોસલ્ફૉનિક ઍસિડ
ક્લૉરોસલ્ફૉનિક ઍસિડ : ક્લોરિન અને સલ્ફરયુક્ત અકાર્બનિક ઑક્સિઍસિડ. સૂત્ર ClSO2OH. ધૂમાયમાન સલ્ફ્યુરિક ઍસિડ- (H2SO4SO3)માં શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ શોષાતો બંધ થાય ત્યાં સુધી પસાર કરતાં તે મળે છે. SO3 + HCl → ClSO2OH આ ઍસિડને હાઇડ્રોજન ક્લોરાઇડના પ્રવાહમાં નિસ્યંદિત કરવામાં આવે છે. 145°થી 160°સે. મળેલ પ્રવાહીને સંઘનિત કરવામાં આવે છે.…
વધુ વાંચો >ક્લૉરોસિસ
ક્લૉરોસિસ : તત્વો કે ધાતુઓની ઊણપને કારણે પર્ણનો સાધારણ લીલો રંગ ઉત્પન્ન ન થતાં પાંદડું પીળું દેખાય તે સ્થિતિ. હરિતરંજકોના સંશ્લેષણ માટે Mn, K, Zn, Cu, Mg, Fe તથા N આવશ્યક છે. તેની ગેરહાજરી કે ઊણપ ક્લૉરોસિસમાં પરિણમે છે. ભરપૂર N મેળવતા છોડને મોટે ભાગે ઘેરા લીલા રંગનાં પુષ્કળ પર્ણો…
વધુ વાંચો >ક્લૉવિસ 1લો
ક્લૉવિસ 1લો (જ. 466; અ. 27 નવેમ્બર 511, પૅરિસ) : સેલિયન ફ્રૅંકોની એક જાતિના રાજા. સિલ્ડેરિક પહેલાનો પુત્ર. 481માં તે રાજા થયો. રોમન લોકોના રાજા સાઇએગ્રિયસ, આલ્સાસના એલિમન લોકો પર તેમજ વિસિગૉથ લોકોના રાજા ઍલેરિક પર તેણે વિજય મેળવ્યો હતો. ઈ. સ. 500 સુધીમાં ગૉલ (ફ્રાન્સ) અને બેલ્જિયમનો મોટો ભાગ…
વધુ વાંચો >ક્વાજો (ગુઇઝો)
ક્વાજો (ગુઇઝો) : વાયવ્ય ચીનના ખૂણામાં આવેલો પ્રાંત. ક્ષેત્રફળ : 1,74,000 ચોકિમી. તેની દક્ષિણે ગુંઆગક્ષી ઝુઆંગઝુ, પશ્ચિમે યુનાન, ઉત્તરે ઝેકવાન અને પૂર્વ તરફ હુનાન પ્રાંત આવેલા છે. સમગ્ર પ્રાંત ખાડાટેકરાવાળો અને યુનાન ગુઇઝોના ઉચ્ચપ્રદેશનો અંતર્ગત ભાગ છે. ચૂનાના ખડકોવાળો આ ઉચ્ચપ્રદેશ 710થી 1830 મી. ઊંચો છે. અહીં વહેતી નદીઓનાં તળ…
વધુ વાંચો >ક્વાન્ગતુંગ
ક્વાન્ગતુંગ : ચીની પ્રજાસત્તાકના એકવીસ પ્રાંતોમાંનો એક. ચીનની મુખ્ય ભૂમિના છેક અગ્નિ કિનારા પર આ પ્રાંત આવેલો છે અને ચીની સમુદ્રના દક્ષિણકાંઠાને તે સ્પર્શે છે. તેની પશ્ચિમે કવાંગ્સીચુઆંગ નામનો સ્વાયત્ત પ્રદેશ, ઉત્તરે હુનાન તથા કિયાંગ્સી પ્રાંતો, ઈશાન તરફ ફુકિન પ્રાંત તથા દક્ષિણે દક્ષિણ ચીની સમુદ્ર છે. હાલ બ્રિટિશ શાસન હેઠળનો…
વધુ વાંચો >ક્વાર્ક
ક્વાર્ક : અપૂર્ણાંક ધન કે ઋણ વિદ્યુતભાર ધરાવતો, દ્રવ્યનો સૂક્ષ્મતમ મૂળભૂત કણ. તેનો સમાવેશ કણભૌતિકી(particle physics)માં કરવામાં આવ્યો છે. કણભૌતિકી ભૌતિકશાસ્ત્રની એક શાખા છે, જેમાં મૂળભૂત કે પ્રાથમિક કણો (fundamental particles) તથા તેમની વચ્ચે પ્રવર્તતા બળનો અભ્યાસ કરવામાં આવે છે. 1898માં જે. જે. થૉમસન દ્વારા ઇલેક્ટ્રૉન અને 1914માં રુધરફોર્ડ દ્વારા…
વધુ વાંચો >ક્વાર્ટ વેજ
ક્વાર્ટ વેજ : એક પ્રકાશીય ઉપકરણ. તેની મદદથી ખનિજોની ઝડપી અને ધીમાં કિરણોની સ્પંદનદિશાઓ, વ્યતિકરણ રંગોનો ક્રમ તેમજ પ્રકાશીય સંજ્ઞા નક્કી કરી શકાય છે. વધુમાં તે પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપમાં ન્યૂટનનું વ્યતિકરણ રંગોનું માપ દર્શાવે છે. ક્વાર્ટ્ઝ વેજની રચનામાં એક છેડેથી બીજા છેડા તરફ બદલાતી જતી જાડાઈવાળો તેમજ પાતળો થતો જતો ક્વાર્ટ્ઝ…
વધુ વાંચો >ક્વાર્ટ્ઝ
ક્વાર્ટ્ઝ : મોટા ભાગના આગ્નેય ખડકો અને લગભગ બધા વિકૃત (metamorphic) અને જળકૃત (sedimentary) ખડકોના અંગભૂત ભાગ તરીકે જોવા મળતું સૌથી વધુ વ્યાપક સિલિકા ખનિજ. તે લગભગ શુદ્ધ સિલિકોન ડાયૉક્સાઇડ અથવા સિલિકા (SiO2) છે અને પૃથ્વીના પોપડામાં ફેલ્સ્પાર પછી બીજું સ્થાન ધરાવે છે. રેતીખડક (sandstone) અને ક્વાટર્ઝાઇટ તેમજ અખનિત રેતી…
વધુ વાંચો >ક્વાર્ટ્ઝ (રત્ન તરીકે)
ક્વાર્ટ્ઝ (રત્ન તરીકે) : વિવિધ પ્રકારોમાં મળી આવતી ક્વાર્ટ્ઝની સ્ફટિકમય કે દળદાર જાતો. તેમને કાચમણિના સામાન્ય નામે પણ ઓળખવામાં આવે છે. જરૂરિયાત મુજબ તે અર્ધકીમતી રત્નપ્રકારોમાં ખપે છે. તે જ્યારે રંગવિહીન, પારદર્શક અને સ્ફટિકમય હોય ત્યારે રૉક ક્રિસ્ટલ, આછો ગુલાબી હોય તો રોઝી ક્વાર્ટ્ઝ, જાંબલી કે પર્પલ હોય તો ઍમેથિસ્ટ…
વધુ વાંચો >ક્વૉન્ટમ આંક
ક્વૉન્ટમ આંક (quantum number) : ક્વૉન્ટમવાદ અનુસાર સૂક્ષ્મકણની સ્થિતિ તેમજ ગતિ દર્શાવતી ભૌતિક રાશિનું મૂલ્ય દર્શાવતા વિશિષ્ટ એકમના પૂર્ણ ગુણાંક(integral multiple). સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion, SHM) કરતા કણની ઊર્જા અહીં ħω વિશિષ્ટ એકમ છે અને n ઊર્જા સાથે સંકળાયેલો ક્વૉન્ટમ આંક છે. અવકાશમાં ઘૂમી રહેલા કણોનું કોણીય વેગમાન…
વધુ વાંચો >ક્વૉન્ટમ ઉષ્માયાંત્રિકી
ક્વૉન્ટમ ઉષ્માયાંત્રિકી (quantum thermodynamics) : લૅટિસ કંપનોનું ક્વૉન્ટીકરણ. બિંદુઓની આવર્તક (periodic) ગોઠવણીને લૅટિસ કહે છે અને તે એક ગણિતીય વિભાવના છે. આવર્તક ગોઠવણી ધરાવતાં બિંદુઓ ઉપર પરમાણુઓ, અણુઓ કે આયનો (વીજભારિત પરમાણુઓ કે અણુઓ) સ્થાન ગ્રહણ કરે છે ત્યારે તે લૅટિસ સ્ફટિક બને છે. આવી કણો સહિતની લૅટિસ રચના ભૌતિક…
વધુ વાંચો >ક્વૉન્ટમ ક્રમાંકો
ક્વૉન્ટમ ક્રમાંકો : કોઈ પણ પરમાણુ અથવા અવપરમાણુ (subatomic) કણની ભૌતિક પ્રણાલીનું લક્ષણ નક્કી કરવા માટે જરૂરી પૂર્ણાંક અથવા અર્ધપૂર્ણાંક કિંમત દર્શાવતી પૃથક (discrete) સંખ્યાઓ. ક્વૉન્ટમ ક્રમાંક સામાન્યપણે ઊર્જા, દ્રવ્યવેગ, વિદ્યુતભાર, બેરિયૉન સંખ્યા, લૅપ્ટૉન સંખ્યા જેવા પૃથક ક્વૉન્ટિત (quantized) અને સંરક્ષિત (conserved) ગુણધર્મોનો નિર્દેશ કરે છે. પરમાણુઓમાં ઇલેક્ટ્રૉન નાભિ(કેન્દ્ર)થી જુદા…
વધુ વાંચો >ક્વૉન્ટમ-નીપજ અથવા ક્વૉન્ટમક્ષમતા
ક્વૉન્ટમ-નીપજ અથવા ક્વૉન્ટમક્ષમતા : એક ક્વૉન્ટમ શોષાયેલી ઊર્જાને લીધે રાસાયણિક પરિવર્તન પામતા અણુઓની સંખ્યા Φ. ગણિતીય રૂપે કહેતાં : ક્વૉન્ટમ-નીપજનો સૌપ્રથમ ખ્યાલ સ્ટાર્ક તથા આઇન્સ્ટાઇને (1910) આપેલો. તેનું મૂલ્ય એક કરતાં ઓછાથી માંડીને લાખ સુધીનું હોય છે. પ્રકાશ-રાસાયણિક સમતુલ્યતાના નિયમ મુજબ અણુ દ્વારા શોષાયેલા વિકિરણનો પ્રત્યેક ક્વૉન્ટમ પ્રકાશ-રાસાયણિક…
વધુ વાંચો >