૫.૧૬

કૅન્સર, મોં, નાક અને ગળાનુંથી કૅન્સર, શિશ્ન(penis)નું તથા મૂત્રાશયનળીનું

કૅન્સર – મોં-નાક અને ગળાનું

કૅન્સર, મોં, નાક અને ગળાનું  : મોં, નાક, ગળું તથા લાળગ્રંથિનું કૅન્સર થવું તે. તેને અંગ્રેજીમાં head and neck cancers તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મગજ, આંખ તથા ચહેરાની ચામડી, હાડકાં અને મૃદુપેશીના કૅન્સરનો તેમાં સમાવેશ કરાતો નથી. હોઠ, મોંની બખોલ અથવા મુખગુહા (oral cavity), જીભ, ગળાનો ભાગ, નાક અને…

વધુ વાંચો >

કૅન્સર – યકૃત(liver)નું

કૅન્સર, યકૃત(liver)નું : યકૃત પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો 1.4 કિગ્રા.નો ઘન અવયવ છે. તેના મુખ્ય બે ખંડો (lobes)  છે, જમણો અને ડાબો. યકૃતકોષોમાં બનતું પિત્ત (bile) પિત્ત-લઘુનલિકાઓ(bile canaliculi)માં થઈને યકૃતનલિકાઓ(hepatic-ducts)માં ઠલવાય છે. ડાબી, જમણી અને મુખ્ય યકૃતનલિકા ઉપરાંત પિત્તાશયનળી અને મુખ્ય પિત્તનળીના સમૂહને પિત્તનલિકાઓ કહે છે. તે અને પિત્તાશય…

વધુ વાંચો >

કૅન્સર – યોનિ(vagina)નું

કૅન્સર, યોનિ(vagina)નું : સ્ત્રીઓનું બાહ્ય જનનાંગ ભગોષ્ઠ (vulva) છે. તેમાં છિદ્ર દ્વારા યોનિ ખૂલે છે. યોનિમાં ગર્ભાશયનો ગર્ભાશય-ગ્રીવા નામનો ભાગ છે જે એક છિદ્ર દ્વારા ખૂલે છે. યોનિનું દુ:વિકસન (dysplasia) અને અતિસીમિત કૅન્સર થવાનો દર ઘણો ઓછો છે. તેનું કારણ જાણમાં નથી પરંતુ વિષાણુઓ કેટલાક કિસ્સામાં કારણભૂત હશે તેમ મનાય…

વધુ વાંચો >

કૅન્સર – લસિકાભ પેશીનું (લિમ્ફોમા)

કૅન્સર, લસિકાભ પેશીનું (લિમ્ફોમા) : લસિકાગ્રંથિઓ (lymph nodes) અને અન્ય લસિકાભ (lymphoid) પેશીનું કૅન્સર થવું તે. તેને લસિકાર્બુદ (lymphoma) કહે છે. ગળું, બગલ તથા જાંઘના મૂળ(ઊરુપ્રદેશ)માં ‘વેળ ઘાલી’ને મોટી થતી ગાંઠો મૂળ લસિકાગ્રંથિઓ અથવા લસિકાપિન્ડો (lymph nodes) જ છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે ત્યારે લોહીની સૌથી નાની નસો, કેશવાહિનીઓ(capillaries)માંથી…

વધુ વાંચો >

કૅન્સર – લાળગ્રંથિનું : જુઓ કૅન્સર – મોં – નાક અને ગળાનું

કૅન્સર, લાળગ્રંથિનું : જુઓ કૅન્સર, મોં, નાક અને ગળાનું.

વધુ વાંચો >

કૅન્સર – લોહીનું

કૅન્સર, લોહીનું : લોહીના કોષો ઉત્પન્ન કરતી પેશીનું કૅન્સર. તેને રુધિરકૅન્સર (leukaemia) કહે છે. લોહીમાં ત્રણ પ્રકારના કોષો હોય છે : રક્તકોષ, શ્વેતકોષ અને ગંઠનકોષ (platelets). તેમને સંયુક્ત રીતે રુધિરકોષો (blood cells) કહે છે. શ્વેતકોષો વિવિધ પ્રકારના હોય છે : 3 પ્રકારના કણિકાકોષો (granulocytes), લસિકાકોષો (lymphocytes) અને એકકેન્દ્રી કોષો (monocytes).…

વધુ વાંચો >

કૅન્સર – વિકિરણન-ચિકિત્સા : જુઓ કૅન્સર

કૅન્સર, વિકિરણન-ચિકિત્સા : જુઓ કૅન્સર.

વધુ વાંચો >

કૅન્સર – વિલ્મનું : જુઓ કૅન્સર – બાળકોનું

કૅન્સર, વિલ્મનું : જુઓ કૅન્સર, બાળકોનું.

વધુ વાંચો >

કૅન્સર વૉર્ડ – ધ

કૅન્સર વૉર્ડ, ધ : નોબેલ પારિતોષિકવિજેતા (1970) રશિયન નવલકથાકાર ઍલેક્ઝાન્ડર સૉલ્ઝિનિત્સિનની નવલકથા. રાષ્ટ્રની નીતિ વિરુદ્ધ લેખનકાર્ય બદલ તેમને 1953 બાદ સાઇબીરિયામાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને કૅન્સરની બીમારી લાગુ પડી. તેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરી તેમના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી. હૉસ્પિટલમાં થયેલા અનુભવો પર આ નવલકથા રચાઈ છે. તેમની…

વધુ વાંચો >

કૅન્સર – વ્યવસાયલક્ષી : જુઓ કૅન્સર

કૅન્સર, વ્યવસાયલક્ષી : જુઓ કૅન્સર.

વધુ વાંચો >

કૅન્સર-શસ્ત્રક્રિયા : જુઓ કૅન્સર

Jan 16, 1993

કૅન્સર-શસ્ત્રક્રિયા : જુઓ કૅન્સર.

વધુ વાંચો >

કૅન્સર – શિશ્ન(penis)નું તથા મૂત્રાશયનળીનું

Jan 16, 1993

કૅન્સર, શિશ્ન(penis)નું તથા મૂત્રાશયનળીનું : શિશ્નનું કૅન્સર : પુરુષોના બાહ્ય જનનાંગ(external genitalia)નું કૅન્સર થવું તે. શિશ્ર્ન પોચી વાહિનીજન્ય (vascular) પેશીનું બનેલું અંગ છે જેમાં લોહી ભરાય ત્યારે તેનું કદ વધે છે. તે પુરુષોમાં પેશાબના ઉત્સર્ગ તથા વીર્યના બહિ:ક્ષેપ માટે વપરાતું અંગ છે. તેના મુખ્ય 3 ભાગ છે : મૂળ, દંડ…

વધુ વાંચો >